તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Kidnapped From Outside Chennai Airport, Burnt Alive In Maharashtra Without Rs 10 Lakh Ransom

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં નેવી ઓફિસરની હત્યા:રાંચીના નૌકાદળના સૈનિકનું ચેન્નઈથી અપહરણ થયું, 10 લાખની ખંડણી નહીં મળતા 1400 કિમી દૂર પાલઘરમાં જીવતો સળગાવી દીધો

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેવી ઓફિસર સૂરજ ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ અપહરણ અંગે જાણકારી આપી હતી. મુંબઈમાં તેમનું મૃત્યુ થયું - Divya Bhaskar
નેવી ઓફિસર સૂરજ ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ અપહરણ અંગે જાણકારી આપી હતી. મુંબઈમાં તેમનું મૃત્યુ થયું

ચેન્નાથી અપહરણ કરવામાં આવેલ નવી ઓફિસરને અપહરણકર્તાઓએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જીવતા સળગાવી દીધા છે. ગંભીર રીતે દાઝી ગયેલા અધિકારીએ શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની મુક્તિ માટે રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પાલઘર પોલીસે આ ઘટનામાં કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

30 જાન્યુઆરીના રોજ અપહરણ થયું હતુ
પાલઘરના SP દત્તાત્રય શિંદેએ કહ્યું કે 27 વર્ષના નેવી ઓફિસર સુરજ કુમાર દુબે ઝારખંડના રાંચીના રહેવાસી હતા. તેમનું પોસ્ટિંગ કોઈમ્બતુર પાસે INS અગ્રણી પર થયું હતું. 30 જાન્યુઆરીના રોજ ચેન્નાઈ એરપોર્ટ બહારથી તેમનું અપહરણ થઈ ગયું હતું. હજુ એ બાબત સ્પષ્ટ થઈ નથી કે સુરજ એરપોર્ટ શા માટે ગયા હતા. એવી માહિતી મળી છે કે સુરજ રજાઓ પર હતા.

3 દિવસ સુધી ચેન્નાઈમાં રહ્યા બાદ અપહરણકર્તાઓ તેમને પાલઘર લઈ ગયા હતા. તેમના પરિવાર પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. પોલીસનું માનવું છે કે પૈસા ન મળતા સુરજને શુક્રવારે પાલઘરના જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ઉપર પેટ્રોલ છાટી આગ લગાવી હતી.

રાંચીના રહેવાસી સુરજકુમાર દુબેનું પોસ્ટીંગ ચેન્નાઈમાં હતું. ફાઈલ ફોટો
રાંચીના રહેવાસી સુરજકુમાર દુબેનું પોસ્ટીંગ ચેન્નાઈમાં હતું. ફાઈલ ફોટો

એક વ્યક્તિ સળગાવતા જોઈને બૂમો પાડી હતી
જે સમયે સુરજને સળગાવી રહ્યા હતા ત્યારે ત્યાથી પસાર થતી એક વ્યક્તિએ બૂમો પાડી હતી, જેને પગલે આરોપીઓ સુરજને છોડી ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ભાનમાં આવતા સુરજે પોલીસને અપહરણકર્તા અંગે માહિતી આપી હતી.

મુંબઈમાં સારવાર સમયે અંતિમ શ્વાસ લીધા
સુરજી સ્થિતિ વધુ બગડતા ડોક્ટરોએ તેને મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ અવસાન થયું હતું. SP દત્તાત્રય શિંદેએ કહ્યું કે સુરજના પરિવારને માહિતી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો