• Gujarati News
  • National
  • Kejriwal Government To Deregister 10 Year Old Diesel Vehicles In Delhi From January 1, 2022

પ્રદૂષણ રોકવા કાર્યવાહી:કેજરીવાલ સરકાર દિલ્હીમાં 1 જાન્યુઆરી 2022થી 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરશે

એક મહિનો પહેલા
દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) ના આદેશોનું પાલન કરતા દિલ્હી સરકાર 1 જાન્યુઆરી 2022થી 10 વર્ષ જૂના દરેક ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરશે. સરકાર ત્યાર બાદ જે વાહન માલિક બીજા રાજ્યોમાં વાહન ટ્રાન્સફર કરવા ઈચ્છે છે તેમને NOC આપશે, જેથી બીજી જગ્યાએ વાહનોનું રી-રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકાય.

NGTએ દિલ્હી-NCRમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોનું રજીસ્ટ્રેશન ન કરવાનો આદેશ કર્યો છે. દિલ્હી પરિવહન વિભાગ દ્વારા આ સપ્તાહમાં જાહેર કરવામાં આવેલ આદેશમાં એમ પણ કહેવાયું છે કે 15 વર્ષ જૂના ડીઝલ વાહનોને NOC સર્ટીફીકેટ આપવામાં નહીં આવે.

આ પગલું કેમ ભરવામાં આવ્યું?
સુપ્રીમ કોર્ટે આ મામલાને લઈને એક આદેશ જાહેર કર્યો હતો. તેમા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પર્સનલ ગાડી 20 વર્ષ બાદ અને કોમર્શિયલ ગાડીને 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટને પાસ ન કરનાર વાહનોને ચલાવવા પર દંડ વસૂલવામાં આવશે અને જપ્ત પણ કરવામાં આવી શકે છે. જે ગાડી ટેસ્ટ પાસ કરશે તેવી ગાડીઓની ચલાવાની મંજૂરી આપવામાં આવશે.

ટેસ્ટમાં નિષ્ફળ રહેલી ગાડીઓને સ્કેપેજ પોલીસી હેઠળ ભંગારમાં મોકલી દેવામાં આવશે. આ અગાઉ દિલ્હી પરિવહન વિભાગે 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અથવા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોના વપરાશ કરનારાઓ પર 10,000 રુપિયાનો દંડ વસૂલવાની જાહેરાત કરી હતી.

વાહન માલિક હવે શું કરી શકશે
દિલ્હી સરકારના પરિવહન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઈલેક્ટ્રિક વાહનમાં ટ્રાન્સફર કરીને ચલાવામાં આવી શકે છે. પરંતુ સરકાર માન્ય રેટ્રોફિટેડ કંપનીઓ જોડે જ કિટ ફિટ કરાયેલી હોવી જોઈએ. તેવા વાહનો જેને નિયમ અનુસાર બીજા રાજ્યોમાં રિ-રજીસ્ટ્રેશન ન કરવામાં આવે તેને સ્ક્રેપ પોલીસી અનુસાર સ્ક્રેપ કરાવી પડશે.

સુપ્રીમ કોર્ટ સરકારના નિર્ણયથી સંતુષ્ટ
વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે કેજરીવાલ સરકારે લીધેલા નિર્ણયથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની આગેવાની હેઠળની બેન્ચે આયોગને ભવિષ્યના નિર્ણયો માટે જનતા અને નિષ્ણાંતોની સલાહ સૂચનને આવકારવાની સલાહ આપી છે.

અન્ય સમાચારો પણ છે...