• Gujarati News
  • National
  • Lafayette College Of America Will Offer A Scholarship Of 2.5 Million; Parents Could Never Go To School

પટનાના મજૂરનો દીકરો અમેરિકામાં ભણશે:અમેરિકાની લાફાયેટ કોલેજ 2.5 કરોડની સ્કોલરશિપ આપશે; માતા-પિતા ક્યારેય શાળાએ જઈ શક્યા નથી

પટના5 મહિનો પહેલા
  • દુનિયાના માત્ર 6 વિદ્યાર્થીઓને જ સ્કોલરશિપ મળી છે, તેમાં બિહારનો પ્રેમ પણ સામેલ છે.

પટનાના રોજમદાર મજૂરનો પુત્ર હવે અમેરિકામાં અભ્યાસ કરશે. ફુલવારી શરીફના ગોનપુરા ગામના રહેવાસી પ્રેમને અમેરિકાની પ્રતિષ્ઠિત લાફાયેટ કોલેજ દ્વારા તેની સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 2.5 કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી છે. 17 વર્ષના પ્રેમની આ સિદ્ધિ પર તેના પિતા જીતન માંઝી જ નહીં, પરંતુ બિહાર અને સમગ્ર દેશને ગર્વ છે.

આ માટે સમગ્ર દુનિયામાં માત્ર 6 લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં પટનાનો પ્રેમ પણ સામેલ છે. ભારતમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રેમ કદાચ પ્રથમ મહાદલિત વિદ્યાર્થી હશે. વિશ્વની સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓને આ સન્માન મળે છે. પ્રેમને આ શિષ્યવૃત્તિ એક સંસ્થાની મદદથી મળી છે.

2.5 કરોડની શિષ્યવૃત્તિ સાથે ચાર વર્ષનું શિક્ષણ
ઇસ્ટર્ન પેન્સિલવેનિયામાં વર્ષ 1826માં સ્થપાયેલી, લાફાયેટ કોલેજ અમેરિકાની ટોચની 25 કોલેજોમાં સ્થાન ધરાવે છે. તે અમેરિકામાં "હિડન આઇવી" કોલેજોની શ્રેણીમાં ગણાય છે. પટનાનો પ્રેમ લફાયેત કોલેજમાં ચાર વર્ષ સુધી મિકેનિકલ એન્જિનિયરિંગ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરશે. 2.5 કરોડની શિષ્યવૃત્તિ જીવન અને અભ્યાસના સમગ્ર ખર્ચને આવરી લેશે. આમાં ટ્યુશન ફી, રહેઠાણ, પુસ્તકો, આરોગ્ય વીમો, મુસાફરી ખર્ચનો સમાવેશ થાય છે.

પટનાના મજૂરનો પુત્ર હવે અમેરિકામાં અભ્યાસ કરશે.
પટનાના મજૂરનો પુત્ર હવે અમેરિકામાં અભ્યાસ કરશે.

ડેક્સટેરિટી ગ્લોબલ સાથે જોડાયો છે પ્રેમ
ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પ્રેમ કુમારે જણાવ્યું કે તેણે વર્ષ 2020માં ઉડાન ટોલા, દાનાપુરના એનજીઓ શોષિત સમાધાન કેન્દ્રમાંથી મેટ્રિક પાસ કર્યું છે. આ એનજીઓમાં મહાદલિત સમાજના બાળકો ભણે છે. અને તેથી જ તેણે 2022માં વિજ્ઞાનના ગણિતના પેપર સાથે ઇન્ટરની પરીક્ષા આપી છે.

14 વર્ષની ઉંમરે, પ્રેમ કુમારે પટનામાં જસપ્રીત ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને પોતાનો અભ્યાસ શરૂ કર્યો. આ ક્રમમાં, થોડા દિવસો પહેલા તેને સંસ્થા તરફથી માહિતી મળી કે તે અમેરિકાની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પસંદગી પામ્યો છે.

'મારા માતા-પિતા ક્યારેય શાળાએ ગયા નથી'
પ્રેમ, જે એપીજે અબ્દુલ કલામને પોતાના આદર્શ માને છે, તે પાંચ બહેનોમાં એકમાત્ર ભાઈ છે. લગભગ 10 વર્ષ પહેલા તેની માતા કલાવતી દેવીનું નિધન થયું હતું. ત્યારથી, તેણે અભ્યાસને પોતાનું લક્ષ્ય બનાવ્યું. શિષ્યવૃત્તિ મેળવવા બાબતે પ્રેમે કહ્યું, "મારા માતા-પિતા ક્યારેય શાળાએ જઈ શક્યા નથી. પિતા આજે પણ ખેતરોમાં રોજીરોટી માટે મજૂરી કરે છે, આટલી મોટી તક મળે તે મારા માટે અવિશ્વસનીય છે!

પ્રેમની બહેન ઘરના કામ કરી રહી છે.
પ્રેમની બહેન ઘરના કામ કરી રહી છે.

મહાદલિતોને અભ્યાસ પ્રત્યે જાગૃત કરવા માગે છે પ્રેમ
પ્રેમ અમેરિકા જશે અને 4 વર્ષ સુધી પોતાના વિષય સાથે જોડાયેલા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપશે. પ્રેમ કહે છે કે મહાદલિત સમાજમાં આજે પણ ઘણું પછાતપણું છે. તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે અમેરિકા જવા માંગે છે. ત્યારબાદ તે મહાદલિત સમાજના લોકોને પણ અભ્યાસ પ્રત્યે જાગૃત કરશે.

ઓક્ટોબર 2021માં અરજી કરતી વખતે તેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઓગસ્ટ અને ઓક્ટોબરમાં સ્કોલરશિપ માટે કોર્સ ફોર્મ ભરવામાં આવે છે.

જે વિષય માટે ફોર્મ ભરવામાં આવે છે તેને લગતી પરીક્ષા હોય છે. આ પરીક્ષા અંગ્રેજીમાં લેવામાં આવે છે. જે ક્ષેત્રમાં વિદ્યાર્થી આગળ જે પ્રકારનો અભ્યાસ કરવા માંગે છે તેને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

દુનિયાના માત્ર 6 વિદ્યાર્થીઓને જ મળી છે સ્કોલરશિપ​​​​​​​
પ્રેમ દુનિયાભરનાં 6 વિદ્યાર્થીઓમાંનો એક છે જેને લાફાયેટ કોલેજથી પ્રતિષ્ઠિત 'ડાયર ફેલોશિપ' મળશે. લાફાયેટ મુજબ આ ફેલોશિપ તે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમનામાં દુનિયાની અઘરામાં અઘરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેની આંતરિક પ્રેરણા અને પ્રતિબદ્ધતા હોય છે.

14 વર્ષની ઉંમરે, પ્રેમને રાષ્ટ્રીય સંસ્થા ડેક્સટેરિટી ગ્લોબલ દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને ત્યારથી તેને ડેક્સટેરિટી દ્વારા પ્રશિક્ષતકરવામાં આવ્યો છે. પ્રેમને મોકલવામાં આવેલા સ્વીકૃતિ પત્રમાં, લાફાયેટ કોલેજના એડમિશનના ડીન, મેથ્યુ એસ. હાઇડ લખે છે, "અભિનંદન! અમે પછાત સમુદાયોની સેવા કરવા માટે તમારી પ્રતિબદ્ધતા અને દર્ઢ સંકલ્પથી પ્રેરિત છીએ.

ડેક્સટેરિટી ગ્લોબલ સાથે મળી સફળતા
ડેક્સ્ટેરિટી ગ્લોબલનાં સ્થાપક અને CEO શરદ સાગરે કહ્યું, 2013 થી, અમે બિહારમાં મહાદલિત બાળકો પર કામ શરૂ કર્યું છે. આ સમુદાયના વિદ્યાર્થીઓ દ્વારા આગામી પેઢી માટે નેતૃત્વનું નિર્માણ કરવું, તેમને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં મોકલવા તે અમારું લક્ષ્ય બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...