તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાસૂસી એજન્સીને મળી સફળતા:ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને દુબઈથી ડિપોર્ટ કરી ભારત લાવવામાં આવ્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાલિસ્તાની આતંકીઓને ઘેરવામાં લાગેલી સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે જ તેને દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.

સુખ બિકરીવાલ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના ઈશારે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબના શોર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરાવવામાં પણ સુખ બિકરીવાલનો હાથ હતો. આ સિવાય પંજાબના નાભામાં જે જેલ તોડવાની ઘટના બની હતી, સુખ તેમાં પણ સામેલ હતો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ પંજાબમાં થનારા ટાર્ગેટ કિલિંગને લઈને જાસૂસી એજન્સીઓની તપાસ પૂર્ણ થઈ હતી, જેમાં ISI અને ખાલિસ્તાની આતંકીઓના ગઠબંધનની વાત પ્રકાશમાં આવી હતી.

ISIના ઈશારા પર જ સુખ બિકરીવાલે પંજાબમાં શિવસેના નેતા હની મહાજન પર પોતાના શૂટરોની મદદથી ગોળીઓ ચલાવી હતી, જેમાં હની મહાજનને 4 ગોળી વાગી હતી, જ્યારે પડોશીનું મોત થયું હતું. આ સિવાય બલવિંદર સંધુની હત્યા પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. દુબઈમાં બેઠેલા બિકરીવાલ ISI અને ખાલિસ્તાની આતંકીઓની વચ્ચે એક બ્રિજની જેમ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો