• Gujarati News
  • National
  • Lakhimpur Kheri Farmers Protest Kisan Andolan Few People In Protest Wear Bhindranwale T Shirt In Lakhimpur Kheri

ખેડૂતે પહેરી ભિંડરાવાલાની ટીશર્ટ:બળવાખોરની ટી શર્ટ પહેરેલા લોકોએ ગાડીઓ પર હુમલો કર્યો, તેમની પાસે લાકડી-ડંડા પણ; તેમના કારણે આંદોલન ઉગ્ર થયું

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ નેતાઓ વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં 9 લોકોના મોત થયા છે. આ ઘટનાના ઘણાં વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અહીં ખેડૂતોની ભીડમાં ઘણાં લોકોએ ભિંડરાવાલાના ચહેરાની ટી-શર્ટ પહેરી હતી. અમુક લોકો જરનૈલ સિંહ ભિંડરાવાલાની તસવીરો વાળી ટી-શર્ટ પહેરીને ગાડી પર હુમલો કરતા દેખાયા હતા. તેમના હાથોમાં લાકડીઓ અને ડંડા પણ હતા.

ભિંડરાવાલાને ખેડૂતો સાથે કોઈ સંબંધ નથી. આંદોલન દરમિયાન તેમની ટી-શર્ટ પહેરેલાં લોકો અહીં શું કરતાં હતાં તે વિશે અધિકારીઓ કઈ પણ બોલવા માટે તૈયાર નથી. તો આ સંજોગોમાં આ ઘટના કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હોય તે તરફ ઈશારો કરી રહી છે.

રવિવારે ખેડૂત આંદોલનાં ભીંડરાવાલાની ટી-શર્ટ પહેરેલાં લોકો
રવિવારે ખેડૂત આંદોલનાં ભીંડરાવાલાની ટી-શર્ટ પહેરેલાં લોકો

મૃતકોમાં એક પત્રકાર પણ સામેલ
લખીમપુરમાં હિંસામાં મૃત લોકોમાં 4 ખેડૂત, 4 ભાજપ કાર્યકર્તા અને 1 પત્રકાર છે. ખેડૂત સંગઠનોએ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના દિકરા આશિષ મિશ્ર પર ગાડીથી ખેડૂતોને કચડવાનો આરોપ લગાવ્યો છે. મંત્રી અને સાંસદ મિશ્રાએ આ આરોપને નકારતા આંદોલનકારીયો પર ભાજપ કાર્યકર્તાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

ઘટના વિશે રાજ્યમંત્રીના દિકરા આશિષ મિશ્રાનું કહેવું છે કે, ઘટના સમયે તેમનો દિકરો ત્યા હાજર જ નહતો. તે તો દંગલનના આયોજનમાં વ્યસ્ત હતો અને જે ગાડી દ્વારા આ એક્સિડન્ટ થયો તે ગાડીમાં તેમનો દિકરો હાજર પણ નહતો હાજર નહતો. તેમાં તેમના કાર્યકરો હતા.

કોણ છે ભિંડરાવાલા?
જરનૈલ સિંહ ભિંડરાવાલનું સાચુ નામ જરનૈલ સિંહ બરાડ છે. તેઓ પંજાબમાં સિખોના ધાર્મિક સમૂહ દમદમી ટંકશાળના મુખ્ય લીડર હતા. તેમણે આનંદપુર સાહિબ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ઓગસ્ટ 1982માં ભિંડરાવાલા અને અકાળી દળે 'ધર્મ યુદ્ધ મોર્ચા' શરૂ કર્યું. તેમનો હેતુ આનંદપુર પ્રસ્તાવમાં વ્યક્ત કરવામાં આવેલા ઉદ્દેશો મેળવવાનો હતો. ભારતીય સેના સાથે થયેલા યુદ્ધમાં તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...