દિલ્હીમાં કચરા પર BJP-AAPનું પ્રદર્શન:કેજરીવાલ ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર પહોંચ્યા, કહ્યું- ભાજપે કચરાના 3 પહાડ આપ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા

દિલ્હીમાં MCD ચૂંટણી પહેલા કચરા પર રાજકારણ તેજ થઈ ગયું છે. કેજરીવાલની ગાઝીપુર મુલાકાત પહેલા ભાજપ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે ભારે હોબાળો થયો હતો. બંનેએ એકબીજા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળાના થોડા સમય બાદ કેજરીવાલ કચરાનો પહાડ જોવા ગાઝીપુર પહોંચ્યા હતા.

તેમણે કહ્યું કે ભાજપે 15 વર્ષમાં કચરાના ત્રણ પહાડ આપ્યા. દિલ્હીને કચરાનો ઢગલો બનાવી દેવામાં આવ્યો છે. આ વખતે MCDની ચૂંટણી કચરા મુદ્દે થશે. મુખ્યમંત્રીએ પડકાર ફેંક્યો કે ભાજપ જણાવે કે છેલ્લા 15 વર્ષમાં MCDમાં શું કામ થયું છે?

ભાજપના કાર્યકરોએ હાથમાં પોસ્ટર લઈને સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપના કાર્યકરોએ હાથમાં પોસ્ટર લઈને સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપે કેજરીવાલ ગો બેકના નારા લગાવ્યા હતા
ભાજપના કાર્યકરોએ હાથમાં કાળા ઝંડા લઈને કેજરીવાલ ગો બેકના નારા લગાવ્યા હતા. આ પહેલા ભાજપના કાર્યકર્તાઓ દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ આપના કાર્યકરો ત્યાં પહોંચી ગયા. ભાજપે આરોપ લગાવ્યો કે કેજરીવાલ ગાઝીપુરના કચરા પર રાજકારણ કરી રહ્યા છે.

ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે MCD ચૂંટણી સમયે કેજરીવાલને ગાઝીપુર યાદ આવી રહ્યું છે.
ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે MCD ચૂંટણી સમયે કેજરીવાલને ગાઝીપુર યાદ આવી રહ્યું છે.

કેજરીવાલે કહ્યું- ગૃહમંત્રીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો
કેજરીવાલે વધુમાં કહ્યું અને દિલ્હીમાં શું કામ કર્યા , તે મને પુછવાની જરુર નથી, દિલ્હીની જનતા જણાવશે. કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- ગૃહમંત્રી અમિત શાહ આવ્યા, તેમણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મને અપશબ્દો કહ્યા. મારા પરદિલ્હી MCDને ફંડ ન આપવાનો આરોપ લગાવ્યા. હું ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે તમે દિલ્હીમાં MCDને કેટલું ફંડ આપ્યું છે? તેઓ દિલ્હીને કેન્દ્રશાસિત પ્રદેશ કહીને પોતાની જવાબદારીથી દુર ભાગી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના પોસ્ટર પર ગુસ્સો ઠાલવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના પોસ્ટર પર ગુસ્સો ઠાલવ્યો હતો.
કેજરીવાલ પહોંચતા પહેલા ભાજપના કાર્યકરો ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર તેમનો વિરોધ કરવા પહોંચ્યા હતા.
કેજરીવાલ પહોંચતા પહેલા ભાજપના કાર્યકરો ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર તેમનો વિરોધ કરવા પહોંચ્યા હતા.

એક દિવસ પહેલા કેજરીવાલે કહ્યું હતુ- ગાજીપુરવાળો કચરાનો પહાડ જોવા જઈશ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ગાઝીપુર જવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું- તેમના (ભાજપ) એક નેતાને મેં પૂછ્યું - તમે 15 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું કામ કર્યું? શરમાતા તેણે બે વાત કહી. કચરાના ત્રણ મોટા પહાડો બનાવો અને સમગ્ર દિલ્હીને કચરાપેટી બનાવી દીધી. કાલે સવારે (ગુરુવારે) હું ગાઝીપુરના કચરાનો પહાડ જોવા જઈશ. તમે પણ આવશો.

અન્ય સમાચારો પણ છે...