તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી CMની પુત્રી સાથે છેતરપિંડી:કેજરીવાલની પુત્રી ઓનલાઇન સોફા વેચવા જતાં ઓનલાઇન ફ્રોડનો શિકાર બની

નવી દિલ્હીએક મહિનો પહેલા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી ઓનલાઈન ફ્રોડનો શિકાર બની છે. સીએમ કેજરીવાલની પુત્રી એક જૂના સોફાને ઓનલાઈન વેચી રહી હતી. એ સમયે ઠગે તેની સાથે 34000 રૂપિયાની છેતરપિંડી કરી.

વાસ્તવમાં આ ઠગે ખુદની સોફાના કસ્ટમર તરીકે ઓળખ આપી. તેણે સૌપ્રથમ સીએમની પુત્રીનો વિશ્વાસ જીતવા માટે તેના અકાઉન્ટમાં થોડા પૈસા મોકલ્યા. એ પછી એ શખસે સીએમની પુત્રીને એકવાર કોડ સ્કેન કરવા માટે કહ્યું હતું. આ સમયે કોડ સ્કેન કરતાં જ તેના અકાઉન્ટમાંથી એકવારમાં 20 હજાર રૂપિયા અને એ પછી 14 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા.

​​​​​​​સીએમ અરવિંદ કેજરીવાલની પુત્રીએ ઓનલાઈન સોફા વેચવા મૂક્યો હતો. કોઈ ઠગે તેના અકાઉન્ટમાં થોડી રકમ મોકલ્યા પછી તેની પાસે કોડ સ્કેન કરાવ્યો અને તરત જ બે વખતમાં તેના અકાઉન્ટમાંથી પૈસા કાઢી લીધા હતા.

ઠગે આસાનીથી દિલ્હી CMની પુત્રીનો વિશ્વાસ જીત્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલની પુત્રી હર્ષિતાએ એક સોફો વેચવા માટેની વિગતો ઈ-કોમર્સ સાઈટ પર આપી હતી. એક વ્યક્તિએ એ સોફા ખરીદવામાં રસ દર્શાવ્યો અને તેનો સંપર્ક કર્યો હતો. અકાઉન્ટ બરાબર છે કે નહીં એ ચેક કરવાના બહાને તેણે હર્ષિતાના અકાઉન્ટમાં નાની રકમ ટ્રાન્સફર કરી હતી. આમ, આ ઠગે હર્ષિતાનો વિશ્વાસ જીતી લીધો હતો. તેણે ત્યાર બાદ હર્ષિતાને કોડ સ્કેન કરવા કહ્યું અને એમ કરવાની સાથે જ હર્ષિતાના અકાઉન્ટમાંથી સૌપ્રથમ 20000 રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

હર્ષિતાએ પૈસા ડેબિટ થયાનું કહ્યું તો ઠગે કહ્યું ભૂલથી થયું
હર્ષિતાએ જ્યારે સોફા ખરીદવા ઈચ્છતા શખસને કહ્યું કે તેના અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થયા છે તો એ શખસે કહ્યું કે આવું ભૂલથી થયું છે. તેણે ફરીથી કોડ સ્કેન કરવાની પ્રક્રિયા કરવા કહ્યું. હર્ષિતાએ એમ કરતાં બીજી વખતમાં 14000 રૂપિયા તેના અકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ‘અમને મળેલી ફરિયાદ પ્રમાણે અમે આઈપીસીની સંબંધિત કલમો અંતર્ગત એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરાઈ છે અને અમે આરોપીને શોધી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો