• Gujarati News
  • National
  • Kerala High Court Imposes Rs One Lakh Fine Dismisses Petition PM Narendra Modi Photo On Covid Vaccination Certificates 

મોદી સામે પડવું ભારે પડ્યું:કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પરથી મોદીની તસવીર હટાવવાની અપીલ કરી હતી, કેરળ હાઈકોર્ટે ફટકાર્યો એક લાખનો દંડ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરળ હાઈકોર્ટે અરજી ફગાવતા કહ્યુ- આ અરજી તુચ્છ અને રાજનીતિથી પ્રેરિત છે

કેરળ હાઈકોર્ટે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટથી મોદીની તસવીર હટાવવાની અપીલ કરતી અરજી મંગળવારે ફગાવી દીધી છે. એટલું જ નહીં અરજી કરનાર પર રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. અરજી કરનારે હાઈકોર્ટને કહ્યું હતું કે, વેક્સિનેશન સર્ટીફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

કેરળ હાઈકોર્ટે આ અરજી ફગાવતા કહ્યું છે કે, અરજી કરનારની અપીલ તુચ્છ છે, રાજનીતિથી પ્રેરિત છે. જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણનને અરજી કરનાર પીટર મયાલીપરમ્પિલને છ સપ્તાહની અંદર કેરળ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જો નક્કી કરેલા સમયમાં દંડની રકમ જમા કરવામાં નહીં આવે તો તેમની સામે રાજકિય વસુલીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને જરૂર પડશે તો અરજી કરનારની સંપત્તિમાંથી દંડની રકમ વસુલ કરવામાં આવશે.

આવી તુચ્છ દલીલો કોર્ટનો સમય બગાડે છે
કોર્ટે કહ્યું કે, આ અરજી કરનારને એ કારણથી દંડ ફટકારવામા આવ્યો છે કારણકે આ પ્રમાણેની તુચ્છ દલીલો અને અરજીઓના કારણે કોર્ટનો સમય બગડે છે. આવી તુચ્છ દલીલો વિશે કોર્ટ વિચાર નહીં કરે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, અરજી કરનારે વડાપ્રધાનની તસવીર અને વેક્સિનેશન સર્ટીફિકેટ પર જે પ્રોત્સાહન આપતો મેસેજ આપ્યો છે તેની પણ નિંદા કરી છે. કોર્ટે કહ્યું છે કે, દેશના નાગરિક પાસે આવી અપેક્ષા ના રખાય.

પીએમની ફોટોથી શરમ કેમ આવે છે?
આ પહેલાં કેરળ હાઈકોર્ટે આ અરજીની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઉભા કર્યા હતા. આ અરજી વિશે સુનાવણી કરતાં જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણનને અરજી કરનારને કહ્યું હતું કે, તે આપણાં દેશના વડાપ્રધાન છે, બીજા કોઈ દેશના નહીં. તેઓ બહુમતીથી સત્તામાં આવ્યા છે. માત્ર એટવા માટે કે તમારી વચ્ચે રાજકિય મતભેદ છે એટલે તમે આવી અરજીને કોર્ટમાં પડકારી શકો નહીં. આપણાં પીએમની તસવીરથી શરમ કેમ આવે છે? જો દેશના 100 કરોડ લોકોને તેનાથી પ્રોબ્લેમ નથી તો તમને કેમ છે? તમે કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છો.

અન્ય સમાચારો પણ છે...