• Gujarati News
  • National
  • Kota,rajasthan,A Man And A Woman Claim That Iron Items Sticking To Their Hands After Vaccination

મેગ્નેટિક મેન એન્ડ વુમન!:મહિલા અને પુરુષનો દાવો- વેક્સિન લીધા પછી લોખંડની વસ્તુઓ હાથ પર ચોંટવા લાગી; ડૉકટરો પણ અચંબિત

5 મહિનો પહેલા
  • મહિલા અને પુરુષના હાથ પર કાતર-ફોનથી લઈને રૂપિયાના સિક્કા પણ ચોંટવા લાગ્યા

મહારાષ્ટ્ર પછી રાજસ્થાનના કોટામાં વેક્સિનેશન પછી અચંબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંયા એક પુરૂષ અને મહિલાનો દાવો છે કે વેક્સિન લીધા પછી એમના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ ગઈ હતી. હવે એમના હાથ ઉપર સિક્કા, કાતર અને સોયની સાથે અન્ય લોખંડની વસ્તુઓ પણ ચોંટી જાય છે. જેમ એક ચુંબક અને લોખંડની વસ્તુઓ એકબીજા સાથે ચોંટી જાય છે, એવીજ રીતે આ કિસ્સામાં શરીર સાથે લોખંડની વસ્તુઓ ચોંટી જાય છે. રાજસ્થાનના નિવાસી મહિલા, લતા અને પુરુષ સજ્જન સિંહ પાડોશી છે.

ડાબો હાથ લોખંડના સંપર્કમાં આવતા ચામડી ખેંચાતી હતી.
ડાબો હાથ લોખંડના સંપર્કમાં આવતા ચામડી ખેંચાતી હતી.

સજ્જન સિંહ બેભાન થયા
સજ્જન સિંહ એક ફોટોગ્રાફર છે. 24 મેના રોજ તેઓએ RAC ગ્રાઉન્ડ કેમ્પમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એના બીજા જ દિવસે તે ખરીદી કરવા માટે મોલમાં પહોંચ્યા હતા અને ત્યાં અચાનક બેભાન થઈ ગયા હતા. એ સમયે સજ્જન સિંહને કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ હતી. લગભગ 8 દિવસ પહેલા ડૉકટરે આની દવા આપી હતી. ગત 3-4 દિવસથી જ્યારે પણ સજ્જન સિંહનો ડાબો હાથ કોઈ લોખંડના સંપર્કમાં આવે છે, ત્યારે ચામડી ખેંચાવા લાગે છે. ત્યારપછી જે જગ્યાએ વેક્સિનનો ડોઝ લીધો હતો, એ હાથના ભાગ ઉપર સિક્કા, સોય, પેન ડ્રાઈવ અને કાતર જેવી વસ્તુઓ ચોંટવા લાગી હતી. સજ્જન સિંહની પાડોશી સાથે પણ આ ઘટના સર્જાઈ હતી.

મહિલાના હાથ પર મોબાઈલ પણ ચોંટી ગયો
મહિલાના હાથ પર મોબાઈલ પણ ચોંટી ગયો

મહિલાના શરીરમાં પણ ચુંબકીય શક્તિ
સજ્જન સિંહ જેવી જ ફરિયાદ એમની પાડોશી લતાને સામે આવી હતી. જેથી લતાએ પણ હાથ ઉપર કાતર, સિક્કા નજીક લાવીને જોયા તો અચાનક એ ચોંટી ગયા હતા. લતાએ તો પોતાના હાથ પર લોખંડના કવર વાળો ફોન ચોંટાડીને પણ બતાવ્યો હતો. લતાએ 2 મહિના પહેલા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

મહિલાએ 2 મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો.
મહિલાએ 2 મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો.

વિવિધ પદ્ધતિ દ્વારા વાતની પુષ્ટી કરી
પહેલા આ બંને પાડોશીઓને લાગ્યું કે કદાચ હાથ ઉપર પરસેવો હોવાથી બધી વસ્તુઓ ચોંટી રહી છે. પરંતુ તેઓએ બંને હાથ પરથી પરસેવો સાફ કર્યા પછી પ્રયાસ ધર્યો હતો. ત્યારપછી મહિલા અને પુરુષે હાથમાં પાવડર લગાવ્યો અને ફરીથી કાતર, સિક્કા અને પેનડ્રાઈવ ચોંટાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ બધી વસ્તુઓ ચોંટી શકી નહોતી, પરંતુ શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો.

નોટઃ સજ્જન સિંહ અને લતાના દાવાઓની ભાસ્કર પુષ્ટી કરતું નથી. આ અંગે પુરુષ અને મહિલાએ વિવિધ ડૉકટરોને પણ બતાવ્યું હતું, જે તમામ અચંબિત થઈ ગયા હતા. પરંતુ એકપણ ડૉકટરે આ સવાલનો જવાબ આપ્યો નહતો અને ચુપ્પી સાધી હતી.

અન્ય સમાચારો પણ છે...