નવી દિલ્હી: કોરોના વાઈરસને રોકવા માટે દેશને 21 દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યો છે. લોકડાઉન 24 માર્ચ રાત્રે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યું છે અને 14 એપ્રિલ સુધી રહેશે. 21 દિવસના લોકડાઉન પાછળ એ જ કારણ દર્શાવવામાં આવે છે કે કોઈ વ્યક્તિને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હોય તો તે 14 દિવસની અંદર ખબર પડી શકે. તેના 5થી 7 દિવસની અંદર બીજાને ઈન્ફેક્શન થઈ શકે છે. દેશમાં કોરોના વાઈરસ અત્યારે બીજા સ્ટેજમાં છે અને ત્રીજા સ્ટેજ તરફ જઈ રહ્યો છે. તેનાથી બચવા માટે જ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો લોકડાઉન કરવામાં ન આવતું તો કોરોના વાઈરસના કેસ ઝડપથી વધવાનું જોખમ હતું. આ સિવાય અન્ય 4 કારણો છે, જેના કારણે દેશમાં લોકડાઉન ખૂબ જરૂરી છે...
પહેલો તબક્કો: દર 1 કિમીએ 450થી વધારે લોકો રહે છે
દેશમાં 137 કરોડથી વધારે વસ્તી છે. સૌથી વધારે વસ્તી ધરાવવાના કેસમાં ભારત ચીન પછી બીજા નંબરે છે. પરંતુ પોપ્યુલેશન ડિસ્ટન્સના મામલે આપણે ચીન અને પાકિસ્તાન કરતાં પણ આગળ છીએ. વર્લ્ડ બેન્કના આંકડા જણાવે છે કે, આપણાં દેશમાં દર 1 કિમીએ સરેરાશ 455 લોકો રહે છે. ચીનમાં આ આંકડો 148 અને પાકિસ્તાનમાં 275 છે. જો લોકો ઘરમાં નહીં રહે તો દેશમાં કોરોના વાઈરસ ફેલાવાનું જોખમ વધી જશે.
બીજુ કારણ: ભારતમાં દરેક ઘરમાં એવરેજ 5 લોકો
એક અંદાજ પ્રમાણે દેશમાં દરેક ઘરમાં સરેરાશ 5 લોકો રહે છે. અંદાજે 40 ટકા પરિવારો જોઈન્ટ ફેમિલીમાં રહે છે. મોટા ભાગના ભારતીય ઘરોમાં ત્રણ પેઢી સાથે રહે છે. 75 ટકા ભારતીયો બે રૂમ કરતાં પણ નાના મકાનમાં રહે છે. પરિવારમાં જો કોઈ એક વ્યક્તિ પણ ઘરની બહાર જાય અને તેને ઈન્ફેક્શન લાગે તો તેનાથી પરિવારના દરેક સભ્યને ઈન્ફેક્શન લાગી શકે છે.
ત્રીજુ કારણ: રોજન ટ્રેનથી 2.5 કરોડ યાત્રીઓ મુસાફરી કરી છે
લોકડાઉનમાં 31 માર્ચ સુઘી ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. ટ્રેનોને બંધ કરવી એટલા માટે જરૂરી છે કારણકે એક સરકારી રિપોર્ટ પ્રમાણે 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ લાગુ થયો હતો. ત્યારે પણ રેલવેના કારણે આ ફ્લૂ વધારે ફેલાયો હતો. રેલવે મંત્રાલયની 2018-19ના રિપોર્ટ પ્રમાણે આ દરમિયાન વર્ષમાં 844 કરોડ યાત્રીઓએ મુસાફરી કરી છે. એટલે કે રોજ 2.5 કરોડ યાત્રીઓએ મુસાફરી કરી છે.
ચોથું કારણ: એક કોરોના પોઝિટિવ 3ને ઈન્ફેક્શન લગાડે છે
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 25 ટકા કેસમાં લોકોને ખબર નથી પડતી કે તેમને કોરોનાનું ઈન્ફેક્શન લાગ્યું છે. આ લોકો અજાણતા અન્યને ઈન્ફેક્શન લગાવે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ એક વ્યક્તિ અન્ય 3 લોકોને ઈન્ફેક્શન લગાવે છે.
લોકડાઉનનો શું ફાયદો થશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.