છત્તીસગઢના મહાસમુંદમાં એક જ્વેલરી શોપનું તાળુ તોડી સોમવારે મોડી રાતે લાખો રુપિયાની ચોરી કરવામાં આવી હતી. દુકાન માલિક સવારે દુકાને આવતા તેણે તાળુ તુટેલુ જોયું અને પોલીસને જાણકારી આપી. આ બાબતમાં ખાસ વાત એ છે કે ચોર ચોરી કરવા મહિલાઓના કપડા પહેરીને આવ્યો હતો.
જાણકારી પ્રમાણે પિથૌરા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે સંદીપ સિન્હાની સિન્હા જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપ છે. મંગળવારે સવારે લોકોએ શટરનું તાળુ તુટેલુ જોઈને પોલીસને જાણ કરી, શટર ખોલીને જોયું તો લાખો રુપિયાના સોના-ચાંદી ગાયબ હતા. ઘટનાસ્થળે ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી.
તપાસ પછી ચોરી કરેલા સામાનનો ખ્યાલ આવશે
દુકાન માલિક અનુસાર ચોરોએ લાખો રુપિયાના ઘરેણાની ચોરી કરી છે. જોકે આ ચોરી કેટલા રુપિયાની થઈ છે તે હજી સુધી નક્કી કરાયુ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ડોગ સ્ક્વોડની તપાસ બાદ જ ચોરી થયેલા ઘરેણાઓની કિંમતનો ખ્યાલ આવી શકશે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.