તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળમાં હવે નિપાહનું જોખમ:કોઝિકોડમાં નિપાહ વાઈરસથી 12 વર્ષના બાળકનું મૃત્યુ, રાજ્યમાં 2 વર્ષ બાદ ફરી જોવા મળ્યો આ વાઈરસ

18 દિવસ પહેલા
  • 2018માં કોઝિકોડ અને મલપ્પુરમમાં નિપાહથી 17ના મૃત્યુ થયા હતા
  • કેન્દ્રએ રાજ્ય સરકારને જરૂરી પગલા લેવાના નિર્દેશ આપ્યા

કેરળના કાઝિકોડમાં રવિવારે સવારે નિપાહ વાઈરસના કારણે 12 વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું છે. છોકરાની સારવાર એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. દર્દીઓના સંબંધીઓ અને તેમની સારવારમાં જેટલા લોકો સામેલ હતા, તે તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાંથી હાલ કોઈમાં પણ સંક્રમણના લક્ષણ જોવા મળ્યા નથી.

રાજ્યની સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ સ્થિતિ જાણવા માટે રવિવારે સવારે કાઝિકોડ માટે રવાના થઈ. જોર્જે કહ્યું કે અમે સ્થિતિને સંભાળવા માટે ટીમની રચના કરી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને બીજા ઉપાય પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ ગભરાવવાની જરૂર નથી, જોકે સાવધાની આપણે રાખવી પડશે.

કેન્દ્રએ રાજ્ય સરકારને જરૂરી પગલા લેવાના નિર્દેશ આપ્યા
કેન્દ્રએ એક ટીમન કેરળ મોકલી છે. સાથે જ રાજ્ય સરકારને તાત્કાલિક સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો કરવાની સલાહ આપી છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 12 દિવસ દરમિયાન પીડિત સાથે સંપર્કમાં આવનારા લોકોની તપાસ કરવામાં આવે. આવા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવે અને વધુમાં વધુ લોકોના સેમ્પલ કલેક્ટ કરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે.

શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની હાઈ લેવલ મીટિંગ
નિપાહના સંક્રમણની માહિતી મળ્યા પછી રાજ્ય સરકારે શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની હાઈ લેવલ મીટિંગ બોલાવી. પર્યટન મંત્રી પીએ મુહમ્મદ રિયાસેએ જણાવ્યું કે બેઠકમાં એક એક્શન પ્લા તૈયાર કરવામાં આવ્યો. અમારી પાસે 2018નો અનુભવ છે. અમે સ્વાસ્થ્ય મંત્રીની સાથે મોડી રાતે બેઠક કરી અને તેમની સાથે તમામ પાસાઓની ચર્ચા કરી, જેની પર તાત્કાલિક કાર્યવાહી જરૂરિયાત છે.

2018માં કોઝિકોડ અને મલપ્પુરમમાં નિપાહથી 17ના મૃત્યુ થયા હતા
કેરળમાં આ પહેલા નિપાહ વાઈરસનો મામલો 2019માં કોચીમાં પ્રકાશમાં આવ્યો હતો. 2018માં કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં તેના સંક્રમણથી 17 લોકોના મૃત્યુ થયા હતા. નિપાહ એક જૂનોટિક વાઈરસ છે અને તે ચામડચડિયા અને ભૂંડમાંથી માણસ સુધી ફેલાઈ શકે છે. આ બીમારીનો મૃત્યુ દર ઘણો વધુ છે. અત્યાર સુધીમાં તેની કોઈ ટ્રિટમેન્ટ કે રસી ઉપલબ્ધ નથી.