તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kinnar Is Distributing Rations, Masks And Sanitizers To The Needy Among The Corona; Helping 80,000 People So Far

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં મદદરૂપ બન્યા ટ્રાન્સજેન્ડર:કોરોના વચ્ચે કિન્નર જરૂરીયાતમંદોને રાશન, માસ્ક અને સેનિટાઈઝર વહેચી રહ્યા છે; અત્યાર સુધીમાં 80 હજાર લોકોને મદદ કરી ચુક્યા છે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિન્નર માં સંસ્થાના લોકો મુંબઈ, પુણે, થાણે, વસઈ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં મદદ પહોંચાડી રહ્યા છે - Divya Bhaskar
કિન્નર માં સંસ્થાના લોકો મુંબઈ, પુણે, થાણે, વસઈ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં મદદ પહોંચાડી રહ્યા છે

મુંબઈમાં કોરોનાની ભયજનક સ્થિતિ વચ્ચે ટ્રાન્સજેન્ડર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં 'કિન્નક માં સંસ્થા' સાથે સંકળાયેલા સભ્યો મુંબઈના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરીયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

કિન્નર માં સંસ્થાના અધ્યક્ષ સલમા ખાન કહે છે કે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ અત્યાર સુધી 80 હજારથી વધારે લોકો સુધી રાશન પહોંચાડી ચુક્યા છીએ. સંસ્થા સાથે સંકળાયેલા લોકો દરરોજ એક હજારથી વધારે રાશનના પેકેટની વહેચણી કરી રહ્યા છે. તેઓ લોકોને માસ્ક અને સેનિટાઈઝર પણ પહોંચાડી રહ્યા છે. આ સાથે પોલીસ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ માસ્ક અને સેનિટાઈઝરની વહેચણી કરી ચુક્યા છે. સંસ્થા સાથે એક લાખથી વધારે ટ્રાન્સજેન્ડર જોડાયેલ છે.

કિન્નર માં સંસ્થા સાથે વર્તમાન સમયમાં 1 લાખથી વધારે ટ્રાન્સજેન્ડર જોડાયેલા છે
કિન્નર માં સંસ્થા સાથે વર્તમાન સમયમાં 1 લાખથી વધારે ટ્રાન્સજેન્ડર જોડાયેલા છે
ટ્રાન્સજેન્ડર લોકોને રાશન સાથે માસ્ક અને સેનિટાઈઝપ પણ આપવામાં આવે છે
ટ્રાન્સજેન્ડર લોકોને રાશન સાથે માસ્ક અને સેનિટાઈઝપ પણ આપવામાં આવે છે

પહેલા ફક્ત ટ્રાન્સજેન્ડર માટે જ શરૂ કરવામાં આવ્યું હતુ અભિયાન
સલમા કહે છે કે આ કામ સરકારનું છે, પણ અમે ક્યાં સુધી સરકારના વિશ્વાસ પર બેસી રહેશું. આપણે સૌએ આ જવાબદારી ઉઠાવવી જોઈએ. આ માટે અમે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. અમે મુંબઈના થાણે, નાલાસોપારા, પાલઘર, પુણે અને વસઈમાં પણ રાશન પહોંચાડવામાં આવ્યું છે. અમે સૌથી પહેલા અહીના કિન્નરો માટે આ અભિયાન શરૂ કર્યું હતું, પણ બાદમાં અમે સામાન્ય લોકોની મદદ પણ કરવા લાગ્યા છીએ. અમે મોટાભાગના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યા છીએ.

લોકોને સુકુ રાશન આપવામાં આવે છે, જેમાં દાળ-ચોખા, લોટ અને મીંઠાનો સમાવેશ થાય છે
લોકોને સુકુ રાશન આપવામાં આવે છે, જેમાં દાળ-ચોખા, લોટ અને મીંઠાનો સમાવેશ થાય છે

અમે ફક્ત માનવ ધર્મનું પાલન કરી રહ્યા છીએ
તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડર લોકોને હજુ સુધી સમાજમાં યોગ્ય સ્થાન મળી શક્યું નથી. કેટલાક લોકો અમે ધૃણાસ્પદ નજરથી જોવે છે. અમે પાયાના તમામ માનવ અધિકારોથી વિંચિત છીએ. પણ આજે, અમે આ તમામ બાબતની પરવાહ કરતા નથી. દેશમાં મહામારી છે અને અમે ફક્ત માનવતાના ધર્મનું જ પાલન કરી રહ્યા છીએ. આજે લોકોને મદદ કરવી જરૂરી છે અને અમે આ બધુ કરી રહ્યા છીએ, જે અમારા માટે સંભવ છે.

કિન્નર માં સંસ્થા તરફથી મોટાભાગે સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો સુધી રાહત પહોંચાડવામાં આવી રહી છે
કિન્નર માં સંસ્થા તરફથી મોટાભાગે સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો સુધી રાહત પહોંચાડવામાં આવી રહી છે
શરૂઆતમાં ફક્ત કિન્નરોના ઘરે મદદ પહોંચાડવામાં આવતી હતી. બાદમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવામાં આવ્યા
શરૂઆતમાં ફક્ત કિન્નરોના ઘરે મદદ પહોંચાડવામાં આવતી હતી. બાદમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવામાં આવ્યા

અમારી પાસે શેલ્ટર હોમ હોત તો તેને કોવિડ દર્દીઓ માટે ખોલી દેવામાં આવ્યું હોત
સલમા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં અમે ટ્રાન્સઝેન્ડર લોકો માટે શેલ્ટર હોમની માંગ કરી રહ્યા છે, જોકે કોઈએ અમારી વાત સાંભળી નથી. જો આજે અમારી પાસે એક આશ્રય હોય તો અમે તેમા કોવિડ કેર સેન્ટર ખોલવાની રજૂઆત કરી શકતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો