જ્ઞાનવાપી મસ્જિદ સરવે:જાણો મૂર્તિઓ, કળશથી લઈને શિવલિંગ સુધી આ ત્રણ દિવસમાં શું શું મળ્યું?

વારાણસીએક મહિનો પહેલા
  • શિવલિંગ મળ્યા પછી લોકોએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસ સુધી ચાલેલું સરવેનું કામ આજે પૂરું થયું છે. ત્રીજા દિવસના સરવેમાં ટીમે નંદિની મૂર્તિની પાસેના કૂવાની તપાસ કરી હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનનો દાવો છે કે કૂવાની અંદરથી શિંવલિંગ મળ્યું છે અને એનો કબજો મેળવવા માટે તેઓ સિવિલ કોર્ટમાં જઈ રહ્યા છે, જોકે હિન્દુ પક્ષના દાવાને મુસ્લિમ પક્ષે ફગાવી દીધો છે.

ત્રીજા દિવસે ટીમે એ કૂવાની ચકાસણી કરી, જે નંદિની મૂર્તિની પાસ છે. પ્રાચીન કૂવાની વીડિયોગ્રાફી માટે અંદર વોટરપ્રૂફ કેમેરો નાખવામાં આવ્યો હતો. ત્રીજા રાઉન્ડની સાથે જ સરવેનું કામ પૂરું થયું છે. ત્રણ દિવસના સરવેમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાંથી લઈને ગુંબજ અને પશ્ચિમી દીવાલોની વીડિયોગ્રાફી કરવામાં હતી. હવે આ પુરાવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ ફોટો જ્ઞાનવાપીના ગુંબજનો છે, જે 1990નો કહેવાય છે. ટીમે આ કોતરેલા ગુંબજની વીડિયોગ્રાફી કરી હતી.
આ ફોટો જ્ઞાનવાપીના ગુંબજનો છે, જે 1990નો કહેવાય છે. ટીમે આ કોતરેલા ગુંબજની વીડિયોગ્રાફી કરી હતી.

12 ફુટ 8 ઇંચનું શિવલિંગ
હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે વજુખાનામાં 12 ફૂટ 8 ઈંચનું શિવલિંગ મળ્યું છે. તેમનું કહેવું છે કે આ શિવલિંગ નંદિજીની સામે છે. શિવલિંગ 12 ફૂટ 8 ઈંચનું છે, શિવલિંગ મળ્યા પછી લોકોએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા.

હિન્દુ પક્ષકાર બોલ્યા- આજે ભોળાનાથ મળી ગયા
વાદી મહિલા લક્ષ્મી દેવીના પતિ અને સરવે ટીમમાં સામેલ સભ્ય સોહનલાલ આર્યએ કહ્યું હતું કે આજે ભોળાનાથ મળી ગયા છે. એનાથી વધુ હું કઈ જ નહિ બોલું. જે ઈતિહાસકારોએ લખ્યું હતું એ મળી ગયું છે. જેમની રાહ જોઈ રહ્યા હતા તે ભોળાનાથ મળી ગયા છે. જે વિચાર્યું હતું એનાથી વધુ પરિણામ મળ્યું છે, હવે પછી પશ્ચિમની દીવાલમાં 75 ફૂટ લાંબા અને 35 ફૂટ ઊંચા કાટમાળની તપાસ કરાવવાની માંગ કરીશું.

ગઈકાલે 8 વાગ્યાથી જ્ઞાનવાપીમાં ફરી સરવે કરવામાં આવ્યો હતો. ઉપરના રૂમમાં જવા માટે સીડીઓ મગાવવામાં આવી હતી.
ગઈકાલે 8 વાગ્યાથી જ્ઞાનવાપીમાં ફરી સરવે કરવામાં આવ્યો હતો. ઉપરના રૂમમાં જવા માટે સીડીઓ મગાવવામાં આવી હતી.

ત્રણ દિવસ સુધી ચાલ્યો સરવે, તમામ પુરાવા એકત્રિત
જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય કાયદાકીય રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. પુરાવાઓના ફોટા પાડવામાં આવ્યા છે. ભોંયરાથી લઈને અંદર સુધીનો વીડિયો તૈયાર થઈ ગયો છે. ત્રીજા રાઉન્ડમાં સરવેનું કામ થઈ ગયું છે. હવે સત્યની રાહ જોવાઈ રહી છે. આજે સરવેનો ફાઈનલ રાઉન્ડ હતો. સવારે 8 વાગ્યાથી સરવે ટીમ જ્ઞાનવાપી મસ્જિદમાં પહોંચી ગઈ હતી અને આજના બાકી રહેલા 20 ટકાના કામને સમાપ્ત કરવામાં આવ્યું હતું.

પહેલા દિવસે તમામ ચાર ભોંયરાંને ખોલાવવામાં આવ્યાં હતાં
સૂત્રોના જણાવ્યા મુજબ, નંદિની સામે બનેલા કૂવા તરફ સરવે થયો હતો. કૂંવામાં વોટર રેસિસ્ટેન્ટ કેમેરો મૂકીને અંદરથી વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જ્ઞાનવાપ મસ્જિદની અંદર 14 મેના રોજ સરવે થયો હતો. પહેલા દિવસે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સરવે થયો હતો. રાઉન્ડ-1માં તમામ 4 ભોંયરાંનાં તાળાં ખોલીને સરવે કરવામાં આવ્યો હતો.

બીજા દિવસે ગુંબજ, નમાઝ સ્થળ અને વજુ સ્થળનો સરવે
15 મેના રોજ બીજા રાઉન્ડનો સરવે થયો. બીજા દિવસે પણ ચાર કલાક સરવેનું કામ ચાલ્યું હતું. જોકે વિવિધ કાગળો તૈયાર કરાવવાના હોવાથી સરવે ટીમ દોઢ કલાક મોડી બહાર નીકળી હતી. રાઉન્ડ-2માં ગુંબજો, નમાઝ સ્થળ, વજુ સ્થળની સાથે-સાથે પશ્ચિમી દીવાલોની વીડિયોગ્રાફી થઈ હતી. મુસ્લિમ પક્ષે ચોથું તાળું ખોલ્યું હતું. સાડાત્રણ ફૂટના દરવાજાથી લઈને ગુંબજ સુધીનો સરવે થયો હતો.

નંદિની પાસે બેઠેલા લોકોનો આ ફોટો 1890ની આસપાસનો હોવાનું કહેવાય છે.
નંદિની પાસે બેઠેલા લોકોનો આ ફોટો 1890ની આસપાસનો હોવાનું કહેવાય છે.

ત્રીજા દિવસનો સરવે, શિવલિંગનો દાવો
આજે ત્રીજા દિવસે લગભગ 2 કલાક કામ ચાલ્યું હતું. આજે સરવે ટીમે નંદિની નજીકના બાકી રહેલા વિસ્તારની તપાસ કરી હતી. ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી થઈ હતી. કોર્ટની સખતીને કારણે કોઈપણ પક્ષ સરવે પર ખૂલીને બોલતો નથી, જોકે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે.

સર્પ, કળશ, ઘંટ , સ્વસ્તિક, સ્વાન મળવાનો દાવો
હિન્દુ પક્ષ દાવાઓ મજબૂત હોવાની વાત કરી રહ્યો છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષ કંઈ જ ન મળ્યું હોવાની વાત કહી રહ્યો છે. સરવેમાં સામેલ વકીલે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ત્રણ રૂમમાં સાપ, કળશ, ઘંટડીઓ, સ્વસ્તિક, સંસ્કૃતના શ્વોક અને સ્વાનની મૂર્તિઓ મળી છે, જે તેમના માટે ખૂબ જ મહત્ત્વના પુરાવા છે. આ સિવાય હિન્દુ મંદિરોના સ્તંભ મળ્યા છે.

17 મેના રોજ બહાર આવ્યું જ્ઞાનવાપીનું સત્ય
મુસ્લિમ પક્ષના વકીલે તમામ દાવાને ફગાવ્યા છે. તેમણે આ અંગે કહ્યું હતું કે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જોકે સત્ય કોર્ટમાં બહાર આવશે. કોર્ટ કમિશનર સેશન્સ કોર્ટમાં આવતીકાલે સરવે રિપોર્ટ દાખલ કરશે. સીલ બંધ રિપોર્ટ કોર્ટમાં જ ખૂલશે. પછીથી એ સ્પષ્ટ થશે કે જ્ઞાનવાપીનું સત્ય શું છે? ભોંયરાંમાંથી શું મળ્યું? ગુંબજની વીડિયોગ્રાફીમાં શું આવ્યું છે?

કોઈએ પણ માહિતી લીક કરી નથીઃ DM
સરવે પૂરો થવા પર ડીએમ કૌશલ રાજ શર્માએ કહ્યું હતું કે સરવે ટીમના કોઈપણ સભ્ય દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના સરવેની માહિતી લીક કરવામાં આવી નથી. એક સભ્યને ગઈકાલે થોડી મિનિટો માટે સરવે ટીમમાંથી હટાવવામાં આવ્યો હતો, પછીથી તેને ફરીથી સરવે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...