તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Know Interesting Facts About World Largest Vaccine Manufacturing Serum Institute Of India.

સીરમમાં PM મોદી:ઘોડાના ફાર્મ શેડથી થઈ શરૂઆત, આજે છે દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની; વિશ્વનાં 60% બાળકોને અપાઈ છે અહીંની વેક્સિન

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુણેના હડપસર વિસ્તારમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો પ્લાન્ટ આવેલો છે. - Divya Bhaskar
પુણેના હડપસર વિસ્તારમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો પ્લાન્ટ આવેલો છે.

કોરોના વેક્સિનની પ્રગતિ જોવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં જવાના છે એ દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદન કંપની છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે કંપની અત્યારસુધીમાં 1.5 બિલિયન ડોઝનું નિર્માણ કરીને બજારમાં વેચી ચૂકી છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. આ આંકડા પ્રમાણે, વિશ્વનાં 60 ટકા બાળકોને સીરમની એક વેક્સિન ચોક્કસ આપવામાં આવી હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા માન્યતાપ્રાપ્ત સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન 170 દેશમાં સપ્લાઇ થાય છે.

કંપની પોલિયો વેક્સિનની સાથે સાથે ડિપ્થીરિયા, ટેટનેસ, પોર્ટુસિસ, HIB, બીસીજી, આર-હિપેટાઈટિસ બી, ખસરા, મમ્પ્સ અને રુબેલાની વેક્સિનનું પણ નિર્માણ કરે છે.

સીરમે થોડા દિવસ પહેલાં બિલ્થોવેન બાયોલોજિકલ, નેધરલેન્ડમાં એક મોટું અધિગ્રહણ કર્યું છે.
સીરમે થોડા દિવસ પહેલાં બિલ્થોવેન બાયોલોજિકલ, નેધરલેન્ડમાં એક મોટું અધિગ્રહણ કર્યું છે.

ઘોડાના ફાર્મ શેડથી શરૂ થઈ હતી કંપની
શેરહોલ્ડર્સને હટાવી દેવામાં આવે તો સીરમ ઈન્સ્ટિટ્યૂટ માત્ર બે લોકો ચલાવે છે. અદાર પૂનાવાલા અને તેમના પિતા સાયરસ પૂનાવાલા. સાયરસ એક હોર્સ બ્રીડર હતા, જે અબજોપતિ બન્યા. અંદાજે 50 વર્ષ પહેલાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ પરિવાર ઘોડાના ફાર્મના એક શેડ નીચે શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી સાયરસને અહેસાસ થયો કે વેક્સિન લેબ માટે ઘોડાને દાન કરવાની જગ્યાએ તેઓ જાતે પણ સીરમને પ્રોસેસ કરી શકે છે અને વેક્સિન બનાવી શકે છે.

પૂનાવાલા પરિવાર આજે પણ ઘોડાના બિઝનેસમાં સામેલ છે.
પૂનાવાલા પરિવાર આજે પણ ઘોડાના બિઝનેસમાં સામેલ છે.

ટિટનસની વેક્સિનથી કંપનીની શરૂઆત કરવામાં આવી હતી સાયરસ પૂનાવાલાએ 1967માં ટિટનસની વેક્સિન બનાવીને કંપનીની શરૂઆત કરી હતી. ત્યાર પછી સાપ કરડે તો એન્ટિડોટ્સ. ત્યાર પછી ટીબી, હેપિટાઈટિસ, પોલિયો અને ફ્લૂના શોર્ટ્સ બનાવ્યા. પૂનાવાલાએ પુણેમાં ઘોડાના ફાર્મ કરતાં મોટો વેક્સિન પ્લાન્ટ તૈયાર કર્યો. ભારતને સસ્તી લેબર અને એડવાન્સ ટેક્નોલોજી સાથે મળીને સીરમ ઈન્સ્ટિટ્યૂટે ગરીબ દેશો માટે સસ્તી વેક્સિન સપ્લાઇ કરીને યુનિસેફ, પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોન્ટ્રેક્ટ મેળવ્યા. હવે પૂનાવાલા ભારતના સૌથી અમીર પરિવારોમાંથી એક છે અને તેમની સંપત્તિ 37,000 કરોડ રૂપિયા કરતાં વધારે છે.

કંપની 170 દેશમાં વેક્સિનની સપ્લાઇ કરે છે.
કંપની 170 દેશમાં વેક્સિનની સપ્લાઇ કરે છે.

કંપની દર મિનિટે 500 ડોઝનું નિર્માણ કરે છે પૂનાવાલાની કંપની દર મિનિટે વેક્સિનના 500 ડોઝ તૈયાર કરે છે. પૂનાવાલા પાસે આજકાલ સમગ્ર દુનિયાના સ્વાસ્થ્યમંત્રીઓ, વડાપ્રધાન અને તમામ પ્રમુખોના ફોન આવી રહ્યા છે, જેમની સાથે આ પહેલાં તેમની કદી વાત પણ નથી થઈ. પૂનાવાલા કહે છે, દરેક લોકો મને વેક્સિનની પહેલી બેચ માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે, પણ મેં બધાને સમજાવ્યા છે કે જુઓ, હું તમને અડધી-અધૂરી વેક્સિન ન આપી શકું.

ઓક્સફર્ડ સાથે કામ કરી રહી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ
સીરમ ઓક્સફર્ડ સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. કંપનીએ એપ્રિલમાં જ ક્લિનિકલ ટ્રાયલ્સ સમાપ્ત થતાં પહેલાં મોટા સ્તરે વેક્સિન બનાવવાની જાહેરાત કરી દીધી છે. મેની શરૂઆતમાં જ અહીં એક સીલ્ડ સ્ટીલ બોક્સમાં ઓક્સફર્ડથી દુનિયાની સૌથી વિશ્વાસુ વેક્સિનનું સોલ્યુલર મટીરિયલ આવ્યું હતું. અત્યારે કંપની તરફથી વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.

સીરમ કંપનીમાં જર્મન કંપનીના ટેક્નિશિયન્સ નવી હાઈ સ્પીડ વેક્સિન એસેમ્બ્લીને ઈન્સ્ટોલ કરતા.
સીરમ કંપનીમાં જર્મન કંપનીના ટેક્નિશિયન્સ નવી હાઈ સ્પીડ વેક્સિન એસેમ્બ્લીને ઈન્સ્ટોલ કરતા.

અદરના સીઈઓ બન્યા પછી વધી કંપનીની રેવન્યુ
જ્યારથી અદર પૂનાવાલાએ સીરમનું સીઈઓપદ સંભાળ્યું છે ત્યારથી કંપની નવાં બજારોમાં પણ વિસ્તરણ કરી રહી છે. એનાથી કંપનીની રેવન્યુ 5900 કરોડથી વધારે થઈ ગઈ છે. અદર કહે છે, તેમના પરિવારને જીવન બચાવવાની વેક્સિન બનાવવાની જગ્યાએ ફેન્સી કાર અને જેટમાં ફરવા માટે વધારે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણા લોકોને હજી ખબર નથી કે હું શું કરું છું. તેમને લાગે છે કે હું ઘોડા સાથે કંઈક કરું છું અને સારા પૈસા બનાવું છું.

અન્ય સમાચારો પણ છે...