તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેરળ વિધાનસભા ચૂંટણીમાં નવો ઇતિહાસ સર્જી રહ્યું છે. પહેલીવાર કોઇ ટ્રાન્સજેન્ડર ચૂંટણી મેદાનમાં છે. અનન્યા કુમારી એલેક્સને ડેમોક્રેટિક સોશિયલ જસ્ટિસ પાર્ટીએ ટિકિટ આપી છે. અનન્યા કોઇ નબળી બેઠક પરથી નહીં પણ મુસ્લિમ લીગના ગઢ માલાપ્પુરમના વેંગરાથી ચૂંટણી મેદાનમાં છે. મુસ્લિમ લીગના કદાવર નેતા પી. કે. કુન્હાલી કુટ્ટી પણ અહીંના ઉમેદવાર છે.
બે વર્ષ અગાઉ અનન્યાએ અન્ય એક રેકોર્ડ સર્જ્યો હતો. ત્યારે તે રાજ્યની પહેલી રેડિયો જૉકી બની હતી. હવે તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. તે માત્ર 28 વર્ષની છે. તે જણાવે છે કે તેણે ગ્રાઉન્ડ લેવલે ચૂંટણીપ્રચાર શરૂ કરી રાખ્યો છે. તે ટ્રાન્સજેન્ડર તરીકે લોકો પાસેથી વોટ નથી માગી રહી પણ તેમને કહે છે કે તમે મારા પર ભરોસો રાખો, હું સારું કામ કરી બતાવીશ. રાજકારણમાં આવવાનું ક્યારે વિચાર્યું? તેવા સવાલના જવાબમાં તે કહે છે કે, ‘થોડા દિવસો અગાઉ મેં આ અંગે વિચાર્યું. મારી પાસે લીડરશિપ માઇન્ડ પણ છે. હું જીતીશ તો મારી બહુ મોટી જવાબદારી હશે કે બધાને જાતિ, જ્ઞાતિ-ધર્મ કે વર્ણના આધારે નહીં પણ એકસરખા ગણું. હું બાળપણમાં ભેદભાવનો શિકાર બની. હું છોકરી જેવી દેખાતી હતી પણ માતા-પિતા કહેતા કે તું છોકરો છે તો છોકરીની જેમ કેમ રહે છે? મેં બધાને કહ્યું કે હું છોકરો નહીં પણ છોકરી છું. મેં ધોરણ-12 સુધીના અભ્યાસ બાદ ભણવાનું છોડી દીધું. હું ઘણું સહન કરીને અહીં સુધી પહોંચી છું. કેરળના લોકો ટ્રાન્સજેન્ડરની ક્ષમતાથી પરિચિત છે. તેઓ જાણે છે કે હું સામાન્ય માણસ કરી શકે તે દરેક કામ કરી શકું છું.’ આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાંસદ કુટ્ટી યુડીએફના ટ્રબલશૂટર છે. 2011 અને 2016માં ધારાસભ્ય રહી ચૂક્યા છે, બે વખત સાંસદ રહ્યા છે. વેંગરામાં 1.82 લાખ મતદારો છે, જેમાંથી અંદાજે 70% મુસ્લિમ છે.
સીએમ વિજયનના અમુક કામ સારાં તો અમુક ખોટાં પણ છે
અનન્યા જણાવે છે કે તે જીતી તો મહિલા સુરક્ષા, શિક્ષણ, લઘુમતીઓ ખાસ કરીને ટ્રાન્સજેન્ડર્સ માટે દરેક ક્ષેત્રમાં અનામત માટે, ટ્રાન્સજેન્ડર્સની સુરક્ષા માટે કામ કરશે. વિજયન સરકારની કામગીરી અંગે અનન્યા કહે છે કે કેટલાંક કામ સારાં છે તો કેટલાંક ખોટાં પણ છે. આ વખતે કોની સરકાર બનશે તે અંગે અનન્યા કહે છે કે મતદારો યોગ્ય વ્યક્તિને ચૂંટશે. કેરળમાં લવ જેહાદનો મુદ્દો છે, જે અંગે તેનું કહેવું છે કે આ અંગે બોલવા હું યોગ્ય વ્યક્તિ નથી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.