તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kashmiris Neutralize Nonsense Of People Seeking Return Of Article 370, We Will Provide Employment To 80% Youth In Five Years: Manoj Sinha

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:કલમ 370ની વાપસી ઈચ્છતા લોકોની વાહિયાત વાતોથી કાશ્મીરીઓ બેઅસર, પાંચ વર્ષમાં 80% યુવાનોને રોજગારી આપીશું: મનોજ સિંહા

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનોજ સિંહાની તસવીર
  • જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલે કહ્યું- સરહદે ઘૂસણખોરી મુદ્દે સુરક્ષાદળોએ ઘણે અંશે કાબૂ મેળવી લીધો

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કલમ 370ની વાપસીનું સપનું જોનારા નેતાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં તેમણે ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીનું નામ લીધા વિના કહ્યું કે અહીંના નેતાઓ બંધારણીય હોદ્દે રહી ચૂક્યા છે. તેમણે નિવેદનો કરતી વખતે મર્યાદા રાખવી જોઈએ. સિંહાએ આ વાત એવા સમયે કરી છે જ્યારે કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ થવાની છે. પાકિસ્તાનતરફી તત્ત્વોએ આતંકી ગતિવિધિ વધારી છે અને ગુપકર ગઠબંધનનો મુદ્દો પણ ગરમાયો છે.

પ્રશ્નઃ દેશ 26 નવેમ્બરે બંધારણ દિવસ મનાવવા જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર માટે શું સંદેશ છે?
જવાબઃ જમ્મુ-કાશ્મીર માટે એક જ સંદેશ છે, જેનું ઉચ્ચારણ બંધારણ સભામાં ડૉ. ભીમરાવ આંબેડકરે કર્યું હતું- ‘આપણે લોહીના છેલ્લાં ટીપાં સુધી દેશની રક્ષા, આન-બાન માટે દૃઢ સંકલ્પ કરવાનો છે.’

પ્રશ્નઃ કેટલાંક તત્ત્વો હજુ પણ કાશ્મીરના લોકોને કલમ 370ની વાપસીનાં સપનાં બતાવે છે.
જવાબઃ ફક્ત હિન્દુસ્તાનમાં જ લોકોને કંઈક બોલવાની આઝાદી છે. બંધારણીય હોદ્દે રહી ચૂકેલા નેતાઓએ પોતાનાં વક્તવ્યોમાં મર્યાદા રાખવી જોઈએ. તેઓ આ મુદ્દે સુપ્રીમકોર્ટમાં પણ ગયા છે. શું તેમણે ચુકાદાની રાહ ના જોવી જોઈએ? પ્રજાને તેમની આ વાહિયાત વાતોથી કોઈ ફર્ક નથી પડતો.

પ્રશ્નઃ પાક. આતંકીઓની સતત ઘૂસણખોરી કરાવી રહ્યું છે. તેમને નિષ્ફળ કરવા કેટલી સફળતા મળી છે?
જવાબઃ જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. આતંકના અડ્ડા જેવા પાડોશી દેશના નાપાક ઈરાદાને અમે ક્યારેય સફળ થવા નહીં દઈએ. પાડોશી દેશ નથી ઈચ્છતો કે, અહીં લોકતાંત્રિક વ્યવસ્થા સર્જાય, એટલે તેઓ આતંક ફેલાવી રહ્યા છે. ગ્રાસ રૂટ ડેમોક્રેસીની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા અને 26/11 જેવાં કાવતરાં દોહરાવવા જેવા ઈરાદને સુરક્ષાદળોએ હમણાં જ નિષ્ફળ બનાવ્યા. સરહદે ઘૂસણખોરી મુદ્દે પણ આપણે ઘણે અંશે કાબૂ મેળવી લીધો છે.

પ્રશ્નઃ કાશ્મીરી યુવાઓને રોજગારની તક ઉપલબ્ધ કરાવવા અંગે શું યોજના છે?
જવાબઃ અહીં ભણેલાં-ગણેલાં લોકોનો મોટો વર્ગ સરકારી નોકરી પર નિર્ભર હતો. અમે તેમને સ્વરોજગાર માટે પ્રેરિત કર્યા. બેક ટુ વિલેજ કાર્યક્રમની શરૂઆત પૂર્વે નિર્ણય લીધો કે દરેક પંચાયતથી બે છોકરા-છોકરીઓને સ્વરોજગાર માટે પસંદ કરીશું. આજે રાજ્યમાં દોઢ મહિનામાં 12 હજારથી વધુ યુવા ઉદ્યમી તૈયાર કરી દીધા છે. આગામી પાંચ વર્ષમાં 80 ટકા યુવાઓને રોજગારની તક ઉપલબ્ધ કરાવીશું. અમે ઈન્ડસ્ટ્રિયલ પોલિસી પણ લાવી રહ્યા છીએ. તેનાથી 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. યુથ સ્કિલિંગ કાર્યક્રમ પણ શરૂ કરી રહ્યા છે. તાતા જૂથનાં બે સેન્ટર તૈયાર થવાના છે.

પ્રશ્નઃ ડોમિસાઈલ પોલિસી અંગે ચિંતાઓ વ્યક્ત કરાઈ. આ કઈ હદ સુધી યોગ્ય છે? શું સમાધાન શોધાઈ રહ્યું છે?
જવાબઃ ગૃહમંત્રીએ જાતે સ્પષ્ટતા કરી છે કે પોલિસીથી કોઈ ડેમોગ્રાફિક ચેન્જ નહીં થાય પણ 70 વર્ષોથી વંચિતો અને હાંશિયામાં ધકેલા લોકો જેમ કે પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થી, વાલ્મીકિ સમાજ, મહિલાઓ અને ગોરખા સમાજના લોકોને તેમના અધિકાર અપાશે. હું આશ્વસ્ત કરવા માગુ છું કે કોઈ ડેમોગ્રાફિક ચેન્જ થયો નથી અને થશે પણ નહીં.

પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત બનાવતી સમયે ગૃહમંત્રીએ વાયદો કર્યો હતો કે રાજ્યનો દરજ્જો બહાલ કરાશે?
જવાબઃ ગૃહમંત્રીએ જે વાત સંસદમાં કહી છે તે ખરેખર વાસ્તવિકતામાં રૂપાંતરિત થશે.

કાશ્મીરી મહિલાઓની રાજકારણમાં ભાગીદારી કેવી રીતે વધારશો?
જવાબઃ પ્રાચીન સમયથી કાશ્મીરમાં મહિલા સશક્તીકરણ પર ભાર મુકાઈ રહ્યો છે. પાકિસ્તાની કબાયલીઓના મુકાબલા માટે દેશની પહેલી મહિલા ગોરીલા ફોર્સ જમ્મુ-કાશ્મીરમાં બનાવાઈ હતી. હા, રાજકીય કારણોસર તેમને તેમના અધિકારોથી વંચિત રખાયા પણ હવે એવું નથી. દેશના અન્ય ભાગોની તુલનાએ અહીં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારે છે. રાજૌરી જિલ્લામાં જ 19 બ્લૉક ડેવલપમેન્ટ કાઉન્સિલ ચેરપર્સનમાં 9 મહિલાઓ છે. 111 મહિલા સરપંચ છે અને 360 મહિલા પંચ છે. એટલા માટે ગ્રાસ રુટ ડેમોક્રસીમાં અહીં મહિલાઓની ભાગીદારી જબરદસ્ત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો