તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Do You Know What This Animal Is ?: Burning Embers; The Crane Came To Catch The Leader Of The Opposition

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:આ પ્રાણી કયું છે ઓળખો છો?: ધરતીએ કાઢ્યો ધગધગતો ઉકળાટ; વિપક્ષના નેતાને પકડવા ક્રેન આવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પ્રાણીને ઓળખી બતાવો. ના ખબર પડી તો જૂઓ આગળની તસવીરો. - Divya Bhaskar
આ પ્રાણીને ઓળખી બતાવો. ના ખબર પડી તો જૂઓ આગળની તસવીરો.

પોતાના જ ઊનથી ઢંકાઈ ગયું ઘેટું

ઊનથી ઢંકાયેલા આ બારાક નામના ઘેટાની હાલત ઊનના વજનથી દયનીય થઈ ગઈ હતી.
ઊનથી ઢંકાયેલા આ બારાક નામના ઘેટાની હાલત ઊનના વજનથી દયનીય થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં એક ઘેટું મળી આવ્યું, જેના શરીર પર એટલું ઊન હતું કે તે પોતે પોતાના જ ઊનથી ઢંકાઈ ગયું. તેના શરીર પર ઊનનો મોટો જથ્થો હોવાથી તેના વજનથી તે માંડ હરીફરી શકતું હતું. આખરે વનકર્મીઓની નજરે પડ્યા પછી ઘેટાનો બોજ ઉતરી શક્યો હતો.

રેસ્ક્યુ કર્મચારીઓએ આ ઘેટાના શરીર પરથી ઊનનો જથ્થો ઉતારીને તેને હળવાશનો અનુભવ કરાવ્યો.
રેસ્ક્યુ કર્મચારીઓએ આ ઘેટાના શરીર પરથી ઊનનો જથ્થો ઉતારીને તેને હળવાશનો અનુભવ કરાવ્યો.

બારાક નામના આ ઘેટાના શરીર પરથી એક સામાન્ય ગાદલું બની જાય એટલું ઊન ઉતર્યું. તેના શરીર પરથી ઉતારેલા ઊનનું વજન કરવામાં આવ્યું તો 35 કિલો વજન થયું હતું. ઊનનો જથ્થો એટલો જામ્યો હતો કે આ ઘેટું બરાબર જોઈ પણ શકતું નહોતું. ઊનના વજનથી તેની હાલત દયનીય થઈ ગઈ હતી.

માઉન્ટ એટનાના ધગધગતા લાવાથી સુનામીનું જોખમ

માઉન્ટ એટના જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા નીકળી રહ્યો છે જેનું તાપમાન ભલભલી ચીજોને પીગળાવી દે એવું છે.
માઉન્ટ એટના જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા નીકળી રહ્યો છે જેનું તાપમાન ભલભલી ચીજોને પીગળાવી દે એવું છે.

ઈટાલીનો એટના જ્વાળામુખી 15 દિવસમાં ત્રીજી વાર ફાટ્યો હતો. ત્યારે 1500 મીટરની ઊંચાઈ સુધી ધુમાડો ઊડ્યો અને બે કિ.મી. દૂર સુધી રાખ ફેલાઈ હતી. જ્વાળામુખી ફાટ્યા બાદ 1128 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સમાન ધગધગતા લાવાની નદીઓ વહેવા લાગી હતી. આ ઘટના પછી સિસલી ટાપુની આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવાયા હતા. વિજ્ઞાનીઓ કહે છે કે એટના 7 લાખ વર્ષ જૂનો અને દુનિયાનો બીજો સૌથી સક્રિય જ્વાળામુખી છે. તે દર વર્ષે 10 લાખ ટન લાવા, 70 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ પેદા કરે છે. વિજ્ઞાનીઓ માને છે કે જો તેનો લાવા સમુદ્રમાં ભળતો રહેશે તો ભયાનક સુનામી ત્રાટકી શકે છે.

વિપક્ષી નેતાને પકડવા માટે ક્રેન આવી!

જ્યોર્જિયામાં વિપક્ષી નેતા નિકા મેલિયાની નાટકીય ઢબે ધરપકડ કરાઇ.
જ્યોર્જિયામાં વિપક્ષી નેતા નિકા મેલિયાની નાટકીય ઢબે ધરપકડ કરાઇ.

જ્યોર્જિયામાં વિપક્ષી નેતા નિકા મેલિયાની નાટકીય ઢબે ધરપકડ કરાઇ. યુનાઇટેડ નેશનલ મૂવમેન્ટ (યુએનએમ)ના મુખ્ય કાર્યાલયની બહાર ગેટ પર તાળું મારેલું હતું. પોલીસે તાળું તોડીને ફાયર બ્રિગેડની ક્રેન બોલાવીને છઠ્ઠા માળેથી નિકાની ધરપકડ કરી. તબિલિસી કોર્ટે નિકાને 2019માં સરકારવિરોધી દેખાવો દરમિયાન મોટા પાયે હિંસા આચરવાના આરોપ મામલે સુનાવણી પહેલાં કસ્ટડીમાં લેવા આદેશ કર્યો હતો. નિકાએ જામીનની રકમપેટે 12 હજાર ડોલર (અંદાજે 9 લાખ રૂ.) જમા કરાવવાનો ઇનકાર કર્યા બાદ કોર્ટે આ પગલું ભર્યું, જેના પગલે નિકા પક્ષના મુખ્ય કાર્યાલયમાં છુપાયા હતા. નિકા દોષિત ઠરે તો તેમને 9 વર્ષની જેલ થઇ શકે છે. જોકે, તેમણે આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા.