કેરળમાં વરસાદનો નવો ટ્રેન્ડ:કેરળ: 14 કિમીના વ્યાપવાળા તોફાની વાદળાં વરસી રહ્યા છે

તિરુવનંતપુરમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસથી વરસી રહેલા વરસાદને પ્રિ-મોન્સૂન સાથે કોઈ લેવાદેવા નથી

મોન્સૂનનું 27 મે સુધી કેરળમાં આગમન થવાની શક્યતા છે. મોન્સૂનના આગમથી 15 દિવસ પહેલાથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિજ્ઞાનીઓની માનીઅે તો આ પ્રી-મોન્સૂન વરસાદ નથી. આ નવા પ્રકારના વાદળા છે જે એક કિ.મી.થી લઈને 14 કિ.મી. જેટલો દાયરો ધરાવે છે. કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના એસોસિએટ પ્રોફેસર એસ.અભિલાષ કહે છે કે કેરળમાં 3 દિવસથી દરરોજ આશરે 20 સે.મી. વરસાદ વરસી રહ્યો છે.

એવું લાગે છે કે મોન્સૂન આવી ચૂક્યું છે. વર્તમાન રિસર્ચ મુજબ દેશના પશ્ચિમી તટ પર લૉ પ્રેશર ઝોન સર્જાઈ રહ્યું છે. આ એ વાદળોને કારણે નથી જે કેરળમાં હળવો વરસાદ વરસાવીને નીકળી જતા હતા. આ વાદળા 7 કિ.મી. મોટા હતા પણ જે નવા વાદળા જોવા મળી રહ્યા છે તેને ક્યૂમોલોનિબસ વાદળા કહેવાય છે. તે સામાન્ય વાદળની તુલનાએ બમણા મોટા હોય છે.

નવા પ્રકારના વાદળ અચાનક આંધી-તોફાન સાથે નાનકડી જગ્યામાં ભીષણ વરસાદ લાવે છે. આ એવું જ છે જેમ આભ ફાટતા વરસાદ પડે છે. સૌથી મોટી તકલીફ એ છે કે આવા વાદળોનું પૂર્વાનુમાન મુશ્કેલ હોય છે. પશ્ચિમી તટ પર આ વાદળો દેખાવા નવો ટ્રેન્ડ છે. સામાન્ય રીતે મોન્સૂન દરમિયાન કેરળમાં પવન 40 કિ.મી./કલાકની ઝડપે ફૂંકાવા લાગે છે. તે પાકનો નાશ કરી વૃક્ષો પણ ઉખાડી ફેંકે છે.

અરબ સાગરનું તાપમાન અન્ય સમુદ્રોની તુલનાએ 1.5 ગણી ઝડપથી વધી રહ્યું છે: નવા ટ્રેન્ડ માટે પૂર્વ અરબની ખાડીમાં ગરમી અને ભેજનું વધતું પ્રમાણ જવાબદાર છે. રિસર્ચમાં જાણ થઈ કે અરબ સાગરની સપાટીનું તાપમાન અન્ય સમુદ્રોની તુલનાએ દોઢ ગણી ઝડપે વધ્યું છે. 3 દાયકામાં તાપમાન એક ડિગ્રી વધવું અનપેક્ષિત ઘટના છે. કેમ કે સમુદ્રમાં તળીયાનું પાણી ઉપર અને ઉપરનું નીચે જવાને કારણે તાપમાનમાં વધ-ઘટ થતી નથી. આ ટ્રેન્ડ ક્લાઈમેટ ચેન્જ તરફ ઈશારો કરે છે.

આ ટ્રેન્ડ વચ્ચે મોન્સૂનનું આગમન થઈ જશે તો કેરળમાં પૂરથી વિનાશ સર્જાઈ શકે: પ્રો.અભિલાષે કહ્યું કે સંભવત: વર્તમાન વરસાદ પાછળ અસાની સાઈક્લોન જવાબદાર હોય. જોકે ડર એ છે કે જો વર્તમાન વરસાદ વચ્ચે મોન્સૂનનું આગમન થઈ જશે તો 2018-19 જેવું ભીષણ પૂર આવી શકે છે. સામાન્ય રીતે પૂર આવ્યા બાદ બચાવ કામગીરી શરૂ થાય છે પણ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે કે કેરળ અને આજુબાજુના લોકોએ દરેક સમયે તૈયાર રહેવું પડશે.

બેંગ્લુરુમાં ભારે વરસાદ, 2ના મોત
અહીં મંગળવારે રાત્રે ભારે વરસાદને કારણે બે મજૂરોના મોત નીપજ્યા. ઉલ્લાલ ઉપ્પાનાનગર ઉપકાર બસ સ્ટેન્ડ નજીક થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા બિહાર અને યુપીના વતની હતા. વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...