• Gujarati News
  • National
  • Kisan Andolan Delhi Burari LIVE Update | Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 11 December

ખેડૂત આંદોલનનો 16મો દિવસ:કાયદો પાછો ખેંચવા ખેડૂતો સુપ્રીમમાં, આજે હાઈવે જામ-ટોલ પ્લાઝા ફ્રી કરશે; 30 હજાર ખેડૂતો પંજાબથી દિલ્હી જવા રવાના

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • ભાજપ દેશભરમાં 700 પ્રેસ કોન્ફરન્સ અને સેંકડો બેઠકો યોજશે

નવા કૃષિકાયદા મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેનો જંગ ચાલી રહ્યો છે. કાયદો પાછો ખેંચવા ખેડૂત સંઘના અધ્યક્ષ ભાનુપ્રતાપસિંહે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. આ અરજી ડીએમકેના સાંસદ શિવા તરફથી નવા કાયદા વિરુદ્ધ કરાયેલી અગાઉની અરજીમાં હસ્તક્ષેપ કરવાની માંગ માટે કરાઈ છે. ખેડૂતોએ 12મીએ દિલ્હી સુધીના તમામ નેશનલ હાઈવે જામ કરવાની અને ટોલ પ્લાઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ અમૃતસરથી 30 હજાર ખેડૂતો દિલ્હી આવવા નીકળી ચૂક્યા છે. શનિવાર સાંજ સુધીમાં તેઓ કુંડલી બોર્ડર આવી પહોંચશે. ખેડૂત-મજૂર સંઘર્ષ સમિતિ સાથે સંકળાયેલા આ લોકો ટ્રેક્ટર, ટ્રેલર, બસ, કાર, બાઈક પર ખાવા-પીવાના સામાન સાથે નીકળ્યા છે.

શીખ તાલમેલ કમિટી સંગઠને જાલંધરમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જિયોની ઓફિસ બંધ કરાવતા જોવા મળે છે.
શીખ તાલમેલ કમિટી સંગઠને જાલંધરમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જિયોની ઓફિસ બંધ કરાવતા જોવા મળે છે.

દેશમાં 700 પ્રેસ કોન્ફરન્સ થશે
બીજી બાજુ ભાજપે ખેડૂતોના દેખાવોને જવાબ આપવા નવા કાયદા અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવાનું શરૂ કર્યું છે. આ માટે દેશભરમાં 700 જેટલી પ્રેસ કોન્ફરન્સ કરાશે. સેંકડો જગ્યાએ જનસંપર્ક અભિયાન કરાશે. દેશના દરેક જિલ્લામાં આ અભિયાન ચાલશે. દરમિયાનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતો મંત્રીઓને પણ સાંભળે.

ખેડૂતો અને સરકારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. ભારતીય ખેડૂત યૂનિયને ત્રણેય કૃષિ બિલોને શુક્રવારે કોર્ટમાં પડકાર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતો નબળા બનશે.

તોમરે કહ્યું- વાતચીત કરો, શરજીલની મુક્તિ ખેડૂતોનો મુદ્દો કેવી રીતે હોઈ શકે
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું છે કે તેઓ ખેડૂતોની સમસ્યા અંગે વિચારી રહ્યાં છે. એપીએમસીને સૃદૃઢ બનાવવા શું કરવું જોઈએ તેવું અમે ખેડૂતોને પૂછ્યું પરંતુ તેમનો કોઈ જવાબ નથી. ખેડૂતોને અપીલ કરતા તોમરે કહ્યું કે આંદોલન બંધ કરી વાતચીત કરો. તોમરે ટીકરી બોર્ડર પર શરજીલ ઇમામનો મુદ્દો ઉઠાવી કહ્યું કે ટેકાના ભાવ, એપીએમસી તથા અન્ય મુદ્દા ખેડૂતોના હોઈ શકે પરંતુ શરજીલનું પોસ્ટર કઈ રીતે મુદ્દો હોઈ શકે. ખેડૂત સંઘોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

ધીરજની કસોટી ન કરોઃ શરદ પવાર
કેન્દ્ર સરકાર કૃષિ કાયદા અંગે ફરી વિચારે. આ કાયદા ચર્ચા વિના પસાર થયા છે. જ્યારે બધાએ સરકારને ચર્ચા કરવા કહ્યું હતું. પરંતુ આ કાયદો સંસદમાં ઉતાવળે પસાર કરાયો છે. અત્યારે આંદોલન દિલ્હી સુધી સીમિત છે પછી અન્યત્ર પણ ફેલાશે. સરકાર ખેડૂતોની કસોટીની પરીક્ષા ન લે. > શરદ પવાર, એનસીપી

ખેડૂત નેતા બૂટા સિંહે ગુરુવારે કહ્યું કે, કાયદો રદ્દ કરવા માટે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, એટલા માટે ઝડપથી ટ્રેન અટકાવવાની તારીખ જાહેર કરીશું. ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, ખેતી રાજ્યોનો વિષય છે, તો કેન્દ્ર આની પર કાયદો કેવી રીતે બનાવી શકે. આ બધાની વચ્ચે આંદોલન વેગ પકડી રહ્યું છે. અમૃતસરથી ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના ખેડૂત 700 ટ્રેક્ટર-ટ્રોલીઓમાં દિલ્હીમાં રવાના થયા છે.તો આ તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડૂતોએ વિરોધ બંધ કરીને વાતચીત કરવી જોઈએ, અમે વાતચીત માટે તૈયાર છીએ.

આ મડાગાંઠ દૂર કરવી જરૂરી કારણ કે 1-1 કરીને 11 ખેડૂતના નિધન થયા છે

16 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત રહેવા પામી છે. તો બીજી બાજુ ટીકરી અને સિંઘુ બોર્ડર પર એક-એક કરીને અત્યાર સુધીમાં 11 ખેડૂતોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોઈકને પેટમાં તો કોકને હૃદયમાં દર્દથી તો કોઈનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. ધરણાં દરમિયાન થઈ રહેલા મોતનો આ સિલસિલો અટકવો જોઈએ. આ માટે જરૂરી છે કે ખેડૂત નેતા અને સરકાર બંને ઝડપથી મડાગાંઠ ઉકેલી સમાધાન તરફ આગળ વધે.

સરકારે કહ્યું- ખેડૂતોના જવાબની રાહ
ખેડૂતોએ બુધવારે સરકારનો લેખિત પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું.આ વિશે કૃષિ મંત્રીએ શુક્રવારે કહ્યું કે, અમને ખેડૂતો પાસેથી કોઈ જવાબ નથી મળ્યો. માત્ર મીડિયા દ્વારા ખબર પડી છે કે તેમણે પ્રપોઝલ ઠુકરાવી દીધો છે. અમે અમારા પ્રપોઝલમાં મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. અમને તેમની તરફથી આગળની વાતચીતનું પ્રપોઝલ નથી મળ્યું.

મોદીની અપીલ-મારા મંત્રીઓની વાત જરૂર સાંભળજો ખેડૂતોની માંદ અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મોદીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું કે, આને જરૂર સાંભળજો.

રેલવેએ પંજાબ જતી 4 ટ્રેન રદ કરી
આજે સિયાલદહ-અમૃતસર અને ડિબ્રૂગઢ- અમૃતસર ટ્રેન રદ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરે અમૃતસર-સિયાલદહ અને અમૃતસર-ડિબ્રૂગઢ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

ભગવાન જાણે ક્યારે નિવેડો આવશે
ખેડૂત નેતા શિવકુમાર કક્કાને પૂછવામાં આવ્યું કે નિવેડો ક્યારે આવશે તો તેમણે કહ્યું, ભગવાનને ખબર કે ક્યારે આવશે. શિયાળા અને કોરોનાને કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, પણ માગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.

સરકાર અને ખેડૂત વાતચીત માટે રાજી
બન્ને પક્ષો એકબીજાની પહેલ કરવાની રાહ જોઈ રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે જ્યારે વાતચીત થઈ રહી છે તો આંદોલનને વધારવાનું એલાન યોગ્ય નથી. તો આ તરફ ખેડૂતોનું કહેવું છે કે વાતચીતનો રસ્તો બંધ નથી કર્યો, સરકારના બીજા પ્રપોઝલ પર વિચારીશું.

કૃષિમંત્રીએ કહ્યું-સરકાર સુધારા માટે તૈયાર, ખેડૂત નિર્ણય નથી કરી શકતા
કેન્દ્રએ ખેડૂતોને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે કૃષિ કાયદાને પાછા લેવા મુશ્કેલ છે. જો કોઈ ચિંતા છે તો સરકાર વાતચીત અને સુધારા માટે હંમેશાં તૈયાર છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે અમે ખેડૂતો સાથે ઘણી વખત વાતચીત કરી. તેમના દરેક સવાલનો જવાબ લેખિતમાં પણ આપ્યો, પણ ખેડૂત હાલ પણ નિર્ણય નથી લઈ શકતા અને આ ચિંતાની વાત છે.

આંદોલનની વચ્ચે કોરોનાનું જોખમ
ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર ફરજ અદા કરી રહેલા 2 IPS કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત એક DCP અને એક એડિશનલ DCP પણ સંક્રમિત થઈ ગયા છે.