• Home
  • National
  • Kolhapur barber gives haircut with gold scissors to first customer in 3 months as salons reopen

અનોખા હેરકટ / લોકડાઉન બાદ ત્રણ મહિને દુકાન ખૂલતાં કોલ્હાપુરના હેરડ્રેસરે પહેલા કસ્ટરમરના હેરકટ સોનાની કાતરથી કર્યા

Kolhapur barber gives haircut with gold scissors to first customer in 3 months as salons reopen
X
Kolhapur barber gives haircut with gold scissors to first customer in 3 months as salons reopen

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:24 PM IST

મહારાષ્ટ્રમાં સરકારે પાર્લર અને સલૂનને ફરી ખોલવા માટે મંજૂરી આપતા 52 વર્ષીય હેરડ્રેસરે તેની ખુશી અલગ રીતે જ દર્શાવી છે. રામભાઉ સંકલ્પ નામના કોલ્હાપુરના હેરડ્રેસરે સોનાની કાતરથી તેના પહેલા કસ્ટમરના વાળ કાપ્યા હતા. તેઓ તેમના દીકરા સાથે વર્ષોથી આ દુકાન ચલાવે છે. લોકડાઉનમાં દુકાન બંધ હોવા છતાં તેમને ગુજરાન ચલાવી લીધું હતું. પણ જ્યારે દુકાન ફરી શરૂ થઇ ત્યારે તેમણે પોતાની ખુશી યુનિક રીતે પ્રગટ કરવાનું નક્કી કર્યું.

તેઓ આ ધંધામાં ઘણા વર્ષોથી છે અને તેમાંથી બચત કરીને 10 તોલાની સોનાની કાતર બનાવડાવી હતી. મુંડન સેરેમનીમાં આ કાતરથી બાળકના વાળ કાપવાની ઘણી ડિમાન્ડ છે. મેં આ સોનાની કાતરથી મારા પહેલા કસ્ટમરના વાળ કાપી ધંધા ફરી શરૂ થવાની ખુશી વ્યક્ત કરી હતી.

સંકલ્પનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરેલ તમામ ગાઇડલાઇન્સને તેઓ ફોલો કરી રહ્યા છે. માસ્ક પહેરી સેનિટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરે છે તેમના કસ્ટમર પાસે પણ કરાવે છે. ખુરશી પણ અમે યોગ્ય રીતે સેનિટાઇઝ કરીએ છીએ જેથી હાઇજીન મેન્ટેન કરી શકાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી