તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kejriwal Demanded 4 Times More Oxygen Than Required, Says BJP MP Gautam Gambhir: Delhi CM Apologizes

સુપ્રીમ કોર્ટના રિપોર્ટમાં જ ઘટસ્ફોટ:કેજરીવાલે જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી, સિસોદિયાએ કહ્યું- આવો કોઈ રિપોર્ટ આવ્યો જ નથી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ઓક્સિજન ઓડિટ રિપોર્ટ પર ઘેરાયા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ
  • મનીષ સિસોદિયાએ કહ્યું- ઓક્સિજનમુદ્દે પેનલ દ્વારા આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી

કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ઓક્સિજન અંગે થયેલા વિવાદ હવે બીજી રીતે સામે આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માગ કરી હતી, જેની 12 રાજયના સપ્લાય પર અસર પડી.

દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેરના સમયે કેન્દ્ર પાસેથી 1,140 મેટ્રિક ટન ઓક્સિજનની માગ કરી હતી. રિપોર્ટ મુજબ, એ દિલ્હીની જરૂરિયાત કરતાં 4 ગણી વધુ છે. દિલ્હીમાં એ સમયે જેટલાં ઓક્સિજન બેડ હતાં એ હિસાબે દિલ્હીને 289 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂરિયાત હતી.

પેનલનો રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો કેજરીવાલમાં શરમ બચી હોય તો તેણે દેશની માફી માગવી જોઈએ.

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું, કેજરીવાલે દેશની માફી માગવી જોઈએ.
ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું, કેજરીવાલે દેશની માફી માગવી જોઈએ.

મનીષ સિસોદિયાનો જવાબ- આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી
ઓક્સિજન સંકટ બાબતે આમઆદમી પાર્ટી અને ભાજપા ફરી એક વખત અમને-સામને આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનવાયેલી પેનલના રિપોર્ટના આધારે ભાજપા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર શુક્રવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.

સિસોદિયાએ કહ્યું હતું કે આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી.
સિસોદિયાએ કહ્યું હતું કે આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી.

ભાજપા ઓક્સિજન બાબતે ખોટું બોલી રહી છે: સિસોદિયા
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ભાજપાના નેતા જે રિપોર્ટનો દાવો કરી રહ્યા છે એ બાબતે એવો કોઈ રિપોર્ટ છે જ નહીં. સિસોદિયાએ દાવો કરતાં જણાવ્યું હતું કે ભાજપા આ બાબતે ખોટું બોલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે એક ઓક્સિજન કમિટી બનાવી હતી, અમે આ કમિટીના દરેક સભ્ય સાથે વાત કરી છે, અને તેમણે જણાવ્યું હતું કે તેમણે આવો કોઈ રિપોર્ટને ​​​​​​અપ્રૂવ કર્યો જ નથી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યું હતું કે જ્યારે આવો કોઈ રિપોર્ટ આપવામાં જ આવ્યો નથી, તો ભાજપ આ કયા રિપોર્ટની વાત કરે છે. મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ આ રિપોર્ટ લાવીને બતાવે, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા બનવાયેલી કમિટીએ આપ્યો છે. હજી તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, એવામાં અમારી પાર્ટી સામે આ પ્રકારનું કોઈ કાવતરું રચવું જોઈએ નહીં.

હોસ્પિટલોએ પણ વધુ માગ જણાવી
રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે દિલ્હીમાં 284થી લઈને 372 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ વધુ સપ્લાયની માગને કારણે બીજાં રાજ્યો પર એની અસર પડી. પેનલ દિલ્હીના 4 હોસ્પિટલ તંત્ર સાથે પણ આ બાબતે પૂછપરછ કરી રહી છે. આ હોસ્પિટલોમાં બેડના હિસાબે વધુ ઓક્સિજન વપરાયો છે. એમાં સિંઘલ હોસ્પિટલ, આસિફ અલી હોસ્પિટલ, ઈએસઆઇસી મોડલ હોસ્પિટલ અને લિફેરે હોસ્પિટલ સામેલ છે. રિપોર્ટ મુજબ, આ હોસ્પિટલોએ ખોટા ડેટા આપ્યા અને દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને વધારીને જણાવી હતી.

સુપ્રીમ કોર્ટે બનાવી હતી 12 સભ્યની કમિટી
કોરોનાની બીજી લહેર દરમિયાન મે મહિનામાં દિલ્હીમાં ઓક્સિજનની મુશ્કેલીઓ સામે આવી હતી. દિલ્હી સરકાર અને કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોએ આ બાબતે સુપ્રીમ કોર્ટનું વલણ અપનાવ્યું હતું અને ઓક્સિજન સપ્લાય તરત જ વધારવાની માગ કરી હતી. ત્યારે જસ્ટિસ ડિવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે 12 સભ્યની ટાસ્કફોર્સ બનાવી હતી. કોર્ટે કમિટીથી ઓક્સિજનના સપ્લાય અને માગ પર ઓડિટ રિપોર્ટ માગ્યો હતો. કમિટીમાં દેશના જાણીતા 10 ડોકટરો ઉપરાંત 2 સરકારી અધિકારી સામેલ છે. કોર્ટે કમિટીને રિપોર્ટ આપવા માટે 6 મહિનાનો સમય આપ્યો હતો.

730 ટન ઓક્સિજન મળતાં કેજરીવાલે આભાર વ્યક્ત કર્યો હતો
કોરોનાની બીજી લહેર વચ્ચે દિલ્હીમાં 730 ટન ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે પત્રમાં લખ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ વખત દિલ્હીને 730 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે. દિલ્હીની જનતા વતી હું આભાર વ્યક્ત કરું છું. રાજ્યને દરરોજ 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. આ માટે અમે ઘણા દિવસોથી કેન્દ્ર સમક્ષ પ્રાર્થના કરી રહ્યા હતા. તમને વિનંતી છે કે આટલો જ ઓક્સિજન દરરોજ અમને મળતો રહે અને એમાં કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં ન આવે.

સપ્લાય આમ જ રહ્યો તો દિલ્હીમાં ઓક્સિજનની કમીને કારણે કોઈનું પણ મૃત્યુ નહીં થાય: કેજરીવાલ
કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે અમને સતત 700 ટન ઓક્સિજન પહોંચાડવામાં આવશે તો અમે દિલ્હીમાં 9000-9500 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી શકીશું. હું તમને વિશ્વાસ અપાવું છું કે ત્યાર બાદ દિલ્હીમાં ઓક્સિજનની કમીને કારણે કોઈનું પણ મૃત્યુ થવા દેવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં ઓક્સિજનના અભાવને કારણે હોસ્પિટલોમાં બેડની કેપેસિટી ઘટાડવી પડી હતી. હું તમામ હોસ્પિટલોને વિનંતી કરું છું કે હવે બેડની સંખ્યા ફરીથી વધારી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...