• Gujarati News
  • National
  • Kejriwal Government Wins Vote Of Confidence, 58 Votes In Support, BJP Walkout From Voting

દિલ્હીમાં ભાજપને ઝટકો:કેજરીવાલ સરકારે વિશ્વાસનો મત જીત્યો, સપોર્ટમાં મળ્યા 58 વોટ, વોટિંગથી ભાજપનું વોકઆઉટ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ થયાના ત્રણ દિવસ પછી ગુરુવારે કેજરીવાલ સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે. સરકારની તરફેણમાં 58 વોટ પડ્યા છે, જ્યારે ભાજપે વોટિંગથી વોકઆઉટ કરી દીધો છે. 70 સીટ ધરાવતી દિલ્હી વિધાનસભામાં AAPના 62 અને ભાજપના 8 ધારાસભ્ય છે.

ગુરુવારે સત્ર શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ દારુ કૌભાંડની ચર્ચાને લઈને હંગામો કર્યો હતો, જેના પછી ડેપ્યૂટી સ્પિકર રાખી બિડલાએ ભાજપના 2 ધારાસભ્યોને માર્શલ આઉટ કર્યા હતા. ધારાસભ્યોના માર્શલ આઉટ કરાયા પછી દિલ્હી એસેંબલીમાં નેતા પ્રતિપક્ષ રામવીર વિધૂડીએ જણાવ્યુ હતુ કે 2000 કરોડ રૂપિયાનું દારુ કૌભાંડ છે. અને એ વિશે અમારા MLAને બોલવા દેવામાં આવતા નથી.

  • દિલ્હી એસેમ્બલીમાં વિશ્વાસમત ઉપર ચર્ચાની વચ્ચે ભાજપ નેતાઓએ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કર્યો હતો.
  • AAPના બધા જ MLA ઉપ-રાજ્યપાલને મળશે.

કેજરીવાલે ગુજરાત ચૂંટણીમાં CBI રેડથી જોડ્યું
વિશ્વાસમત પ્રસ્તાવની ચર્ચા દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે 'CBIના અધિકારીઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરી શકે છે.' જો સિસોદિયાની ધરપકડ થાય છે તો તો ગુજરાતની ચૂંટણીમાં અમારા વોટ પર્સંટેજ વધી જશે. તેમણે કહ્યુ હતુ કે 'મારી સામે પણ આ લોકો એ 16 કેસો દાખલ કર્યા છે. જેમાંથી 12 કેસમાં તો હું નિર્દોષ છૂટ્યો છું'.

AAPનો આરોપ-ઓપરેશન લોટસથી MLAને ખરીદવાની કોશિશ
મનીષ સિસોદિયાના ઘર ઉપર 19 ઑગસ્ટે CBIની રેડ પછી AAPએ BJP ઉપર ઓપરેશન લોટસનો આરોપ લગાવ્યો છે. AAPએ કહ્યુ હતુ કે ભાજપ 800 કરોડ ખર્ચીને અમારા 40 MLAને ખરીદવા માગે છે. ભાજપના લોકોએ 12 ધારાસભ્યોને 20-20 કરોડની ઓફર પણ કરી હતી.

19 ઑગસ્ટે દિલ્હીમાં AAP અને BJP વચ્ચે ઝઘડો થયો હતો
આબકારી નીતિને લઈને દિલ્હીમાં પહેલી વાર 19 ઑગસ્ટે મનીષ સિસોદિયાના ઘર ઉપર CBIએ દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક સુધી ચાલ્યા હતા, જેના પછી CBIએ આ મામલે PMLA કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો.