• Gujarati News
  • National
  • The Rioters Stormed The Temple And The House, Rioting In A Few Minutes, Sparking Riots In The City.

ખરગોન રમખાણ પહેલાંના CCTV ફૂટેજ:મોઢે કપડું બાંધીને તોફાનીઓ મંદિર અને ઘર પર તૂટી પડ્યા, થોડીક મિનિટોમાં શહેરમાં રમખાણો ફેલાયાં

ઈન્દોરએક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમી દરમિયાન ફાટી નીકળેલાં તોફાનોના ચાર દિવસ પછી બે CCTV ફૂટેજ બહાર આવ્યા છે. એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તોફાનીઓએ શહેરનું વાતાવરણ ડોહળ્યું હતું. આ સિવાય એ પણ દેખાઈ રહ્યું છે કે બગડતી સ્થિતિ મુજબ પોલીસ-પ્રશાસનની કોઈ તૈયારી નહોતી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શીતળા માતા મંદિર ગૌશાળા માર્ગ પર જ્યારે તોફાનીઓની ભીડ મંદિરથી લઈને ઘરને ટાર્ગેટ બનાવી રહી હતી ત્યારે તેમની વચ્ચે માત્ર એક પોલીસકર્મચારી જ તહેનાત હતો. તે એકલો જ લાકડીથી તોફાનીઓને રોકવાની કોશિશ કરતો હતો. જોકે મોટી સંખ્યામાં ભીડને પગલે તેની કોશિશ નિષ્ફળ રહી હતી.

ખરગોન રમખાણના વીડિયો ફૂટેજ સાથે જોડાયેલા સમાચાર વાંચતા પહેલાં તમે અહીં તમારો મત આપી શકો છો...

હવે જાણો ખરગોન રમખાણના CCTV ફૂટેજમાં શું છે?
પ્રથમ વીડિયોમાં એક પોલીસ કર્મચારી તોફાનીઓની ભીડને રોકવાની કોશિશ કરતો જોવા મળે છે. એ કોશિશ નિષ્ફળ રહી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે સ્થિતિ બગડવા છતાં પોલીસકર્મચારીએ અધિકારી અને કન્ટ્રોલ રૂમને આ અંગેની માહિતી આપી નહોતી. એને પગલે તોફાનીઓએ શીતળા માતા મંદિર અને એના નજીકનાં ઘરો પર હુમલો કર્યો હતો. આ લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો.

બીજા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક પોલીસકર્મચારી લાકડી અને સીટીની મદદથી તોફાનીઓને રોકવાની કોશિશ કરી રહ્યો છે. આ દરમિયાન કેટલાક ઉપદ્રવી પથ્થર લઈને ઘર પર તૂટી પડ્યા હતા. બારી અને દરવાજાઓને લાતો મારી હતી. આ વીડિયોમાં પોલીસકર્મચારીની બેદરકારી પણ દેખાઈ રહી છે. તે રોડ પર તોફાનીઓને જોતો જ રહ્યો હતો. એના પરિણામના ભાગરૂપે ગણતરીની મિનિટોમાં સમગ્ર શહેરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

પીળા રાઉન્ડમાં ઘટનાનો સમય અને રેડ રાઉન્ડમાં પોલીસકર્મચારી. આ ભીડમાં જે પોલીસકર્મચારી હતો તે તોફાનીઓને રોકવાની કોશિશ કરી રહ્યો હતો. તેના પ્રયત્ન નિષ્ફળ રહ્યા હતા.
પીળા રાઉન્ડમાં ઘટનાનો સમય અને રેડ રાઉન્ડમાં પોલીસકર્મચારી. આ ભીડમાં જે પોલીસકર્મચારી હતો તે તોફાનીઓને રોકવાની કોશિશ કરી રહ્યો હતો. તેના પ્રયત્ન નિષ્ફળ રહ્યા હતા.

ચહેરા પર કપડું બાંધીને તૂટી પડી ભીડ
રામનવમી પર સાંજે 5.46 વાગ્યે ચહેરા પર કપડું બાંધીને આવ્યા હતા. વિસ્તારના મંદિર સહિત ઘર પર પથ્થરમારો કર્યો હતો. વીડિયોમાં એક પોલીસકર્મચારી હાથમાં ડંડો લઈને મંદિરની પાસે ઊભેલો દેખાય છે. બચાવ કરતાં-કરતાં પોલીસકર્મચારીની ટોપી પણ પડી જાય છે. તેમ છતાં તોફાનીઓએ તેની વાત સાંભળી નહોતી. જોકે તેણે વાયરલેસ સેટ કે મોબાઈલથી અધિકારીઓ અને કન્ટ્રોલ રૂમને માહિતી આપી નહોતી.

રામનવમી પર તોફાનના સમયે એક પોલીસકર્મચારી તોફાનીને જોઈ રહ્યો હતો. એ પછીથી તેણે તોફાનીઓને રોકવાની કોશિશ કરી હતી.
રામનવમી પર તોફાનના સમયે એક પોલીસકર્મચારી તોફાનીને જોઈ રહ્યો હતો. એ પછીથી તેણે તોફાનીઓને રોકવાની કોશિશ કરી હતી.

પોલીસ-પ્રશાસનની બેદરકારી બહાર આવી
ઘટનામાં પોલીસ પ્રશાસનની બેદરકારી પ્રકાશમાં આવી હતી. જોકે CCTV ફૂટેજથી હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો કદાચ પોલીસકર્મચારીઓ પહોંચી ગયા હોત તો તોફાનીઓને કન્ટ્રોલ કરી શકાયા હોત.

પોલીસકર્મચારી માત્ર એક લાકડીના દમ પર તોફાનીઓને રોકવાનો પ્રયત્ન કરતો રહ્યો.
પોલીસકર્મચારી માત્ર એક લાકડીના દમ પર તોફાનીઓને રોકવાનો પ્રયત્ન કરતો રહ્યો.

બે પરિવારને ટાર્ગેટ બનાવ્યા
શીતલા માતા મંદિરની પાસે રહેનાર ત્રિલોક જાધવ અને ધન્નાલાલનાં ઘરને તોફાનીઓએ નિશાન બનાવ્યા હતા. વિસ્તારની પાસે બીજા પક્ષના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ કારણે માહિતી મળ્યા પછીથી તેઓ ઘરેથી નીકળીને આવ્યા અને મંદિર પર પથ્થર ફેંકવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...