• Gujarati News
  • National
  • Kejriwal Promises Free Electrify । Punjabi People । As He Dose In Delhi । Akali Dal, Congress

પંજાબમાં AAPનો દિલ્હીવાળો દાવ:વિધાનસભા ચૂંટણી પહેલાં કેજરીવાલના 3 મોટા વાયદા- 300 યુનિટ વીજળી ફ્રી, જૂનાં રેસિડન્સ બિલો માફ અને 24 કલાક પાવર સપ્લાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમઆદમી પાર્ટીએ પંજાબમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીવાળી ગેમ રમવાનું શરૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી હતી. આ દરમિયાન 3 મોટા ચૂંટણી વાયદા કર્યા છે. 1) દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી, 2) જૂનાં રેસિડન્સ બિલ માફ 3) 24 કલાક પાવર સપ્લાય.

કેજરીનું ચૂંટણી ગેરંટી કાર્ડ
કેજરીવાલે કહ્યું હતું કે ગરીબોનાં વીજળીનાં બિલ 70 હજાર સુધી આવી રહ્યાં છે. તેમનો શું વાંક, તેમનાં કનેક્શન કાપી દેવામાં આવે છે. તેવા દરેક લોકોને સન્માન આપવામાં આવશે અને તેમનાં કનેક્શન ફરી જોડી દેવામાં આવશે. રેસિડન્સ સેક્ટરમાં જેમનાં જૂનાં બિલ બાકી હશે એ માફ કરી દેવામાં આવશે. 300 યુનિટ ફ્રી વીજળીને કારણે 80 ટકા લોકોનાં બિલ ઝીરો થઈ જશે. આ કેજરીવાલની ગેરંટી છે, કેપ્ટનના વાયદા નહીં. તેમણે તેમના વાયદા 5 વર્ષમાં પણ પૂરાં નથી કર્યા. 300 યુનિટ વીજળી અને જૂનાં બિલ માફ કરવામાં આવશે. 24 કલાક વીજળી આપવામાં સમય લાગશે.

કેજરીવાલે પંજાબ રવાના થતી વખતે ટ્વીટ કર્યું હતું કે પંજાબ માટે નવી સવાર છે. આગામી થોડા કલાકોમાં હું તમારી વચ્ચે હોઈશ.

દિલ્હીની મહિલાઓ ખુશ, પંજાબની મોંઘવારીથી નારાજ- કેજરીવાલ
રેલી પહેલાં આમઆદમી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું કે સ્ટેજ તૈયાર છે. અરવિંદ કેજરીવાલ આજે એક મોટી જાહેરાત કરશે. પાર્ટી લીડર રાઘવ ચડ્ડાએ કહ્યું હતું કે આ જાહેરાત કેપ્ટન અમરિંદરને ઝટકો આપશે. આ પહેલાં સોમવારે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે દિલ્હીમાં અમે દરેક પરિવારને 200 યુનિટ વીજળી ફ્રી આપીએ છીએ. અહીંની મહિલાઓ ખુશ છે. પંજાબની મહિલાઓ મોંઘવારીથી નારાજ છે. AAP આખા પંજાબમાં 200 યુનિટ વીજળી ફ્રી આપશે.

કોંગ્રેસે પણ ફ્રી વીજળી પર ભાર આપ્યો
કેજરીવાલનો આ વાયદો ત્યારે સામે આવ્યો છે જ્યારે કોંગ્રેસ હાઈકમાન કેપ્ટન અમરિંદરે પણ ફ્રી વીજળી આપવાના વાયદા પર ભાર આપ્યો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફ્રી વીજળી આપવામાં આવશે. ત્યાર પછી આમઆદમી પાર્ટીએ પણ વીજળી અને મોંઘવારી વિશે તેમની ચૂંટણી સ્ટ્રેટેજી તૈયાર કરી છે. પંજાબમાં વીજળીના બિલ ઘણા વધારે આવી રહ્યા છે. એનો વિરોધ સરકારી અને બિનસરકારી કર્મચારીઓની સાથે સાથે વિપક્ષી પાર્ટીએ પણ કર્યો છે.

સભા પહેલાં પરમિશન વિશે વિવાદ
આમઆદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલને ચંદીગઢમાં પહેલેથી નક્કી કરેલી જગ્યા પર કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં નથી આવી. આપે કહ્યું હતું કે કેપ્ટન કેજરીવાલથી ડરી ગયા છે. જોકે આ દાવા પછી કેપ્ટને તરત મંજૂરી ના આપવાની વાત નકારી દીધી હતી. તેમણે કહ્યું હતું કે જો કેજરીવાલ ઈચ્છે તો તેમના માટે લંચની વ્યવસ્થા કરી શકું એમ છું.

અન્ય સમાચારો પણ છે...