• Gujarati News
  • National
  • Know Why A Statement Of The Sangh Chief Reverses The Entire Election, Many Times BJP Itself Has Become Uncomfortable With His Statement.

UP ચૂંટણી પહેલાં ભાગવતનું નિવેદન ચર્ચામાં:જાણો સંઘ-પ્રમુખનું એક નિવેદન કેવી રીતે ચૂંટણી પલટાવી દે છે? ઘણી વખત BJP પણ તેમના નિવેદનથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે

9 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી

કેવી રીતે મનપરિવર્તન થઈ જાય છે? આપણા દેશનાં છોકરા-છોકરીઓ બીજા ધર્મમાં કેવી રીતે જતા રહે છે? નાના-નાના સ્વાર્થને કારણે, લગ્ન કરવા માટે. આપણાં બાળકોને આપણે તૈયાર કરીએ છીએ. આપણે આ વિશે ઘરમાં સંસ્કાર આપવા પડશે.

આ નિવેદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS-પ્રમુખ મોહન ભાગવતનું છે. તેમણે આ નિવેદન ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં RSS કાર્યકર્તાઓ અને તેમના પરિવારોને સંબોધિત કરતાં સમયે આપ્યું હતું.

ભાગવતના આ નિવેદનને હવે લવ-જેહાદ સાથે જોડવામાં આવી રહ્યું છે અને એ વિશે UPમાં વધારે ચર્ચા થઈ રહી છે. ત્યાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે અને લવ-જેહાદ પર કાયદો પણ બનાવવામાં આવ્યો છે.

BJP લવ-જેહાદના બહાને હિન્દુઓને સાથે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ સંજોગોમાં સંઘ-પ્રમુખનું હાલ કરેલું નિવેદન યોગી સરકારને મદદરૂપ થાય એવું છે. જેવી સંઘની વિચારસરણી છે એવી જ સરકારની વિચારસરણી લાગી રહી છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ક્યારેય પણ ક્યાંક ચૂંટણી થવાની હોય ત્યારે સંઘ-પ્રમુખનું કોઈ ને કોઈ નિવેદન ચોક્કસ સામે આવે છે, જે આખા દેશમાં ચર્ચાનો વિષય બને છે અને એની પોલિટિક્સ અસર પણ થાય છે.

બીજી બાજુ, એવું નથી કે સંઘ-પ્રમુખનાં નિવેદનો હંમેશાં બીજેપીને ફાયદો જ કરાવે છે, પરંતુ ઘણી વખત બીજેપીનાં નિવેદનો પોતાના માટે જ મુશ્કેલી પણ ઊભી કરે છે. એનું સૌથી મોટું ઉદાહરણ છે બિહાર.

એ સમયે ચૂંટણી બીજેપીના હાથમાં હતી, પરંતુ સંઘ-પ્રમુખ મોહન ભાગવતે આરક્ષણની સમીક્ષાની વાત કહીને આખી ચૂંટણીમાં પલટો લાવી દીધો હતો. લાલુ યાદવે મુદ્દો પકડી લીધો અને એને એટલો ચગાવ્યો કે એની અસર સત્તા સુધી પહોંચી.

તો શું સંઘ-પ્રમુખ જાણીજોઈને આવું નિવેદન આપે છે, જે ચર્ચામાં આવે અને એની રાજકીય અસર થાય? એના જવાબમાં 'સંઘમ શરણમ્ ગચ્છામિ'ના લેખક અને આરએસએસને ઘણા સમયથી કવર કરનાર સિનિયર જર્નલિસ્ટ વિજય ત્રિવેદીએ કહ્યું હતું કે RSS-પ્રમુખ હંમેશાં પ્રવાસમાં રહેતા હોય છે. તેઓ અલગ અલગ સભાઓમાં સ્વયંસેવકોને સંબોધિત કરતા હોય છે. જ્યારે ચૂંટણીનો ટાઈમ હોય ત્યારે તેમનાં નિવેદનોને ચૂંટણી રેફરન્સમાં લેવામાં આવે છે, પરંતુ એ વાત સાચી નથી કે તેઓ હંમેશાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નિવેદનો કરે છે.

જો આવું હોત તો તેઓ બિહારમાં ચૂંટણી પહેલાં આરક્ષણ સમીક્ષાની વાત ના કરત, કારણ કે એનાથી તો બીજેપીને નુકસાન થવાનું નક્કી જ હતું અને જે થયું પણ ખરું. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018થી ભાગવતે હિન્દુ અને મુસ્લિમોને એક એજન્ડા પર લાવવાનાં નિવેદનો આપ્યાં છે. મુસ્લિમોને એકજૂથ કરવાનું તેમનું નિવેદન સાહસિક માનવામાં આવે છે, પરંતુ મુશ્કેલીની વાત એ છે કે સંઘમાં એ સ્વીકાર્ય નથી. ઘણીવાર બીજેપી પણ ભાગવતનાં નિવેદનોથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

કદાચ અત્યારે જે નિવેદન તેમણે આપ્યું એને લવ-જેહાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. એ વિશે એક મોટી ડિબેટ સંઘ અને બીજેપી વચ્ચે ચાલી રહી છે. આ નિવેદનને ચૂંટણીની નજરથી પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે યુપીમાં લવ-જેહાદ પર યોગી સરકાર સક્રિય છે અને ત્યાં ચૂંટણી પણ આવી રહી છે. યોગી સરકાર ત્યાં હિન્દુત્વ ગ્રુપને સાથે રાખીને કામ કરવા માગે છે, તેથી આ નિવેદનની પોલિટિકલ અને ઈલેક્ટોરલ બંને અસર થવાની શક્યતા છે.

જાણો સંઘ-પ્રમુખના એવાં નિવેદનો જે ચર્ચામાં આવ્યાં

જુલાઈ 2021નું નિવેદન: 7 રાજ્યો (UP, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર, ગુજરાત, હિમાચલ પ્રદેશ)માં ચૂંટણી
'ભારતીયોનું DNA એક છે અને મુસ્લિમોએ ડરના આ ચક્રમાં ના ફસાવું જોઈએ કે ભારતમાં ઈસ્લામને જોખમ છે. જે લોકો મુસ્લિમોને દેશ છોડવા માટે કહે છે તેઓ પોતાની જાતને હિન્દુ ના કહી શકે.'

(રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આપેલું નિવેદન)

'એ સાબિત થઈ ગયું છે કે આપણે છેલ્લાં 40 હજાર વર્ષથી એક પૂર્વજોના વંશજ છીએ. દરેક ભારતીયોનું DNA એક છે, ભલે પછી તે કોઈપણ ધર્મના કેમ ના હોય. એમાં હિન્દુ-મુસ્લિમ એકજૂથ થવા જેવી કોઈ વાત નથી. દરેક લોકો પહેલેથી જ સાથે છે.'

(તેઓ ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના સલાહકાર રહેલા ડૉ. ખ્વાજા ઈફ્તખારના પુસ્તક 'વૈચારિક સમન્વય-એક વ્યવહારિક પહેલ' રિલીઝ કરતાં સમયે બોલ્યા હતા.

2019નું નિવેદન: લોકસભા સાથે જ આંધ્રપ્રદેશ, અરુણચાલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશામાં ચૂંટણી હતી
RSS પોતાના વલણ પર અડગ છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે કાયદો પસાર કરવામાં આવે. તેમણે કહ્યું, મારું આ મુદ્દે સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. અયોધ્યામાં માત્ર રામ મંદિર બનશે. ભગવાન રામમાં જ અમારી આસ્થા છે.

2018નું નિવેદન: કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણી હતી
આપણે કહીએ છીએ કે આપણું હિન્દુ રાષ્ટ્ર છે, તેનો અર્થ કે તેમાં કોઈ મુસ્લિમ ના જોઈએ, આવું બિલકુલ ના હોય. જે દિવસે એવું કહેવામાં આવશે કે અહીં કોઈ મુસ્લિમ ના જોઈએ, તે દિવસે હિન્દુત્વ નહીં રહે.
હિન્દુઓને સંપ્રદાયમાં વહેચવામાં આવે છે, જે કોઈ પણ દેશ અને સમાજ માટે ઘાતક થઈ શકે છે.

2017નું નિવેદન: UP, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હતી
કોણ છીએ આપણે બધા લોકો, આટલા પંથ-સંપ્રદાય, આટલી જાતી-ઉપજાતિ, ખાણી-પીણી, રીતી-રિવાજ, રાજ્યોને જોડનાર સૂત્રો શું છે? તે સૂત્ર છે હિન્દુ, હિન્દુત્વ, હિંદુવાદ નહીં હિંદુત્વ.
મુસ્લિમોની પ્રાર્થના કરવાની રીત અલગ હોઈ શકે પરંતુ તેમની રાષ્ટ્રીયતા હિન્દુ છે. ભારત વર્ષના સમાજને દુનિયા હિન્દુ કહે છે. દરેક ભારતીય હિન્દુ છે અને આપણે બધા એક છીએ.

2015નું નિવેદન: બિહાર-દિલ્હીમાં ચૂંટણી હતી
લોકતંત્રમાં આપણી થોડી અપેક્ષાઓ રહે છે, તેથી અમુક ગ્રૂપ બની જાય છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે અપેક્ષાઓ અન્યની કિંમત પર ના હોય. સિવિલ સોસાયટીના પ્રતિનિધિત્વવાળા કમિટી એ નક્કી કરે તે અનામત કોને મળે અને ક્યાં સુધી મળે.
24 ફેબ્રુઆરી 2015ના રોજ કહ્યું હતું કે, મધર ટેરેસા જેવી સેવા અહીં નથી. આ સેવા બહુ સારી નથી હોતી. પરંતુ તેની પાછળ એક હેતુ હતો કે જે સેવા જેની કરવામાં આવે છે તે કૃતજ્ઞતાથી ઈસાઈ બની જાય છે.

ઓગસ્ટ 2014નું નિવેદન: મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓરિસ્સા, સિક્કમ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હતી
જો ઈંગ્લેન્ડમાં રહેતા દરેક લોકો અંગ્રેજ, જર્મનીમાં રહેતા જર્મન, અમેરિકામાં રહેતા અમેરિકન કહેવાય છે તો હિન્દુસ્તાનમાં રહેતા દરેક લોકો હિન્દુ કેમ ના હોઈ શકે.

અન્ય સમાચારો પણ છે...