• Gujarati News
  • National
  • Kulbhushan Jadhav Gets Right To Appeal, Pakistan Will Obey International Court Order

ભારતના દબાણ હેઠળ ઝુક્યું પાક:કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર મળ્યો, ઈન્ટરનેશનલ કોર્ટનો આદેશ માનશે પાકિસ્તાન

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન અંતે ભારતના દબાણ હેઠળ ઝુકી ગયું છે. હવે જાધવ પાકિસ્તાની મિલિટ્રી કોર્ટમાંથી મળેલી સજા-એ-મોત વિરૂદ્ધ અપીલ કરી શકશે. બુધવારે પાકિસ્તાનના ઉપલા ગૃહમાં ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસ (રિવ્યૂ એન્ડ રી-કન્સીડરેશન) ઓર્ડિનન્સ 2020ને મંજૂરી આપી દીધી છે. 5 મહિના પહેલાં આ ઓર્ડિનન્સ પાકિસ્તાનના નીચલા ગૃહમાં પણ પસાર થઈ ગયું છે. હવે આના પર માત્ર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાકી છે. જે બાદ આ બિલ કાયદો બની જશે.

શું ફાયદો થશે?
બિલ મુજબ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહેલા વિદેશી કેદી (જેઓને મિલિટ્રી કોર્ટે સજા આપી છે) ઉપલી અદાલતમાં અપીલ કરી શકશે. અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલમાં બંધ વિદેશી કેદી જેઓને સૈન્ય કોર્ટે સજા સંભળાવી હતી તેઓ આ સજા વિરૂદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરી શકતા ન હતા. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે સુનાવણી કરતા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ પાકિસ્તાનને આ મામલે સુધારો કરવાનું કહ્યું હતું કે જેથી બીજા દેશોના નાગરિકને ન્યાય મળી શકે.

જાધવના મામલે શું શક્ય
રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ કાયદો બની જશે તે નક્કી છે. જે બાદ જાધવ મિલિટ્રી કોર્ટના આ ચુકાદાને હાયર સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી શકશે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ RAWના એજન્ટ છે અને તેઓને બલૂચિસ્તાનથી 2016માં પકડવામાં આવ્યા હતા. તો ભારતનો દાવો છે કે જાધવ ઈન્ડિયન નેવીના રિટાયર્ડ ઓફિસર છે. તેઓ વેપાર અંતર્ગત ઈરાન ગયા હતા.

તેઓનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ત્યાંથી જ અપહરણ કર્યું હતું. મિલિટ્રી કોર્ટે 2017માં જાધવને સજા-એ-મોતનો ચુકાદો આપ્યો હતો. ભારતે તેને ICJમાં ચેલેન્જ કર્યો હતો. ત્યારથી આ મામલો પેન્ડિંગ છે. ICJની સજા પર રોક લગાવી દીધી હતી. સાથે જ તેઓએ કાઉન્સેલર એક્સેસ આપવાનું પણ કહ્યું હતું.

હરીશ સાલ્વેએ જાધવનો પક્ષ રાખ્યો હતો
ICJમાં જાધવનો પક્ષ ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ રાખ્યો હતો. ગત વર્ષે તેઓએ એક કાર્યક્રમમાં કહ્યું હતું- જાધવના છુટકારા માટે ભારત સરકારે પાકિસ્તાન સાથે 'બેક ડોર' વાતચીત કરી હતી.

NSA અજીત ડોભાલ પોતે પાકિસ્તાનના ત્યારના NSA નાસિર ખાન જંજુઆ સાથે આ માટે વાત કરી હતી. જો કે આ વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતને આશા છે કે પાકિસ્તાન સાથે 'બેક ડોર' વાતચીત કરવા પર અમે તેઓને મનાવી લઈશું. અમે માનવીય આધારે જાધવના છુટકારાની વાત કરી રહ્યાં હતા, પરંતુ એવું ના થયું. પાકિસ્તાને કુલભૂષણનો મામલો પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દા બનાવી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...