તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lack Of Remedivir Injection In Maharashtra, Selling Up To 15 Thousand On The Black Market; The Government Has Now Fixed The Price At Rs 1,100

મહારાષ્ટ્રમાં કોરોના LIVE:મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, કાળાં બજારમાં 15 હજાર સુધી વેચાઈ રહ્યું; સરકારે હવે રૂ.1100 કિંમત નક્કી કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેમડેસિવિરનાં ઈન્જેક્શન મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી

મહારાષ્ટ્રમાં વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિરનાં ઈન્જેક્શન મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈ, પુણે અને નાગપુર સહિત રાજ્યમાં અનેક શહેરોમાં મેડિકલ સ્ટોર પર એને ખરીદવા માટે લાંબી-લાંબી લાઇન જોવા મળી રહી છે. ભીડને કારણે અનેક જગ્યાએ પોલીસ પણ તહેનાત કરવી પડી. આરોગ્ય વિભાગે રેમડેસિવિરની કાળાં બજારી અટકાવવા માટે એની કિંમત 1100થી 1400 રૂપિયાની નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

આરોગ્યમંત્રી રાજેશ ટોપે કહ્યું હતું કે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં દરરોજ રેમડેસિવિરના 1.5 લાખ ડોઝની જરૂર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળાં બજારના સમાચાર પણ મળી રહ્યા હતા. ઘણાં સ્થળોએ એ 10થી 15 હજારની વચ્ચે વેચાઇ રહ્યું હતું. મુંબઈ અને નાંદેડથી કાળાં બજાર કરતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઇની ક્રાઈમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાં બજારી કરતા જે બે લોકોને ઝડપ્યા છે, તેઓ એક મેડિકલ સ્ટોરના માલિક છે.
મુંબઇની ક્રાઈમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાં બજારી કરતા જે બે લોકોને ઝડપ્યા છે, તેઓ એક મેડિકલ સ્ટોરના માલિક છે.

એક્ટિવ કેસ મામલે દુનિયામાં 7મા નંબર પર પહોંચ્યું મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હાલમાં 5,21,317 એક્ટિવ દર્દીઓ છે. આ મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં 7મા ક્રમે પહોંચી ગયું છે. રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 32,29,547 પર પહોંચી ગયો છે. આમાં અત્યારસુધીમાં કુલ 26,49,757 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 57,028 લોકો મૃત્યુ પામ્યા છે.

મુંબઈ: એક જ દિવસમાં 9 હજાર કેસ નોંધાયા છતાં પણ બજારોમાં ભીડ
મુંબઈની વાત કરીએ તો ત્યાં કોરોનાના 8,938 નવા કેસ નોંધાયા છે અને 24 કલાકમાં અહીં 23 મોત નોંધાયાં છે. આ છતાં લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી. શુક્રવારે દાદર શાક માર્કેટમાં હજારોની ભીડ લાગી હતી. માર્કેટની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, તેમ છતાં તેઓ ભીડને કાબૂમાં કરી શક્યા નહીં.

આ તસવીર મુંબઈની દાદર શાક માર્કેટની છે. અહીં એટલી બધી ભીડ હતી કે રસ્તાઓ પર ગાડીઓનો લાંબો જામ પણ જોવા મળ્યો હતો.
આ તસવીર મુંબઈની દાદર શાક માર્કેટની છે. અહીં એટલી બધી ભીડ હતી કે રસ્તાઓ પર ગાડીઓનો લાંબો જામ પણ જોવા મળ્યો હતો.

26 પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિનેશન બંધ: BMCએ જણાવ્યું હતું કે મુંબઈમાં 120 વેક્સિનેશન સેન્ટર છે. ખાનગી સેન્ટરની સંખ્યા 73 છે, જેમાંથી 26 બંધ કરાયાં છે. શનિવારની સાંજ બાદ 26 સેન્ટર બંધ રહેશે.

પંઢરપુર: નાયબ મુખ્યમંત્રીની સભામાં કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઊડ્યા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર ગુરુવારે પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણીનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વહીવટીતંત્રે સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ બેઠક અહીં પણ થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. જોકે મીડિયાએ પવારને વધુ ભીડ અંગે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી.

મહારાષ્ટ્રમાં સરકારે જાહેરસભા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તસવીર પંઢરપુરમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની એક સભાની છે.
મહારાષ્ટ્રમાં સરકારે જાહેરસભા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તસવીર પંઢરપુરમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની એક સભાની છે.

મહારાષ્ટ્રને બીજાં રાજ્યો પાસેથી ઓક્સિજન અને વેન્ટિલેટર મળે : ઉદ્ધવ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્ર માટે અન્ય રાજ્યોમાંથી ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે. તેમણે મહારાષ્ટ્રને કોરોના વેક્સિનનો વધુ સપ્લાઇ કરવાની માગ પણ કરી હતી, તેમણે વડાપ્રધાનને કોરોના યુદ્ધમાં તમામ પક્ષોને રાજકારણ ન કરવા નિર્દેશ આપવા જણાવ્યું હતું.

કોંગ્રેસ દર્દીને સહાય માટે હેલ્પલાઈન શરૂ કરશે
રાજ્ય કોંગ્રેસ મહારાષ્ટ્રને કોરોનાથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. પાર્ટી ટૂંક સમયમાં 24 કલાકની હેલ્પલાઈન પણ શરૂ કરશે. આ દ્વારા કોરોનાના દર્દીની સારવાર, વેક્સિન જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.