તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Character From The Novel Who Became Friends With Children Around The World Through Films

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:નોવેલમાંથી નીકળ્યુ એક કેરેક્ટર જે ફિલ્મોની મદદથી વિશ્વભરના બાળકોનો મિત્ર બની ગયું

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાત 90ના દશકાની છે. માતાના મોત પછી એક બ્રિટિશ મહિલાએ પોતાનું પહેલું નોવેલ લખવાનું વિચારી રહી હતી. એક દિવસ તે લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશન પર બેસીને ટ્રેનની રાહ જોઈ રહી હતી. ત્યારે તેના મગજમાં પોતાના પહેલાં પુસ્તકના કેરેક્ટરનો આઈડિયા આવ્યો. પછી શું હતું, નોવેલની વાર્તાનો પ્લોટ બન્યો અને તેને કાગળ પર મઠારવાના કાર્યનો પ્રારંભ થયો.

પહેલી નોવેલને 12 જેટલાં પ્રકાશકોએ ખાસ ઉત્સાહ ન દાખવ્યો. જે બાદ બ્લૂમ્સબેરી નામના પબ્લિકેશન હાઉસે પુસ્તક છાપવાનો વિશ્વાસ આપ્યો, પરંતુ લેખિકાનું નામ બદલવામાં આવે તેવી શરત રાખવામાં આવી. જે બાદ 1997માં નોવેલ પ્રકાશિત થઈ. નોવેલ માર્કેટમાં આવતા જ બધાનું ધ્યાન ખેંચ્યુ અને જોત જોતમાં બેસ્ટસેલર બની ગઈ. નોવેલનું નામ હતું 'હેરી પોટર એન્ડ ધ ફિલોસ્ફર્સ સ્ટોન' અને લેખિકા હતી જેકે રોલિંગ. 1998માં આ પુસ્તકનો બીજો પાર્ટ આવ્યો અને તે બાદ તેના અન્ય ભાગનો આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી રહી.

હેરી પોટર સીરીઝની અત્યાર સુધીમાં 7 નોવેલ આવી ચુકી છે. અને તમામ પર આઠ ફિલ્મ બની ચુકી છે. હેરી પોટરને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં તેના ઉપર બનેલી ફિલ્મોની પણ મહત્વની ભૂમિકા રહી છે. 16 નવેમ્બર 2001નાં રોજ હેરી પોટર પર બનેલી ફિલ્મ 'હેરી પોટર એન્ડ ધ ફિલોસ્ફર્સ સ્ટોન' રિલીઝ થઈ. જે બાદ જેકે રોલિંગે 1 મિલિયન ડોલરમાં પોતાની 4 પુસ્તકોના રાઈટ્સ વોર્નર બ્રધર્સને વેચી દીધા હતા.

નોવેલ પર બનેલી તમામ ફિલ્મોમાં ડેનિયલ રેડક્લિફે હેરી પોટરનો રોલ ભજવ્યો હતો. પહેલી ફિલ્મ જ્યારે આવી, ત્યારે ડેનિયલ માત્ર 11 વર્ષનો જ હતો. હેરી અને તેના મિત્ર રોન વીસલી, હરમાઈનીએ (આ તમામ મુખ્ય પાત્ર હતા) હોગવાર્ટ સ્કૂલના એડવેન્ચર બાળકોને ઘણાં જ પસંદ આવ્યા. તમામ 7 પુસ્તકોની 400 મિલિયન કોપી વિશ્વભરની 60 ભાષાઓમાં વેચાઈ ગઈ છે. પહેલી ફિલ્મ ક્રિસ કોલંબસે બનાવી હતી.

2002માં કોલંબસે હેરીપોટરની બીજી ફિલ્મ 'હેરી એન્ડ ધ ચેમ્બર ઓફ સીક્રેટ્સ' પણ બનાવી હતી. 2004 મેક્સિકોના ડાયરેક્ટર અલફાન્સો ક્યૂરોને ત્રીજી ફિલ્મ 'હેરી પોટર અને ધ પ્રિઝનર ઓફ અઝ્કાબાન' બનાવી. 2005માં 'હેરી પોટર એન્ડ ગોબ્લેટ ઓફ ફાયર' આવી. જેને માઈક ન્યૂવેલે બનાવી હતી. 2007માં પાંચમી ફિલ્મ 'હેરી પોટર એન્ડ ધ ઓર્ડર ઓફ ફીનિક્સ' અને 2009માં છઠ્ઠી ફિલ્મ 'હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ ઓફ પ્રિન્સ' આવી. બંને ફિલ્મને ડેવિટ યેટ્સે ડાયરેક્ટ કરી હતી.

જે બાદ બે પાર્ટમાં હેરી પોટર એન્ડ ધ ડેડલી હેલોઝ આવી. આ ફિલ્મનો પહેલો ભાગ 2010માં આવ્યો અને બીજો ભાગ 2011માં આવ્યો હતો. જેને પણ ડેવિટ યેટ્સે જ ડાયરેક્ટ કરી હતી. તમામ આઠ ફિલ્મોનું બજેટ 1.2 બિલિયન ડોલર હતું. વિશ્વભરમાં આ તમામ ફિલ્મોએ 7.7 બિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી.

આજથી 75 વર્ષ પહેલાં થઈ હતી UNESCOની સ્થાપના

યુનેસ્કોની પહેલી જનરલ કોન્ફરન્સની તસવીર
યુનેસ્કોની પહેલી જનરલ કોન્ફરન્સની તસવીર

વર્ષ 1942નો સમય હતો. વિશ્વ સેકન્ડ વર્લ્ડ વોરનો સામનો કરી રહ્યું હતું. ચારે બાજુ તણાવ હતો. વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું હતું. એક તરફ નાઝી જર્મની અને સહયોગી રાષ્ટ્ર હતા, જેને ધુની રાષ્ટ્રો કહેવાતા હતા. તો બીજી તરફ યુરોપના અન્ય દેશ હતા, જેને મિત્ર રાષ્ટ્ર કહેવામાં આવતા હતા. આ સમયે ઈંગ્લેન્ડમાં મિત્ર રાષ્ટ્રના તમામ એજ્યુકેશન મિનિસ્ટરની મીટિંગ થઈ. મીટિંગનું નામ સંક્ષેપમાં કેમ હતું, એટલે કે કોન્ફેન્સ ઓફ અલાઇડ એજ્યુકેશન મિનિસ્ટર.

કહેવાય છે કે યુદ્ધના પરિણામોનો આ બધાને ખ્યાલ આવી ગયો હતો. તમામ શિક્ષા વ્યવસ્થાને સુધારવા અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે એક પ્રકારના સંગઠન બનાવવા પર વિચાર કરવા લાગ્યા. બેઠકમાં શૈક્ષિણ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરનારી સંસ્થા બનાવવા અંગે ચર્ચા થઈ. 16 નવેમ્બર 1942થી ડિસેમ્બર 1945 સુધી કેમની મીટિંગ મળતી રહી. 16 નવેમ્બર 1945એ UNESCO નામથી સંસ્થાનું ગઠન થયું.

આ સંસ્થાનો હેતુ શિક્ષા, સંસ્કૃતિના સહયોગથી વિશ્વમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાનો છે. જેનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં આપવામાં આવેલા જસ્ટિસ, હ્યુમન રાઇટ અને મૌલિક અધિકારોની સ્વતંત્રતા પર વૈશ્વિક સહમતી બનાવવાનો હતો. UNESCO (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અને કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન)માં 193 દેશ સક્રિય સભ્ય છે. 11 સહયોગી દેશ અને બે દેશ સુપરવાઈઝરની ભૂમિકામાં છે. UNESCOનું હેડક્વાર્ટર પેરિસમાં છે. આ ઉપરાંત UNESCOની 21 નેશનલ અને 27 ક્લસ્ટર ઓફિસ પણ છે. વર્તમાનમાં UNESCOના મહાનિર્દેશક આંદ્રે એન્જોલ છે. ભારત આ સંસ્થાનું સભ્ય 1946 જ છે.

ભારત અને વિશ્વમાં 16 નવેમ્બરની મહત્વપૂઅમ ઘટનાઓ આ પ્રકારે છે

 • 1846: ઉર્દૂના મશહૂર શાયર અકબર ઈલ્હાબાદીનો જન્મ થયો હતો.
 • 1849: વર્લ્ડ ફેમસ રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવિસ્કીને એક અંડરગ્રાઉન્ડ સંગઠનના સભ્ય હોવાના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી.
 • 1930: ભારતીય તરવૈયા મિહિર સેનનો જન્મ. 1958માં તેઓએ ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી. ઈંગ્લિશ ચેનલ પાર કરનારા તેઓ પહેલાં ભારતીય અને એશિયાઈ તરવૈયા હતા. 1966માં તેઓ દરેક મહાદ્વીપને વોટર ચેનલને તરીને પાર કરનારા પહેલાં તરવૈયા બન્યા હતા.
 • 1915: ભારતીય ક્રાંતિકારી કરતાર સિંહ સરાભાનું નિધન થયું હતું. 19 વર્ષની ઉંમરે તેઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કરતારનો જન્મ 24 મે 1896માં લુધિયાના જિલ્લાના સરાભા ગામમો થયો હતો.
 • 1973: પ્રસિદ્ધ શટલર ખેલાડી પુલેલા ગોપીચંદનો જન્મ થયો હતો. 1980માં તેઓએ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ જીતી હતી. 2001માં તેઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2005માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 • 1988: પાકિસ્તાનમાં 11 વર્ષ સામાન્ય ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા હતા.
 • 1996: મધર ટેરેસાને અમેરિકાની માનદ નાગરિકતા પ્રદાન કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો