તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • LAC Has China Increasing Its Helicopter Presence, India Is Also Keeping A Close Eye On The Airbase

ભારત-ચીન સીમા વિવાદ:LAC પાસે ચીને હેલિકોપ્ટરની અવર જવર વધારી, ભારતની પણ એરબેઝ પર બાજ નજર

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • ચીની સેના PLAના ફાઈટર એરક્રાફ્ટ પણ ર્ઈસ્ટર્ન લદ્દાખ પાસે LAC ઉડાન ભરતા જોવા મળ્યા
  • ભારત પણ ચીનના હુતાન અને ગલગુન્સા એરબેઝ પર નજર રાખી રહ્યું છે
  • 6 જૂને યોજાયેલી બેઠકમાં હાલ કોઈ પરિણામ આવ્યું નથી

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે કૂટનીતિક અને સૈન્ય સ્તરે વાતચીત કરાઈ રહી છે પણ બન્ને સેનાઓના કમાંડર વચ્ચે વાતચીતના લગભગ બે દિવસ પછી સોમવારે જ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પાસે ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. આ ઘટના બન્ને દેશોના સૈન્ય કમાંડરોની 6 જૂને થયેલી મુલાકાતના લગભગ બે દિવસ પછી બની હતી. સૈન્ય કમાંડરોએ પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ચર્ચા કરી હતી.  ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ હવાલા દ્વારા જણાવ્યું કે, છેલ્લા 7-8 દિવસોમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)ના હવાઈ માર્ગની પ્રવૃત્તિ વધી ગઈ છે અને તેના હેલિકોપ્ટર સતત જોવા મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, બની શકે છે કે સીમાની નજીક ઘણા વિસ્તારમાં તહેનાત ચીનના સૈનિકોને મદદ પહોંચાડવા માટે આ હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા હોય..

ગલવાન ઘાટીમાં ભારતીય કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ ઉડાન ભરી હતી 
સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વ લદ્દાખમાં બન્ને સેનાઓ વચ્ચે અથડામણ અને તણાવની સ્થિતિ વચ્ચે ચીનના હેલિકોપ્ટર ઘણી વખત ભારતીય વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા. આ હેલિકોપ્ટર્સ ગલવાન ઘાટીમાં ભારતીય કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ ઉડાન ભરતા જોવા મળ્યા હતા.

ઈન્ડિયન એરફોર્સે ફાઈટર જેટ મોકલવા પડ્યા હતા 
સૂત્રોએ જણાવ્યું કે, ચીન સતત આંતરરાષ્ટ્રીય એવિએશનના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તે ભારતીય વિસ્તારમાં ચોપર્સ દ્વારા દેખરેખ રાખી રહ્યું છે. મેના શરૂઆતના દિવસોમાં પણ ચીનના હેલિકોપ્ટર્સની આવી પ્રવૃત્તિઓ બાદ ભારતીય એરફોર્સે ફાઈટર જેટ્સ બોલાવ્યા હતા.ત્યારે ચીનના વિમાન LACના ઘણી નજીકથી ઉડાન ભરી રહ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે બન્ને દેશોની સેનાઓના જવાન સામ સામે આવી ગયા હતા.

છેલ્લા 8-10 દિવસોથી બોર્ડર પર બન્ને દેશો તરફથી હલચલ વધી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હેલિકોપ્ટરનો ઉપયોગ લદ્દાખ પાસે ભેગા થયેલા ચીની સૈનિકોની મદદ કરવા માટે કરાઈ રહ્યો છે. છેલ્લા 8-10 દિવસોથી બોર્ડર પર બન્ને દેશો તરફથી હલચલ વધી રહી છે. એવામાં ચીન સતત પોતાની શક્તિને એ તરફ મજબૂત કરતું જોવા મળી રહ્યું છે.

ચીની હેલિકોપ્ટર ભારત બોર્ડરની એકદમ નજીકથી ઉડી રહ્યું છે
હાલ ચીન તરફથી હેલિકોપ્ટરનો ઉપયોગ પેટ્રોલિંગ, સામાનનો સપ્લાઈ માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે તે ભારતી બોર્ડરથી એકદમ નજીક થઈને ઉડી રહ્યું છે. આ ઉપરાંત, ચીની સેના PLAના ફાઈટર એરક્રાફ્ટ પણ ર્ઈસ્ટર્ન લદ્દાખ પાસે LAC ઉડાન ભરતા જોવા મળ્યા હતા. જેના ભાગ રૂપે ભારત પણ ચીનના હુતાન અને ગલગુન્સા એરબેઝ પર નજર રાખી રહ્યું છે અને ચીનની હલચલનો હિસાબ લઈ રહ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સે યુદ્ધાભ્યાસનો વીડિયો શેર કર્યો હતો 
ચીનની સરકારી મીડિયા પણ સતત ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે રવિવારે હજારો સૈનિકોના યુદ્ધાભ્યાસનો વીડિયો શેર કર્યો હતો. જેના દ્વારા ચીનનું મીડિયા એવું બતાવવાનો પ્રયાસ કરતું રહ્યું કે સરહદ પર ચીન ગમે ત્યારે સૈનિક અને હથિયાર ભેગા કરી શકે છે. ભારતીય એક્સપર્ટે કહ્યું કે, આ ચીનની જૂની આદત છે. વખત આવી ગયો છે કે હવે આપણ તેની સાથે મગજથી જ રમવું પડશે. મીડિયા ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો કે પીપુલ્સ લિબરેશન આર્મીએ ચીનના ઉત્તર-પશ્વિમમાં ઊંચાઈ વાળા વિસ્તારમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કર્યો છે. જેમાં હજારો પેરાટ્રુપર્સ અને બખ્તરબંધ ગાડીઓ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...