રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હરિયાણાના જીંદની WWE રેસલર કવિતા દલાલે પણ એન્ટ્રી કરી છે. કવિતાએ કહ્યું હતું કે 'મારે પણ શોષણના કારણે રેસલિંગ છોડવું પડ્યું છે. વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ IPSના શોષણને કારણે મેં રેસલિંગ પણ છોડી દીધું હતું. અગાઉ ક્યારેય હું મારી વાત કહેવાની હિંમત એકત્ર કરી શકી નહોતી, પરંતુ દિલ્હીના જંતર-મંતરે વિનેશ ફોગટે વાત કહી હતી કે તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી મને મારા મનની વાત કહેવાની હિંમત મળી. આવી સ્થિતિ ઘણા ખેલાડીઓની છે.'
કોચે ચેતવણી આપી હતી
કવિતા દલાલે કહ્યું હતું કે 'આ 2008 અને 2010ની વચ્ચેની વાત છે, જ્યારે વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ ભૂતપૂર્વ IPS હતા. તે સમયે મને કેમ્પ માટે લખનઉ સાઈ સેન્ટરની પરમિશનની જરૂર હતી. મેં અધ્યક્ષને કહ્યું કે મને ફેડરેશન તરફથી એક પત્રની જરૂર છે જેથી હું ડિપાર્ટમેન્ટ પાસેથી પરમિશન મેળવી શકું. મારા કોચે અધ્યક્ષ વિશે પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી કારણ કે તેઓ આ બાબતો જાણતા હતા, પરંતુ બોલવાનું ટાળ્યું હતું.'
પતિએ પ્રોટેક્શન સાથે અધ્યક્ષની પાસે મોકલી હતી
કવિતા દલાલે વધુમાં કહ્યું હતું કે 'જ્યારે હું પરમિશન લેચર વિશે વાત કરવા માટે અધ્યક્ષ પાસે જઈ રહી હતી, ત્યારે મારા પતિ પણ મારી સાથે હતા, જેમને મેં બધું કહ્યું હતું. તેઓ બિલ્ડિંગની નીચે ઊભા રહ્યા અને મને પ્રોટેક્શન સાથે ઉપરના માળે મોકલી હતી. તેમણે કહ્યું હતું કે આવું કંઈ થાય તો તરત ફોન કરજે. સંજોગોને સમજીને હું ત્યાંથી નીકળી ગઈ. તે મારું નસીબ હતું.'
'જો મારી સાથે આવું કૃત્ય થયું હોત, તો મારામાં એટલી હિંમત હતી કે, હું તેનો ચહેરા પર મુક્કા મારીને પણ આવી હોત.'
અમે મજબૂર છીએ, પણ આટલી લાંબી કરિયર કેવી રીતે છોડવી?
કવિતાએ કહ્યું હતું કે 'ખેલાડીઓ નબળા નથી હોતા. અમે મજબૂર છીએ કે આટલા વર્ષોની લાંબી કરિયર કેવી રીતે છોડી દેવી. નાની સાઇન માટે, નાની સિલેક્શન માટે મજબૂર કરી દેવાઇ છે.'
'જો અમે પણ આ માટે પૂછ્યું હોત તો અલગ-અલગ નીતિઓ બનાવીને અમારું સિલેક્શન ના કર્યું હોત. આવી જ રીતે આ આખું ચક્ર અમે મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યું છે. જે અમને મજબૂર કરવા માટે બનાવવામાં આવે છે.'
અમે ભારતીય છોકરીઓ લાકડીઓ ઊઠાવવી શકીએ છીએ
કવિતા દલાલે કહ્યું હતું કે 'અમે ભારતીય છોકરીઓ લાકડીઓથી માર મારીને ચહેરા પણ ફોડી શકીએ છીએ. પણ અમે લાચાર છીએ. અમારે છેલ્લે સુધી અમારું સ્વાભિમાન બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે પાણી માથા ઉપર જાય છે ત્યારે અમારામાં બોલવાની હિંમત આવી જાય છે. હવે જંતર-મંતર પર અભિયાન શરૂ થયું છે. અહીં તે છોકરીઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે, જે આ દેશની બાકીની છોકરીઓ માટે રોલ મોડલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.