તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • When He Stopped To Bid Farewell To Savaj Mumbai; Two Lakh People Came To Pay Their Last Respects

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:જ્યારે તે સાવજને વિદાઈ આપવા થંભી ગયું હતું મુંબઈ; બે લાખ લોકો આવ્યા હતા અંતિમ દર્શન કરવા

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્ષ 1996.... કાર્ટૂનિસ્ટ પ્રશાંત કુલકર્ણી એક રાજકીય હસ્તીનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતા. વાત શરૂ થાય તે પહેલાં જ પ્રશાંતને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલું બ્રોકન એરોનું કાર્ટૂન સારું હતું. તો હવે કાર્ટૂનની જ વાત કરીએ છીએ. પ્રશંસા કરનારો શખ્સ પોતે પણ એક સારા કાર્ટૂનિસ્ટ હતા અને તેમનું નામ હતું- બાલાસાહેબ ઠાકરે.

આ કિસ્સો ઘણો જ ખાસ છે કેમકે પ્રશાંતના જે કાર્ટૂનની પ્રશંસા થઈ હતી, તેનો તે સમયે રાજકીય રીતે ઘણું જ મહત્વ હતું. પુણેના અલકા થિયેટરમાં રમેશ કિણીની લાશ મળી હતી અને તે સમયે તેઓ થિયેટરમાં અંગ્રેજી ફિલ્મ બ્રોકન એરો (Broken Arrow) જોઈ રહ્યાં હતા. આ હત્યાને લઈને બાલ ઠાકરેને ભત્રીજા રાજ ઠાકરે પર આક્ષેપો થઈ રહ્યાં હતા અને જેની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું. પ્રશાંતે પોતાના કાર્ટૂનમાં તૂટેલા તીરના એરામાંથી લોહી ટપકતું દેખાડવામાં આવ્યું હતું. તેની સાથે લખ્યું હતું- બ્રોકન એરો- ખળભળાટ મચાવનાર ડરાવનારી ફિલ્મ. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન પણ તીર-કમાન જ છે. સ્પષ્ટ છે કે પ્રશાંતના કાર્ટૂનમાં સીધો જ હુમલો શિવસેના પર કરવામાં આવ્યો હતો. અને બાલ ઠાકરેને ઘણી જ સ્પષ્ટતાથી પોતાની વાત રજૂ કરી હતી. આટલી જ સ્પષ્ટતાથી પોતાનું જીવન પસાર કરનારા બાલ ઠાકરેએ 17 નવેમ્બર 2012નાં રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

1950માં ફ્રી પ્રેસ જર્નલમાં પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણની સાથે કામ કરી ચુકેલા બાલ ઠાકરેની વાત એક કિંગ મેકરની વાર્તા સમાન છે. ઠાકરેના કાર્ટૂન જાપાનના એક ડેઈલ ન્યૂઝ પેપર ‘ધ અસાહ શિંબુન’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના સન્ડે એડિશનમાં છપાતા હતા. તેમના રાજનીતિક કદનો અંદાજ તે વાત પર લગાડી શકાય છે કે તેમના નિધનના સમાચાર સાંભળીને આખું મુંબઈ બંધ થઈ ગયું હતું. અંતિમ યાત્રામાં 2 લાખથી વધુ લોકો સામેલ હતા. બાલ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926નાં રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. 9 ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટા હતા. મીનાતાઈ ઠાકરે સાથે લગ્ન કર્યા બાદ તેઓ ત્રણ પુત્રના પિતા બન્યા જેમાં- બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે. ઉદ્ધવ આજે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી છે.

1960માં તેઓ સંપૂર્ણ રીતે રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. પોતાના ભાઈની સાથે માર્મિક નામથી સાપ્તાહિક અખબાર કાઢ્યું. 1966માં મરાઠી માણુસને હક અપાવવા માટે શિવસેના બનાવી. પોતે ક્યારેય ચૂંટણી ન લડ્યા અને કિંગ મેકરની ભૂમિકા જ ભજવી. બિંદાસપણું તો તેમના કૂટીકૂટીને ભર્યું હતું. જ્યારે અયોધ્યામાં બાબરી ધ્વંસ કરવામાં આવી તો કોઈ જ જવાબદારી લેતું ન હતું, ત્યારે બાલ ઠાકરે જ હતા જેઓ ખુલીને કહેતા હતા કે શિવસૈનિકોએ મસ્જિદ ધ્વસ્ત કરી છે. ઈમરજન્સી દરમિયાન વિપક્ષમાં હતા તેમ છતાં તેઓએ ઈન્દિરા ગાંધીને સમર્થન આપ્યું. તે પછી, પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ બનાવવાની વાત હોય કે પ્રણવ મુખર્જીને, તેઓએ ગઠબંધનથી અલગ જઈને પોતે કેટલા બિંદાસ છે તેનો પરિચય કરાવ્યો હતો. 1995માં શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધન સરકાર બનાવી. 2006માં જ્યારે પુત્ર ઉદ્ધવને શિવસેનાની કમાન સોંપી તો રાજ ઠાકરેએ અલગ થઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી. જે વાત તેઓને તેમના અંતિમ સમય સુધી ખટકતી રહી.

લાલ-બાલ-પાલની ત્રિપુટીના લાલાનું નિધન

1900ની શરૂઆતમાં અંગ્રેજોને પરેશાન કરનારી ત્રિપુટી હતી- લાલ-બાલ-પાલની. એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરનારા લાલા લજપત રાય ગરમ દળના નેતાઓની યાદીમાં સામેલ હતા. તેમનો જન્મ મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865ના જૈન પરિવારમાં થયો હતો. વ્યવસાયે વકીલ હતા. સ્વામી દયાનંદ સરસ્વતીની સાથે આર્ય સમાજમાં રહ્યાં અને વૈદિક સંસ્કૃતિનો ઘણો જ પ્રચાર-પ્રસાર કર્યો. 1928માં સાઈમન કમીશન વિરૂદ્ધના પ્રદર્શનમાં તેમના પર અંગ્રેજી પ્રશાસને લાઠીચાર્જ કર્યો. આ દરમિયાન તેઓ ઘણી જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, અને થોડાં દિવસ બાદ તેમનું નિધન થઈ ગયું હતું. જે સમયે તેઓ લાઠીચાર્જમાં ઘાયલ થયા ત્યારે તેઓએ કહ્યું હતું કે- મારા શરીર પર પડેલી એક એક લાઠી બ્રિટિશ સરકારના કોફિનમાં એક-એક ખીલીનું કામ કરશે. લાલા લજપત રાયના નિધનના સમાચારથી આખા દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ અને બીજા ક્રાંતિકારીઓએ લાલાજીના મોતનો બદલો લેવાનું નક્કી કર્યું. એક મહિના પછી 17 ડિસેમ્બર 1928નાં રોજ બ્રિટિશ પોલીસ અધિકારી સાન્ડર્સને ગોળી મારવામાં આવી. આ મામલે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

ભારતની પહેલી મિસ વર્લ્ડઃ રીતા ફારિયા

18 નવેમ્બર 1966માં ભારતની રીતા ફારિયા પાવેલે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તેઓ આ ઉપલબ્ધિ મેળવનારી ભારત અને એશિયાની પહેલી મહિલા હતી. તે પહેલી એવી મિસ વર્લ્ડ રહી, જે વ્યવસાયે ડોકટર હતી. જે બાદ ભારતમાંથી 6 વિશ્વ સુંદરી બની છે. 23 ઓગસ્ટ 1943નાં રોજ મુંબઈમાં જન્મેલી રીતાએ 23 વર્ષની ઉંમરમાં જ આ ખિતાબ જીત્યો હતો. રીતાના માતા-પિતા ગોવાના રહેવાસી હતા. ખિતાબ જીત્યાં બાદ તેઓએ એક વર્ષ સુધી મોડલિંગ કર્યું, પરંતુ તે બાદ છોડી દીધું. જે પછી તેઓએ મુંબઈ સ્થિત ગ્રાંટ મેડિકલ કોલેજ અને સર જમશેદજી જીજાબાઈ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ વધુ અભ્યાસ માટે લંડનની કિંગ્સ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ચાલી ગઈ. 1971માં તેમના લગ્ન ડેવિડ પોલ સાથે થયા હતા. હાલ તે પોતાના પતિની સાથે આયરલેન્ડના ડબલીનમાં રહે છે. તેમને બે પુત્ર છે.

ભારત અને વિશ્વમાં 17 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છે

 • 1525: મુગલ શાસક બાબરે ભારતમાં સિંધના રસ્તે પાંચમી વખત પ્રવેશ કર્યો.
 • 1869: ઈંગ્લેન્ડના જેમ્સ મુરીએ 13 હજાર KM લાંબી પહેલી સાયકલ રેસ જીતી.
 • 1869: ઈજિપ્તની સ્વેજ કેનાલને ખોલવામાં આવી હતી.
 • 1917: ફ્રેંચ મૂર્તિકાર અગસ્ત રોડિનનું મ્યૂડનમાં 77 વર્ષની વયે નિધન થયું.
 • 1932: ત્રીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ.
 • 1970: સોવિયત અંતરિક્ષ યાન લુના ખોદ-1 ચાંદ પર ઉતર્યું હતું.
 • 1999: આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને યુનેસ્કોએ સ્વીકૃતિ આપી.
 • 2006: અમેરિકી સેનેટમાં ભારત-અમેરિકા પરમાણુ સંધિને મંજૂરી આપવામાં આવી.
 • 2008: ચંદ્રયાન-1ની સફળતા પછી કેન્દ્ર સરકારે ચંદ્રયાન-2ની મંજૂરી આપી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો