વારિસ પંજાબ દેનો ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પંજાબમાં જ સંતાયેલો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ સ્થિત શ્રી અકાલ તખ્ત સાહેબમાં પહોંચીને સરેન્ડર કરી શકે છે. આ માહિતી મળતાં જ ગોલ્ડન ટેમ્પલ સહિત આખા અમૃતસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. આખા શહેરમાં નાકાબંદી કરીને દરેક ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતપાલે સરેન્ડર માટે ત્રણ શરત મૂકી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં તેની સાથે મારઝૂડ ન કરવી. તેને માત્ર પંજાબની જેલમાં જ રાખવો. તેની ધરપકડને ધરપકડ તરીકે ન ગણાવી સરેન્ડર ગણાવવું. જો સૂત્રોનું માનીએ તો કેટલાક ધાર્મિક નેતાઓ તેમના શરણાગતિમાં મધ્યસ્થી કરી રહ્યા છે.
આ દરમિયાન અમૃતપાલ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા શીખ સમુદાયને બૈસાખી પર સરબત ખાલસા (ધર્મસભા) બોલાવવાની અપીલ કરી રહ્યો છે.
વીડિયોમાં અમૃતપાલની મોટી વાત
કાલે પોલીસે પીછો કર્યો હતો
આ પહેલાં મંગળવારે રાતે પોલીસને એક શંકાસ્પદ ઇનોવા(PB10CK0527) અંગે ઇનપુટ મળ્યા. જે ફગવાડાથી હોશિયારપુર જઇ રહી હતી. તેમાં અમૃતપાલ અને પપલપ્રીત હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી પંજાબ પોલીસ કાઉન્ટર ઇન્ટેલિડન્સ ટીમે 37KM સુધી તેનો પીછો કર્યો હતો.
પોલીસના ઓપરેશન પછી યુવક ગુરુદ્વારા પાસે ઇનોવા છોડીને ફરાર થઈ ગયો. જેને પોલીસે કબજામાં લઇ લીધી છે. તે પછી જાલંધર, હોશિયારપુર અને કપૂરથલાના 700 પોલીસ કર્મચારીઓએ આખી રાત હોશિયારપુર અને ફગવાડામાં સર્ચ ઓપરેશન કર્યું. જોકે, તપાસમાં ઇનોવાનો નંબર ખોટો હોવાની જાણકારી મળી છે.
ચેનલને ઇન્ટરવ્યૂ આપીને સરેન્ડર કરવા ઇચ્છતો હતો અમૃતપાલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે જલંધરમાં કોઈ વિદેશી ચેનલને ઇન્ટરવ્યૂ આપવા માટે આવી રહ્યો હતો. જેમાં પોતાની સ્પષ્ટતા આપીને તે સરેન્ડર કરી શકતો હતો. આ પહેલાં જ પોલીસને તેના સમાચાર મળી ગયા. જોકે, હાલ પોલીસે તેની પુષ્ટિ કરી નથી. ત્યાં જ, આ મામલે હાઈકોર્ટમાં સુનવણી થઈ. ગઇકાલની સુનાવણીમાં હાઇકોર્ટે અમૃતપાલના વકીલને પોતે કસ્ટડીમાં હોવાનું જણાવી સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આ સાથે જ પંજાબ પોલીસના IG કક્ષાના અધિકારીએ અમૃતપાલની ધરપકડ માટે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે.
અપડેટ્સ
- અમૃતપાલના વકીલ ઇમાન સિંહ ખારાએ એફિડેવિટ આપવા માટે હાઈકોર્ટ પાસેથી સમય માગ્યો છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે અમૃતપાલને કસ્ટડીમાં લઇને કયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
- સરકારે IG લેવલના ઓફિસર સાથે એફિડેવિટ સબમિટ કરાવી દીધી છે. જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અમૃતપાલ પોલીસ કસ્ટડીમાં નથી.
- ફગવાડાથી અમૃતપાલની ખાલસા વહીર સાથે જોડાયેલા 2 યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. બંનેની અમૃતપાલને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાતના સર્ચ ઓપરેશનની તસવીરો જુઓ....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.