તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kitty, Wife Of P. Rangarajan Kumaramangalam, Was Murdered By Thugs Who Broke Into The House; One Suspect Was Arrested, 2 Others Were Under Investigation.

પૂર્વ કેન્દ્રીય મંત્રીનાં પત્નીની હત્યા:પી. રંગરાજન કુમારમંગલમનાં પત્ની કિટીની બદમાશો દ્વારા ઘરમાં ઘૂસીને હત્યા; એક શંકાસ્પદની ધરપકડ, અન્ય 2ની તપાસ ચાલુ

દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી. રંગરાજન અટલ સરકારમાં મંત્રી હતા
  • લૂટના ઇરાદે હત્યા થઈ હોવાનું હાલની તપાસમાં બહાર આવ્યું

દિવંગત પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. રંગરાજન કુમારમંગલમનાં પત્ની કિટી કુમારમંગલમની અજાણ્યા શખસોએ મંગળવારે રાત્રે દિલ્હીના વસંત વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને હત્યા કરી નાખી હતી. આ કેસમાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે 67 વર્ષની ઉંમરનાં કિટી કુમારમંગલમના ઘરમાં લૂટના ઇરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા કરી નાખી છે. તેઓ વસંત વિહાર સ્થિત પોતાના નિવાસસ્થાનના બીજા માળે રહેતાં હતાં. કિટીના પતિ રંગરાજન કુમારમંગલમ અટલ સરકારમાં મંત્રી હતા. તેમનું મૃત્યુ કેન્સરના કારણે થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, તેમના ઘરની સંભાળ રાખનારી મહિલાએ જણાવ્યું હતું કે લોન્ડ્રીમેન ગઈકાલે રાત્રે આઠ વાગ્યે તેમના ઘરે આવ્યો હતો. તેની સાથે અન્ય બે લોકો પણ હતા. તેમણે મહિલાને બાંધીને કિટી કુમારમંગલમની હત્યા કરી હતી. લોન્ડ્રીમેનને પોલીસે પકડી પાડ્યો છે.

નોકરાણીએ પોલીસને સૂચના આપી
પોલીસનું કહેવું છે કે તેમને રાત્રિના 11 વાગ્યે આ માહિતી મળી હતી. જ્યારે નોકરાણીએ નિવેદન આપ્યું છે કે તેણે લોન્ડ્રીમેન અને તેની સાથે 2 વ્યક્તિ પણ હતી. તેના આ નિવેદન પછી પોલીસે રાત્રે લોન્ડ્રીમેનની ધરપકડ કરી હતી. તેનું નામ રાજુ કહેવામાં આવી રહ્યું છે. 24 વર્ષીય રાજુ વસંત વિહારના ભંવરસિંહ કેમ્પમાં રહેતો હતો. આ ઘટનામાં સંડોવાયેલા બાકીના બે આરોપીની પણ ઓળખ કરવામાં આવી છે.

પી રંગરાજન કુમારમંગલમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. તેઓ 1984થી 1996 દરમિયાન તામિલનાડુની સલેમ લોકસભા બેઠકના સભ્ય અને 1998થી 2000 સુધી તિરુચિરાપલ્લી લોકસભા બેઠક પરથી સાંસદ હતા. તેમણે જુલાઈ 1991થી ડિસેમ્બર 1993 દરમિયાન પીવી નરસિંહ રાવ સરકારમાં કાયદા, ન્યાય અને કંપની બાબતોના મંત્રી તરીકે અને 1998થી 2000 દરમિયાન વાજપેયી સરકારમાં કેન્દ્રીય વીજમંત્રી તરીકે ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...