KGF-2 જોઈને 4 હત્યાઓ કરી:સિરિયલ કિલરને રોકીભાઈ બનવું હતું, MPના સાગર અને ભોપાલમાં 6 દિવસમાં 4 સિક્યોરિટી ગાર્ડ્સની હત્યા કરી

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ભોપાલમાં સિક્યોરિટી ગાર્ડ્સના સીરિયલ કિલર પકડાયો છે. તેણે સાગર અને ભોપાલમાં 6 દિવસમાં 4 સિક્યોરિટી ગાર્ડ્સની હત્યા કરી દીધી હતી. પૂછપરછમાં આરોપીએ પૂનેમાં પણ એક ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યાની વાત કરી હતી. આરોપીએ જણાવ્યુ હતુ કે તે ફિલ્મ KGF-2ના રોકીભાઈથી પ્રભાવિત થઈને હુમલો કર્યો હતો. અને તે સિક્યોરિટી ગાર્ડ્સને મારી નાખવાના મિશન ઉપર હતો. તે એવા સિક્યોરિટી ગાર્ડ્સને મારતો હતો કે જેઓ ડ્યૂટી ઉપર સૂતા હતા.

આરોપીનું નામ શિવ ગોંડ છે. તે 8માં ધોરણ સુધી ભણેલો છે, અને ગોવામાં નોકરી પણ કરી ચૂકેલો છે. આરોપી અંગ્રેજી પણ બોલી શકે છે. તેણે જણાવ્યુ હતુ કે તે KGF-2ના રોકીભાઈની રીતે ગેંગસ્ટર બનવા માગતો હતો. અને તેના માટે તે રૂપિયા ભેગો કરતો હતો. ત્યારે તેની આગળની યોજના પોલીસવાળાઓને મારવાની હતી. આવું કરીને તે પ્રખ્યાત બનવા માગતો હતો. હાલ તો આરોપીની બંધ ચેમ્બરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

સિક્યોરિટી ગાર્ડ્સ ની હત્યા કરનારનું નામ શિવ ગોંડ છે. તે સાગરનો રહેવાસી છે. સાગર પોલીસે શુક્રવારે ભોપાલથી પકડી લીધો હતો.
સિક્યોરિટી ગાર્ડ્સ ની હત્યા કરનારનું નામ શિવ ગોંડ છે. તે સાગરનો રહેવાસી છે. સાગર પોલીસે શુક્રવારે ભોપાલથી પકડી લીધો હતો.

મોબાઈલ લોકેશનનાં આધારે પકડાયો
આરોપી સાગરના કેસલીનો રહેવાસી છે. પોલીસે આરોપીને મોબાઈલ લોકેસન ટ્રેસ કરીને પકડી લીધો હતો. જે મોબાઈલથી પોલીસ સીરિયલ કિલર સુધી પહોંચી હતી, તે મોબાઈલ સિક્યોરિટી ગાર્ડનો હતો, જેની હત્યા તેણે સાગરમાં કરી હતી.

સાગરમાં 3 દિવસમાં 3 ચોકીદારોની હત્યા
પહેલી હત્યા: સાગરના કૈંટ વિસ્તારમાં 28-29 ઑગસ્ટે મધ્યરાત્રીએ એક કારખાનામાં ચોકીદાર કલ્યાણ લોધી (50)ની હત્યા કરી નાખી હતી.

બીજી હત્યા: સિવિલ લાઈન વિસ્તારમાં 29-30 ઑગસ્ટે મધ્યરાત્રીએ ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડ્યૂટીમાં તૈનાત એક ચોકીદાર શંભુ નારાયણ દુબે (60)ના માથા ઉપર પથ્થના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.

ત્રીજી હત્યા: મોતીનગર વિસ્તારમાં 30-31ની મધ્યરાત્રીએ એક મકાનની ચોકીદારી કરી રહેલા મંગલ અહિરવારના માથા ઉપર પ્રહાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

ચોથી હત્યા (સંદીગ્ધ): મે મહિનામાં એક ચોકીદારની હત્યા કરવામાં આવી હતી. જેની પેટર્ન પણ આ 4 ગાર્ડની હત્યા સાથે મેચ થતી હતી. એટલે તેને જોડીને પણ આ હત્યાને જોવામાં આવી રહી છે.

ભોપાલમાં ગુરુવારે ચોકીદારની હત્યા
આરોપી શિવ ગોંડે પાંચમી હત્યા ભોપાલમાં કરી હતી. આ સીરિયલ કિલરે ભોપાલમાં ગુરુવારે રાત્રે ચોકીદાર સોનૂ વર્મા (23)ની હત્યા કરી દીધી હતી. ઈદગાહ વિસ્તારમાં રહેનાર સોનૂ વર્મા ખજૂરી વિસ્તારમાં એક માર્બલની દુકાનમાં કામ કરચો હતો. તેને માર્બલના ટૂકડાઓથી કચડી નાખવામાં આવ્યો હતો. ખજૂરી વિસ્તારના પોલીસ અધિકારી સંધ્યા મિશ્રાએ જણાવ્યુ હતુ કે સોનૂની હત્યા અંદાજે રાત્રે 1:30 વાગે કરવામાં આવી હતી. ત્યારે તે દુકાનમાં સૂતો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

ચોકીદારને કહ્યુ હતુ કે રાત્રે સૂવાવાળા ઉપર ગુસ્સો આવે છે
આરોપીએ 4 હત્યા સાગરમાં કરી હતી. ત્યાંના એક ચોકીદાર હલ્લૂ સાહૂએ જણાવ્યુ હતુ કે '30 ઑગસ્ટે રાત્રે 12-1ની વચ્ચે હું અંદર આવ્યો હતો. ત્યારે બે ગાય લડી રહી હતી. શોરૂમના પારદર્શી ગેટથી બહાર બધુ જ દેખાતુ હતુ. હું ગાયોને ભગાવવા માચે બહાર આવ્યો હતો. ત્યારે ત્યાં ફૂલ સફેદ શર્ટ અને પેંટ પહરેલા એક વ્યક્તિએ મારી પાસે બીડી માગી હતી. મેં એને બીડી આપી તો તે કેમેરા તરફ જોવા લાગ્યો હતો. અને સાઈડમાં આવી ગયો હતો. તેને મેં થોડા દિવસ અગાઉ પણ જોયો હતો.'

'હું એને બીડી આપતો હતો. તે દિવસે પણ મેં એને સાઈડમાં જઈને બીડી આપી હતી. તેણે બીડી પીતા મને કહ્યુ હતુ કે તેને રાત્રે સૂવાવાળા લોકો ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે. મેં પૂછ્યુ કે આવુ કેમ? તો તેણે મને જવાબ આપ્યો નહિ અને તે મેઇન રોડથી ઠાકુર બાબા તરફ જવા લાગ્યો હતો. જ્યારે તે પહેલીવાર મળ્યો હતો ત્યારે તેણએ ઠાકુર બાબાનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ.'

સીરિયલ કિલરે સાગરમાં 4 ગાર્ડ્સની હત્યા કરી હતી

10 ટીમમાં 250 પોલીસકર્મી તલાશમાં હતા
આ પહેલા સાગરમાં આરોપીએ અલગ-અલગ જગ્યાએ 4 અને 72 કલાકમાં 3 ચોકીદારોની હત્યા કરી હતી. 250 પોલીસક્રમીઓની 10 ટીમ છેલ્લા 2 દિવસથી તેને શોધવા માટે કામે લાગી હતી. પોલીસ અધિક્ષક તરુણ નાયકે કહ્યુ હતુ કે આરોપીની ઓળખ CCTVના આધારે કરવામાં આવી હતી. તેને પકડીને પોલીસે સગાર લઈ જઈ રહી છે. MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતુ કે આરોપીને સાગર અને ભોપાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.