તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kerala High Court Says No Action Should Be Taken Even If News Broadcasters Association Does Not Enforce The Law

હાઇકોર્ટ NBAની સાથે:કેરળ હાઇકોર્ટે કહ્યું- ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન કાયદો લાગુ કરતું નથી તોપણ હાલ સખત પગલાં લેવામાં ન આવે

તિરુવનંતપુરમ3 મહિનો પહેલા
  • આ વ્યવસ્થાથી અધિકારીઓને ડિજિટલ ન્યૂઝ મીડિયાના કન્ટેન્ટ પર બેકાબૂ રીતે પ્રતિબંધ લગાવવાની તાકાત મળવા અંગે દલીલ કરાઈ

આ વર્ષે દેશમાં લાગુ કરવામાં આવેલા નવા IT કાયદાઓને લઈને કેરળ હાઈકોર્ટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન(NBA)નો પક્ષ લીધો છે. કોર્ટે કહ્યું હતું કે જો NBA આ કાયદાઓને લાગુ કરી શકતું નથી તો હાલ કોઈપણ દંડાત્મક કે સખત પગલાં લેવામાં આવવાં જોઈએ નહિ.

NBAની કોર્ટમાં 3 દલીલ
1. NBAએ કહ્યું હતું કે આ નિયમોને લાગુ કરીને સરકારી અધિકારીઓને કોઈપણ પ્રકારના કારણ વગર અને ખોટી રીતે મીડિયાને બોલવાની આઝાદી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવવાની તાકાત મળી જશે.
2. નવો IT કાયદો બંધારણના આર્ટિકલ 14, એટલે કે કાયદાની સામે સમાનતા અને આર્ટિકલ 19 એટલે કે કોઈપણ વ્યવસાયને પસંદ કરવાની આઝાદીનું પણ ઉલ્લંઘન કરે છે.
3. દેખરેખ રાખવાની આ વ્યવસ્થાથી અધિકારીઓને ડિજિટલ ન્યૂઝ મીડિયાના કન્ટેન્ટ પર બેકાબૂ રીતે પ્રતિબંધ લગાવવાની તાકાત મળી જશે.

નવા કાયદાઓમાં શું?

  • મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી(MEITY)એ 25 ફેબ્રુઆરી, 2021ના રોજ નવા IT નિયમો બહાર પાડ્યા હતા, જેને 25 મેથી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમોમાં IT કંપનીઓ, જેવી કે ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, ગૂગલ, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ સહિત અન્ય તમામ માટે ઘણી જરૂરી વાતો કહેવામાં આવી છે. કંપનીઓ જો આ વાતને નહીં માને તો સરકાર તરફથી જે મદદ મળે છે એ બંધ થઈ જશે.
  • જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 50 લાખથી વધુ યુઝર્સ છે તેમણે મુખ્ય ફરિયાદ અધિકારી, એક નોડલ અધિકારી અને એક મુખ્ય કમ્પલાયન્સ અધિકારી રાખવા પડશે. આ તમામ ભારતમાં જ રહેતા હોવા જોઈએ.
  • 24 કલાકની અંદર યુઝરની ફરિયાદ મળવા પર પુષ્ટિ કરવી પડશે. 15 દિવસની અંદર એનું સમાધાન કરવું પડશે. જો કન્ટેન્ટ પર યુઝરે વાંધો વ્યક્ત કર્યો છે, તો 36 કલાકની અંદર એને હટાવવું પડશે. પોર્નોગ્રાફી અને ન્યુડિટીવાળું કન્ટેન્ટ 24 કલાકની અંદર હટાવવું પડશે.

ટ્વિટરે લીગલ શીલ્ડ ગુમાવ્યું
માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર માટે ભારતમાં હાલ બધું યોગ્ય ચાલી રહ્યું નથી. ટ્વિટરે હવે થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શીલ્ડને ગુમાવી દીધું છે, એટલે કે સરકાર તરફથી એને કન્ટેન્ટને લઈને કોઈપણ પ્રકારની સુરક્ષા નહિ આપવામાં આવે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો હવે ટ્વિટર પર IPC કલમ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આ સ્થિતિ માટે ટ્વિટર પોતે જ જવાબદાર છે.

ટ્વિટર પર આ કાર્યવાહી નવા નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે કરવામાં આવી છે. જોકે તમામ IT કંપનીઓએ કેટલાક અધિકારીઓને ભારતમાં એપોઈન્ટ કરવાના છે, જોકે ટ્વિટરે ગાઈડલાઈનને ફોલો કરી નથી.

અન્ય સમાચારો પણ છે...