• Home
  • National
  • Kejriwal claims: The government has set up a diet of 4 lakh people for the treatment of 100 coronary virus patients every day.

કેજરીવાલનો દાવોઃ સરકાર કોરોના વાઈરસના દરરોજના 100 દર્દીઓની સારવાર માટે અડીખમ, 4 લાખ લોકોની જમવાની વ્યવસ્થા

X

  • મેં આગામી તૈયારી કરવા માટે પાંચ ડોક્ટરની એક ટીમ બનાવી હતીઃ કેજરીવાલ 
  • 20,000 ગરીબ લોકો, 125 શાળાની અંદર જમવાની વ્યવસ્થા 

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 04:35 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે ઘરોમાં કેદ દિલ્હીની જનતા માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે દિલ્હીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ સાથે જ પાંચ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે, જે કોરોના અંગે પ્લાન કરશે, સીએમ કેજરીવાલે કહ્યું કે જો કોરોનાના 100 કેસ રોજ આવશે તો પણ આપણી પાસે પૂરતી તૈયારી છે. 

કેજરીવાલે શુક્રવારે કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસ ઘટ્યા છે. મેં આગામી તૈયારી કરવા માટે પાંચ ડોક્ટરની એક ટીમ બનાવી હતી. આ ટીમે અદભૂત કામ કર્યું છે અને પોતાનો રિપોર્ટ આપી દીધો છે. આ રિપોર્ટમાં જો રોજ 100 કેસ આવશે તો કેવી તૈયારી કરવી પડશે. 

100 દર્દીઓ માટે અમે તૈયાર 
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડોક્ટરના રિપોર્ટમાં પ્લાન છે કે જો હાલ  કોરોનાના 100 કેસ રોજ આવશો તો આપણી પાસે હાલ તૈયારી પુરી છે.

હવે 1000 દર્દીઓની તૈયારી 
સરકારની તૈયારી વિશે જણાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યાં જ્યાં અમને ખામી લાગી રહી છે ત્યાં અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. જો  ક્યારેક 1000 દર્દી પણ આવી જશે તો અમે તેના માટે તૈયાર છીએ. જો કે અમે આશા રાખીએ છીએ કે આવું સ્ટેજ ક્યારે ના આવે.

4 લાખ લોકોને જમાડશે
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગરીબ લોકોને હાલ 20,000 લોકોને અમે રોજ જમાડી રહ્યા છે. 125 શાળાઓની અંદર લંચ અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ 500-500 લોકોને જમાડશે. આજથી બે લાખ લોકોને જમાડશે. આવતી કાલથી ડબલ એટલે કે 4 લાખ લોકોને જમાડશે, ધારાસભ્યોને પણ વધુ વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી