શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો:મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી

મથુરા2 મહિનો પહેલા
  • વિવાદિત સ્થળ પર CCTV કેમેરા લગાવવા અરજદારે માંગ કરી છે

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર મથુરા કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો છે. હવે આ મામલે સિવિલ કોર્ટ સુનાવણી કરશે. શ્રીકૃષ્ણ જન્મભૂમિના મુખ્ય પક્ષકાર મનીષ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈદગાહમાં જે જગ્યાએ નમાઝ અદા કરવામાં આવે છે, ત્યાં જ ભગવાન શ્રીકૃષ્ણનું ગર્ભ ગૃહ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિવાદી પક્ષ પુરાવાનો નાશ કરી રહ્યો છે. આ કારણે અહીં 24 કલાક ચાલુ રહેતા CCTV કેમેરા લગાવવામાં આવે.

2020માં આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો
મથુરાની કોર્ટમાં 25 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીકૃષ્ણ વિરાજમાન દાવો કરવામાં આવ્યો હતો. તેમાં 20 મહિનામાં 19 વખત સુનાવણી થઈ છે. જોકે અત્યાર સુધીમાં જિલ્લા કોર્ટમાંથી એ નિર્ણય થઈ શક્યો નથી કે આ દાવો ચાલવા યોગ્ય છે કે હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી થશે.

મથુરામાં કૃષ્ણ મંદિરની પાસે ઈદગાહ મસ્જિદ આવેલી છે.
મથુરામાં કૃષ્ણ મંદિરની પાસે ઈદગાહ મસ્જિદ આવેલી છે.

મામલામાં બીજા 5 ભક્તોએ પક્ષકાર બનીને અરજી કરી
25 સપ્ટેમ્બર 2020ના રોજ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. સુનાવણી પછી 30 સપ્ટેમ્બરે દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ વિરાજમાન મામલામાં 12 ઓક્ટોબરે જિલ્લાની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. 16 ઓક્ટોબરે જિલ્લા જજની કોર્ટે તેનો અસ્વીકાર કરીને ચાર પ્રતિવાદીઓને નોટીસ ઈસ્યુ કરી હતી. આ મામલામાં બીજા 5 ભક્તોએ પક્ષકાર બનીને અરજી કરી હતી. પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ વીરેન્દ્ર અગ્રવાલ, યોગેશ આવા, અજય ગોયલ, કેશ્વચાર્ય અને વીરેન્દ્ર પોઈયાએ પક્ષકાર બનીને અરજી કરી. આ પહેલા અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભા, માથુર ચતુર્વેદ પરિષદ અને હિન્દુ મહાસભાએ પક્ષકાર બનવા માટે દાવો કરી ચુકી છે.

શું છે સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈન, રંજના અગ્નિહોત્રી અને સાત અન્ય લોકોએ અરજી કરીને કહ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંધ નામથી એક સોસાયટી 1 મે 1958માં બનાવવામાં આવી હતી. 1977માં તેનું નામ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન કરવામાં આવ્યું હતું. તે પછીથી 12 ઓક્ટોબર 1968ના રોજ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી મસ્જિદ ઈદગાહના પ્રતિનિધિઓ વચ્ચે એક સમાધાન કરવામાં આવ્યું હતું. જે ભગવાન કેશવદેવ અને તેમના ભક્તોના હિતો અને ભવનાઓથી વિપરીત હતી. 17 ઓક્ટોબર 1968ના રોજ આ કરાર રજૂ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બર 1968ના રોજ સબ રજિસ્ટ્રાર મથુરાને ત્યાં તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કરારના આધારે સિવિલ સૂટ 43, વર્ષ 1967ને સિવિલ જજ મથુરાની કોર્ટમાંથી કાયદાકીય કરાર મળ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કટરા કેશવ દેવની સંપત્તિ ટ્રસ્ટની છે. શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનને તેનો માલિકી હક ન આપી શકાય. આ કારણે આ કરાર ગેરકાયદેસર છે, બીજી તરફ કટરા કેશવ દેવની સંપત્તિ પર પણ શાહી મસ્જિદ ઈદગાહનો અધિકાર ન હોઈ શકે. આ કારણે તેની પર કરવામાં આવેલું નિર્માણ પણ ગેરકાયદેસર છે. આ આધાર પર શાહી મસ્જિદ ઈદગાહને હટાવવાની વાત કહેવામાં આવી છે. શ્રીકૃષ્ણ જન્મસ્થાન મામલામાં કટરા કેશવ દેવ વિરુદ્ધ શાહી ઈદગાહ કેસના વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહ એડવોકેટે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી કરીને બનારસની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...