તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kovind Will Undergo Bypass Surgery At AIIMS On March 30. He Was Admitted To Army Hospital On Friday After Complaining Of Chest Pain.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિની તબિયત સ્થિર:AIIMSમાં 30 માર્ચના રોજ કોવિંદની બાયપાસ સર્જરી થશે, શુક્રવારે છાતીમાં દુખાવાની ફરિયાદ પછી આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
26 માર્ચના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા - Divya Bhaskar
26 માર્ચના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
  • રાષ્ટ્રપતિ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો

રામનાથ કોવિંદને આર્મી હોસ્પિટલમાંથી દિલ્હી AIIMSમાં રેફર કરાયા છે. રાષ્ટ્રપતિ સચિવાલયમાંથી મળેલી જાણકારી મુજબ AIIMSમાં ડોક્ટરોએ તેમની તપાસ કર્યા પછી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપી છે. આ સર્જરી 30 માર્ચના રોજ સવારે કરાય તેવી સંભાવના છે. 26 માર્ચના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રાષ્ટ્રપતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

PM મોદીએ કોવિંદના પુત્ર સાથે વાત કરી
શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિંદના પુત્ર સાથે ફોન પર વાત કરી હતી અને રાષ્ટ્રપતિની તબિયત પુછી હતી. મોદીએ રાષ્ટ્રપતિ ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી. મોદી હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે.

બાંગ્લાદેશને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી
આ પહેલા કોવિંદે બાંગ્લાદેશને તેમના આઝાદીની 50 પર શુભકામના પાઠવી હતી. તેમણે બન્ને દેશોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

3 માર્ચે લીધી હતી કોરોનાની વેક્સિન
રાષ્ટ્રપતિ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને વેક્સિન લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સફળતાપૂર્વક દેશમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો