તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kerala Monsoon 2021 News: Indian Meteorological Department (IMD) Forecast Latest Report

ત્રણ વર્ષમાં પહેલીવાર:આ ચોમાસામાં સામાન્ય રહેશે વરસાદ, હવામાન વિભાગે આપ્યો અંદાજ, અલ નીનો અથવા લા નીનોની અસર નહીં થાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચોમાસાની સીઝનમાં લોંગ ટર્મ એવરેજ 98% વરસાદ થવાની શક્યતા
  • સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં 103% વરસાદ થવાનો અંદાજ આપ્યો

આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. આ અનુમાન ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આપ્યું છે. તે પ્રમાણે આ ચોમાસાની સિઝનમાં લોંગ ટર્મ એવરેજના 98 ટકા વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા બે વર્ષમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.

આ વર્ષે અલનીનોની અસર ઓછી રહેવાની શક્યતા
હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.

પ્રાઈવેટ એજન્સીએ 103% વરસાદ થવાનો અંદાજ આપ્યો
હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.

ત્રણ વર્ષમાં પહેલીવાર વરસાદ સામાન્ય રહેવાની શક્યતા
IMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

96%થી 104% વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે
હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

હવામાન વિભાગે 98 ટકા વરસાદ રહેવાનો અંદાજ આપ્યો
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.

1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમીટર રહ્યું લોંગ ટર્મ એવરેજ
પરિભાષા પ્રમાણે ચોમાસાની સિઝનનું લોંગટર્મ એવરેજ 1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમેન્ટર રહ્યું હતું. રાજીવને જણાવ્યું કે, હવામાન વિભાગ માસિક અંદાજે જાહેર કરવા માટે હવે સાંખ્યિકી આંકડાઓની જગ્યાએ ડાયનેમિક મલ્ટી મોડલ એન્સેંબલ (MME) ફ્રેમવર્ક યુઝ કરે છે.

રાજીવને જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાનો માસિક અંદાજ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને મેના અંતિમ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, IMD મોનસૂન કોર ઝોન (MCZ) માટે અલગથી અંદાજ આપવા માટે એક મોડલ બનાવી રહ્યા છે. MCZ માટે આપવામાં આવેલો અંદાજ કૃષિ પ્રધાન રાજ્યોમાં લોકો માટે ખેતી-વાડીની યોજના બનાવવા માટે મદદગાર છે.