તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Half A Km On The Ground. Long 'ship' !: Going To School On Horseback If The Bus Stops; Wedding At The Construction Site

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:જમીન પર અડધો કિ.મી. લાંબું ‘જહાજ’!: બસ બંધ તો ઘોડા પર સ્કૂલે જવાનું; કન્સ્ટ્રક્શન સાઇટ પર લગ્ન

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
શાહી ઠાઠ માટે વિખ્યાત રાજસ્થાનમાં અલવરના મહારાજાએ જહાજની આકૃતિમાં મહેલ બનાવડાવ્યો હતો. નામ હતું- લેન્સ ડાઉન પેલેસ. કહેવાય છે કે મહેલ બની ગયા બાદ તેમને નાનો લાગ્યો. તેઓ ક્યારેય તેમાં રહેવા જ ન આવ્યા. પછી લોકોને કામ મળે અને એના બદલામાં તેમને અનાજ આપી શકાય એ માટે આ મહેલ તોડાવી નાખ્યો. છીપલા વચ્ચે મોતી જેવો દેખાતો, પર્વત પર બનેલો આ પેલેસ મોતી ડુંગરી પેલેસ કહેવાતો હતો. હવે પેલેસ નથી, માત્ર મોતી ડુંગરી છે. - Divya Bhaskar
શાહી ઠાઠ માટે વિખ્યાત રાજસ્થાનમાં અલવરના મહારાજાએ જહાજની આકૃતિમાં મહેલ બનાવડાવ્યો હતો. નામ હતું- લેન્સ ડાઉન પેલેસ. કહેવાય છે કે મહેલ બની ગયા બાદ તેમને નાનો લાગ્યો. તેઓ ક્યારેય તેમાં રહેવા જ ન આવ્યા. પછી લોકોને કામ મળે અને એના બદલામાં તેમને અનાજ આપી શકાય એ માટે આ મહેલ તોડાવી નાખ્યો. છીપલા વચ્ચે મોતી જેવો દેખાતો, પર્વત પર બનેલો આ પેલેસ મોતી ડુંગરી પેલેસ કહેવાતો હતો. હવે પેલેસ નથી, માત્ર મોતી ડુંગરી છે.

સ્કૂલે જવા માટે ઘોડાની સવારી

મધ્યપ્રદેશના ખંડવામાં એક વિદ્યાર્થીએ સ્કૂલે જવા માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. તે ઘોડા પર સવાર થઇને સ્કૂલે જાય છે. ખંડવા જિલ્લાના ગુરાડીમાલ ગામના રહેવાસી 12 વર્ષીય શિવરાજની સ્કૂલ ગામથી દોઢ કિ.મી. દૂર છે. તે પાંચમા ધોરણમાં ભણે છે. લૉકડાઉન ખૂલ્યા બાદ પણ તેની સ્કૂલ-બસ શરૂ ન થતાં તેણે આ રસ્તો કાઢ્યો. તેના આ પ્રયાસની મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- નાના શિવરાજને અઢળક આશીર્વાદ.

થાઇલેન્ડમાં ચાઇનીઝ લાલટેન

થાઇલેન્ડની રાજધાની બેંગકોકના એક શોપિંગ સેન્ટરની બહાર લ્યૂનર યરને અનુલક્ષીને તૈયાર કરાયેલી રંગબેરંગી ડેકોરેટિવ લાલટેન. અહીં પણ ચાઇનીઝ ન્યૂ યર પર લોકોને આકર્ષવા શોપિંગ મોલ્સમાં ડેકોરેશન કરાયું છે તથા અનેક પ્રકારની ઇવેન્ટ્સ પણ થઇ રહી છે.

કર્ણાટકમાં બળદગાડાની રેસ

કર્ણાટકના ચિકમંગલૂરના કેમ્પાનાહાલીમાં બળદગાડાંની રેસ દરમિયાન પોતાનું ગાડું દોડાવતા સ્પર્ધકો. આ રેસમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી લોકો પોતાનું બળદગાડું લઈને પહોંચ્યા હતા. દર વર્ષે યોજાતી આ રેસનું સ્પર્ધકો તેમ જ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ છે.

કન્સ્ટ્રક્શન સાઇટ પર લગ્ન

ચીનના હેફેઇમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર લગ્ન બાદ ફોટોશૂટ કરાવતા જિયાંગ જિફેંગ અને ઝાંગ જિયાજોઉ. તેમના લગ્ન આમ તો ગત વર્ષે થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે મોકૂફ રહ્યા હતા. તેમણે હવે કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રભુતામાં પગલાં પાડીને લગ્નને યાદગાર બનાવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો