તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kautilya's Arthashastra, Bhagavad Gita Will Be Taught To The Officers Of The Armed Forces

તૈયારી:સશસ્ત્રદળોના અધિકારીઓને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભગવદ્ ગીતા ભણાવાશે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિકંદરાબાદ હેડક્વાર્ટરમાં નવા સિલેબસ માટે ભલામણ

સેના અને વાયુસેનાની સાથે જ હવે સશસ્ત્રદળોના અધિકારીઓને ભગવદ્ ગીતા અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનું જ્ઞાન અપાશે. તેને વિષય તરીકે અધિકારીઓના સિલેબસમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર વડાપ્રધાન મોદીના આહવાનથી પ્રેરાઈને સિકંદરાબાદ હેડક્વાર્ટરમાં સ્થિત કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ(સીડીએમ)એ પ્રાચીન ભારતીય ગ્રંથો પર રિસર્ચ શરૂ કર્યું છે.

આ રિસર્ચ આધુનિક યુદ્ધ અને સૈન્ય શાસન માટે પ્રાસંગિક છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં સૈન્ય હેડક્વાર્ટરમાં આવેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભગવદ્ ગીતા સૈન્ય સિદ્ધાંત, રણનીતિઓ અને જીવનની નૈતિકતામાં જ્ઞાન અને અંર્તદૃષ્ટિનો ભંડાર છે. તે આપણા અધિકારીઓ અને જવાનોને જટિલ આધુનિક યુદ્ધમાં એક સ્વદેશી દૃષ્ટિકોણ આપશે.

અર્થશાસ્ત્ર પ્રાચીન ભારતના અનેક અદભુત ગ્રંથોમાંથી એક છે જે રાજકારણ, સૈન્ય વિચાર અને બુદ્ધિની જટિલ પરસ્પર ક્રિયામાં અંર્તદૃષ્ટિ લાવે છે. બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે પરિયોજના પર કામ ચાલુ છે.

કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સશસ્ત્રદળો માટે આજે પ્રાસંગિક
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સશસ્ત્રદળો માટે વર્તમાન સંદર્ભમાં પ્રાસંગિક છે. તેમાં સશસ્ત્રદળોમાં એક સામાન્ય અધિકારી માટે, એક પાયદળના સૈનિકો માટે બોધપાઠ સામેલ છે. તેમાં કહેવાયું છે કે ત્રણ ગ્રંથો, વર્તમાન પરિદૃશ્યમાં નેતૃત્વ, યુદ્ધ અને રણનીતિક વિચારના સંબંધમાં પ્રાસંગિક છે. અભ્યાસે પાકિસ્તાન અને ચીનમાં હાજર લોકોની તર્જ પર એક ભારતીય સંસ્કૃતિ અધ્યયન મંચ સ્થાપિત કરવાની ભલામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...