• Gujarati News
  • National
  • Kishor Reached The Petrol Pump With A Bike Tank On A Bicycle, If He Refused To Give The Petrol In The Bottle, He Did Something

પેટ્રોલ લઈ જવા અનોખો જુગાડ,VIDEO:સાઈકલ પર બાઈકની ટાંકી લઈને કિશોર પહોંચ્યો પેટ્રોલ પંપ, બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી તો કરી આવી કરામાત

8 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક કિશોર બાઇકની ટાંકી ખોલીને પેટ્રોલ પંપ પર પહોંચ્યો. પહેલા તે બોટલમાં પેટ્રોલ લેવા પંપ પર પહોંચ્યો હતો. જેથી પંપના કર્મચારીઓએ બોટલમાં તેલ આપવાની ના પાડી. આખરે કિશોરે તેની બાઇકની ટાંકી ખોલી અને તેને સાયકલ પર લાવ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મામલો કૃષ્ણ વિહાર કોલોનીમાં આવેલા પેટ્રોલ પંપનો છે. પંપના કર્મચારી સોનુ યાદવે જણાવ્યું કે, તે 27 જુલાઈના રોજ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરી રહ્યો હતો. દરમિયાન એક કિશોર બોટલમાં પેટ્રોલ લેવા આવ્યો હતો. કિશોરે કહ્યું કે બાઈકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે. પણ ગાઈડલાઈનનો હવાલો આપી પેટ્રોલ આપવાની ના પાડી દીધી. થોડી જ વારમાં કિશોર સાઈકલ પાછળ બાઈકની ટાંકી રાખીને પેટ્રોલ પંપ પર ફરી પહોંચ્યો અને પેટ્રોલ નાખવાની વાત કરી

અન્ય સમાચારો પણ છે...