• Gujarati News
  • National
  • Kerala High Court Orders Second Dose Of Kovishield To Be Administered To Needy People 84 Days In Advance

વેક્સિનેસન:કેરળ હાઈકોર્ટ કોવિશીલ્ડનો બીજો ડોઝ જરૂરિયાતમંદ લોકોને 84 દિવસ અગાઉ લગાવવા ટકોર કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે જે લોકો કોવિશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ વર્તમાન સમયમાં સૂચન કરાયેલ 84 દિવસના સમયાંતર અગાઉ બીજો ડોઝ લેવા ઈચ્છતા હોય તો આ માટે પ્રથમ ડોઝ લેવા માટે ચાર સપ્તાહ બાદ કો-વિન પોર્ટલ પર બીજી વેક્સિન માટે સમય મેળવવા મંજૂરી આપવામાં આવે.

ન્યાયમૂર્તિ પી.બી.સુરેશ કુમારે કહ્યું કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારે વિદેશ યાત્રા કરનારા વ્યક્તિઓને કોવિડ-19થી જલદી અને વધારે સારી સુરક્ષા વચ્ચે યોગ્ય પસંદગી કરવાની મંજૂરી આપી શકાય છે, તો આ માટે કોઈ કારણ નથી કે સમાન વિશેષાધિકાર અહીં એવા લોકોને આપી શકાતા નથી કે જેઓ પોતાની રોજગારી અથવા શિક્ષણ અંગે જલ્દીથી સુરક્ષા ઈચ્છે છે.

કોવિન પોર્ટલ પર તાત્કાલિક જોગવાઈના આદેશ
સોમવારે હાઈકોર્ટે ત્રણ સપ્ટેમ્બરના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નીતિ પ્રમાણે લોકો પાસે જલદી વેક્સિનેશનનો વિકલ્પ છે, જેને અમલી બનાવવા માટે ખાનગી હોસ્પિટલના માધ્યમથી પણ ચુકવણીના આધાર પર વેક્સિનનું વિતરણ કરવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે કો-વિન પોર્ટલમાં આવશ્યક જોગવાઈ કરવા માટે જરૂરી જોગવાઈ કરવા આદેશ આપ્યો છે, જેથી લોકો શરૂઆતી પ્રોટોકોલ પ્રમાણે વેક્સિનના ચાર સપ્તાહ બાદ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ સમયસર લઈ શકે.