તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lack Of Oxygen, Medicines, Lack Of ICU Beds, Doctors And Nurses Will Lead To Many Patients Dying From This Problem, According To Experts.

ભારતની સ્થિતિ વધુ બદતર બનશે?:ઓક્સિજન, દવાઓની અછત બાદ હવે ICU બેડ, ડોકટર્સ અને નર્સનો અભાવ વર્તાશે, નિષ્ણાંતોના મતે આ મુશ્કેલીથી અનેક દર્દીઓના મોત થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં હાલ 75થી 90 હજાર ICU બેડ્સ છે જે પૈકી મોટાભાગના પેક છે
  • હજુ ભારતમાં બીજી લહેરનો પીક નથી આવ્યો
  • નિષ્ણાંતોના મતે કેટલાંક સપ્તાહમાં 5 લાખ વધારાના ICU બેડ્સ ઉપલબ્ધ કરાવવા પડશે.

ભારતમાં હાલ કોરોના વાયરસની જીવલેણ લહેર જોવા મળી રહી છે, અને ભારત હાલ વિશ્વમાં આ મહાસંકટનું એપિસેન્ટર બની ગયું છે. દેશભરની હોસ્પિટલમાં હાલ બેડ્સ, ઓક્સિજનની ભારે ઉણપ જોવા મળે છે. ત્યારે આ વચ્ચે એક્સપર્ટેસ વધુ એક ચેતવણી આપી છે કે ભારતમાં જે પ્રકારની સ્થિતિ છે, તે દ્રષ્ટીએ આગામી કેટલાંક સપ્તાહમાં જ વધારાના લગભગ 5 લાખ ICU બેડ્સની જરૂર પડશે.

જાણીત સર્જન ડૉ.દેવીપ્રસાદ શેટ્ટીનું કહેવું છે કે હાલની લહેરને જોતા ભારતને આગામી 5 સપ્તાહમાં 5 લાખ વધારાના ઓક્સિજન બેડ્સની જરૂર પડશે, સાથે 2 લાખ નર્સ અને દોઢ લાખ ડોકટર્સની પણ જરૂર પડશે. ડોકટરના જણાવ્યા મુજબ ભારતમાં હાલ 75થી 90 હજાર વચ્ચે ICU બેડ્સ છે જેમાંથી મોટા ભાગના ભરાય ગયા છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે હજુ કોરોનાની આ જીવલેણ લહેરમાં પીક નથી આવ્યો.

દરરોજ 15થી 20 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે
જાણીતા કાર્ડિયાક સર્જન અને નારાયણ હેલ્થના ચેરમેન ડૉ. દેવી શેટ્ટી દેશભરમાં 21 મેડિકલ સેન્ટર ચલાવે છે. સિંબાયોસિસ ગોલ્ડન જ્યુબિલી લેક્ચર સીરીઝને સંબોધતા તેઓએ કહ્યું કે, ભારતમાં ટેસ્ટિંગ હાલ ઓછા થઈ રહ્યાં છે, હાલના ટ્રેન્ડ મુજબ ભારતમાં દરરોજ 3 લાખ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યાં છે. પરંતુ સાથે જ તેનાથી 5-10 ગણા લોકો જેઓ સંક્રમિત છે તેમની તપાસ જ કરવામાં નથી આવતી. એટલે કે દેશમાં દરરોજ ઓછામાં ઓછા 15-20 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ આંકડાથી સ્થિતિનો તાગ મેળવી શકાય છે, એવામાં નવા ICU બેડ્સની વ્યવસ્થા કરવી ઘણી જ જરૂરી છે.

5% સંક્રમિત લોકોને ICU બેડ્સની જરૂર પડે છે
ડૉ. દેવી શેટ્ટીના જણાવ્યા મુજબ અત્યાર સુધીના આંકડા મુજબ લગભગ 5% કોરોના સંક્રમિત લોકોને ICU બેડની જરૂર પડે છે. આ રીતે આવનારા સપ્તાહમાં દરરોજ 80 હજાર ICU બેડ્સની જરૂર રહેશે. જ્યારે વર્તમાનમાં સમગ્ર ભારતમાં માત્ર 75-90 હજાર ICU બેડ્સ છે અને તે તમામ લગભગ ભરાયેલા છે. અને તે પણ ત્યારે જ્યારે કોરોનાના આ લહેરનો પીક હજુ આવ્યો જ નથી.

આવનારા સપ્તાહમાં દરરોજ 80 હજાર ICU બેડ્સની જરૂર રહેશે
આવનારા સપ્તાહમાં દરરોજ 80 હજાર ICU બેડ્સની જરૂર રહેશે

આગામી કેટલાંક સપ્તાહમાં 5 લાખ ICU બેડ્સ, 2 લાખ નર્સ અને 1.5 લાખ ડોકટર્સની જરૂરિયાત
ડૉ. શેટ્ટીએ જણાવ્યું કે 'આપણે કેટલું પણ જણાવીએ કે ભારતીય જેનેટિકલી ઈમ્યૂન છે, BCG વેક્સિનને કારણે આપણી અંદર કમાલની ઈમ્યુનિટી છે પરંતુ કોરોનાએ ભારતીય અને અમેરિકન્સમાં કોઈ જ અંતર નથી રાખ્યું.' નિષ્ણાંતના મત મુજબ ભારતમાં આગામી સમયમાં લગભગ 80 હજાર લોકોને ICU બેડની જરૂરિયાત પડશે. એક દર્દી ICUમાં ઓછામાં ઓછો 10 દિવસ રહે છે. તો આ સંખ્યાને પહોંચી વળતા આગામી કેટલાંક સપ્તાહમાં 5 લાખ વધારાના ICU બેડ્સ ઉપલબ્ધ કરાવવા પડશે.

માત્ર ICU બેડ્સની સંખ્યા જ પૂરી કરવી જરૂરી નથી પરંતુ આગામી કેટલાંક સપ્તાહમાં બે લાખ નર્સ અને દોઢ લાખ ડોકટર્સની પણ જરૂરિયાત પડશે જેઓ આગામી એક વર્ષ સુધી ICUમાં કોવિડના દર્દીઓની સંભાળ રાખી શકે.

78% વિશેષજ્ઞોની પહેલેથી જ ઘટ
નિષ્ણાંતોના મતે જ્યારથી મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સરકારી હોસ્પિટમાં 78% વિશેષજ્ઞ ડોકટર્સની ખોટ જ વર્તાઈ રહી છે. વિશેષજ્ઞોના મતે કોરોનાની આ બીજી ઘાતક લહેર આગામી 4-5 મહિના સુધી જોવા મળશે. સાથે આપણે ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવું જરૂરી છે.

નિષ્ણાંતોના મતે જ્યારથી મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સરકારી હોસ્પિટમાં 78% વિશેષજ્ઞ ડોકટર્સની ખોટ જ વર્તાઈ રહી છે
નિષ્ણાંતોના મતે જ્યારથી મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સરકારી હોસ્પિટમાં 78% વિશેષજ્ઞ ડોકટર્સની ખોટ જ વર્તાઈ રહી છે

2.2 લાખ નર્સિંગ વિદ્યાર્થીઓ આવી શકે છે કામ

  • કોરોનાના ખતરનાક વેવમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થાય તો નિષ્ણાંતોના મતે નર્સિંગના વિદ્યાર્થીઓની સેવા લઈ શકાય છે. ભારતમાં લગભગ 2.20 લાખ નર્સિંગ સ્ટુૂડન્ટ્સ છે, જેઓએ અલગ અલગ નર્સિંગ સ્કૂલમાં ત્રણ વર્ષનો જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કે ચાર વર્ષનો બીએસી સિલેબસ પૂરો કર્યો છે અને હાલ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. નિષ્ણાંતોએ સલાહ આપી કે ભારતીય નર્સિંગ પરિષદે આ સ્ટૂડન્ટ્સને આગામી એક વર્ષ સુધી કોવિડ-19 ICU વોર્ડમાં નિયુક્ત કરવાનો વિચાર કરવો જોઈએ જે બાદ તેઓને ગ્રેજ્યુએટ થયા હોવાનું સર્ટિફિકેટ આપવું જોઈએ.
  • સાથે જ નિષ્ણાંતોની સલાહ મુજબ વર્તમાનમાં 1.3 લાખ યુવા ડોકટર છે જે હાલ કોવિડ ICUમાં કામ નથી કરી રહ્યાં પરંતુ PG કોર્ષમાં એડમિશન લેવા માટે NEETની એક્ઝામની તૈયારી કરી રહ્યાં છે, જ્યાં માત્ર 35,000 સીટ જ છે. તો તેઓએ સલાહ આપી કે ઓનલાઈન NEET એક્ઝામ લેવામાં આવે અને થોડાં દિવસમાં જ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે. 35,000 ડોકટરને PGમાં એડમિશન પછી પણ આપણી પાસે એક લાખ યુવા ડોકટર વધશે જેઓને આગામી વર્ષે PG એડમિશન એક્ઝામમાં ગ્રેસ માર્કસ આપવામાં આવે પરંતુ શરત એટલી જ કે તેઓ કોવિડ ICUમાં કામ કરે.
  • ત્રીજી સલાહ આપતા તેઓએ કહ્યું કે હાલ દેશમાં 90 હજારથી એક લાખ એવા ડોકટર્સ છે જેઓ ઓવરસીઝ યુનિવર્સિટી પાસઆઉટ છે, પરંતુ નેશનલ એન્ટ્રેસ એક્ઝામ પાસ નથી કરી શક્યા. તેમાંથી 20 હજાર પ્રતિભાશાળી ડોકટર્સની ઓળખ કરવામાં આવે અને તેઓને આગામી એક 1 વર્ષ સુધી કોવિડ ICUમાં કામ કરવાને બદલે પરમેનેન્ટ રજિસ્ટ્રેશન આપવામાં આવે.

ભારતમાં રોજબરોજ સ્થિતિ વણસી રહી છે
ભારતમાં છેલ્લાં 10 દિવસમાં દરરોજ 3 લાખથી વધુ કેસ આવી રહ્યાં છે. એટલે કે 10 દિવસમાં જ 30 લાખ કેસ આવી ગયા છે, ત્યારે હવે સરેરાશ 3 હજારથી લોકોના મોત થઈ રહ્યાં છે જે ડરાવનારું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી સહિત અનેક રાજ્યોમાં હાલ ઓક્સિજનનું સંકટ છે. જે રોજબરોજ વધુને વધુ ઘેરું બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...