તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kejriwal To Provide Free Rations To 72 Lakh People, Rs 50,000 Compensation And Rs 2,500 Pension To Families Of Corona Victims

દિલ્હી સરકારની મોટી જાહેરાત:કેજરીવાલ 72 લાખ લોકોને મફત રાશન આપશે, સંક્રમણમાં જીવ ગુમાવનારના પરિવારને 50 હજારનું વળતર અને અઢી હજાર પેન્શન આપશે

દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભ્રષ્ટાચાર ઓછો કરીને જે પૈચા બચાવ્યા છે, તેનાથી આ જાહેરાત પૂરી કરીશું. કેજરીવાલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ભ્રષ્ટાચાર ઓછો કરીને જે પૈચા બચાવ્યા છે, તેનાથી આ જાહેરાત પૂરી કરીશું. કેજરીવાલની ફાઈલ તસવીર.

કોરોના મહામારીનો સામનો કરી રહેલા દિલ્હી માટે અરવિંદ કેજરીવાલ સરકારે 4 મોટી જાહેરાત કરી છે. જેમા મફર રાશન, મોત પર વળતર અને પીડિત પરિવારને પેન્શન જેવી રાહતનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું કે અમે આશા કરીએ છીએ કે આ જાહેરાતથી લોકોને ઘણી રાહત મળશે.

પ્રથમ જાહેરાત: મફત રાશન
કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર 72 લાખ લોકોને 5 કિલો રાશન આપે છે, આ મહિને આ રાશન મફત અપાશે. 5 કિલો દિલ્હી સરકાર અને 5 કિલો પ્રધાનમંત્રી યોજના અંતર્ગત એટલે કે કુલ 10 કિલો રાશન મફત અપાશે. એવા ઘણા લોકો છે જેમની પાસે રાશનકાર્ડ નથી, તેમને પણ રાશન અપાશે. ગત વખતે પણ અમે આવું જ કર્યું હતું, અને આ વખતે પણ કરીશું. જે રાશન માંગશે તેઓને આપીશું.

બીજી જાહેરાત: જે લોકોનું મૃત્યુ કારોનાના કારણે થયું છે, તેમના પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર અપાશે. મુસિબતના સમયમાં આવા પરિવારને થોડી રાહત મળશે.

ત્રીજી જાહેરાત: ઘણા એવા પરિવાર છે જેમાં કમાનાર વ્યક્તિનું સંક્રમણથી મોત થયું છે.આવા પરિવારને 50 હજારના વળતર ઉપરાંત દર મહિને અઢી હજારનું પેન્શન અપાશે.

ચોથી જાહેરાત: કોરોનાના કારણે જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. તેઓને મહિને અઢી હજાર અપાશે. તેઓ 25 વર્ષના થાય ત્યાં સુધી આ સહાય કરાશે. આ ઉપરાંત તેઓને મફત શિક્ષણ અપાશે.

ભ્રષ્ટાચાર ઓછો કરીને જે પૈચા બચાવ્યા છે, તેનાથી આ જાહેરાત પૂરી કરીશું
કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે અને ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે. ભ્રષ્ટાચાર ઓછો થવાથી જે પૈસાની બચત થઈ છે, તેનાથી આ જાહેતાર પૂરી કરીશું. લોકડાઉનથી લોકોની રોજગારી જતી રહી છે. ઘણા પરિવારમાં કમાનાર વ્યક્તિનું મોત થયું છે. આ જાહેરાતથી પીડિત પરિવારોને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...