કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની 12 મેના રોજ બડગામમાં હત્યા પછી ખીણમાં ભારે તણાવ છે. પંડિત કર્મચારી રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધ ગંદેરબલ અને અનંતનાગ જિલ્લામાં દેખાવો કરી રહ્યા છે. રાજ્ય સરકારના આશ્વાસનો છતાં તેઓ કામ પર પાછા નથી ફરી રહ્યા. તેઓ જૂની માંગોનો પણ ઝડપથી ઉકેલ ઈચ્છે છે.
બીજી તરફ, આતંકી સંગઠન લશ્કર-એ-ઈસ્લામની ધમકી મળ્યા પછી કાશ્મીર પોલીસે પંડિતોના રહેણાક વિસ્તારો અને ઓફિસોમાં સુરક્ષા વધારી દીધી છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિર્દેશ આપ્યો છે કે, પીએમ રોજગાર પેકેજના તમામ કર્મીઓને જિલ્લા-તાલુકા મુખ્યાલયમાં સુરક્ષિત સ્થળે તહેનાત કરાશે. પીએમ રોજગાર પેકેજના પંડિત કર્મીઓની ફરિયાદોનો નિકાલ કરવા સચિવાલયમાં વિશેષ સેલ પણ બનાવાયો છે. અધિક સચિવ અક્ષય લાબરુ તેના નોડલ ઓફિસર હશે. જોકે, પંડિતો સુરક્ષાને લઈને હજુ આશ્વસ્ત નથી.
પીએમ રોજગાર પેકેજ શું છે?
કાશ્મીરી પંડિતોને ફરી ખીણમાં વસાવવા 2008માં યુપીએ સરકારના કાર્યકાળમાં ત્રણ હજાર હોદ્દે પંડિતોની નિમણૂક કરાઈ હતી. રાહુલ ભટની નિમણૂક પણ એવી જ રીતે થઈ હતી. બાદમાં ત્રણ હજાર વધુ હોદ્દે નિયુક્તિ કરાઈ. આ કર્મીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પગાર આપે છે. આ યોજના 2002-04માં અટલ સરકાર દરમિયાન બનાવાઈ હતી.
વર્ષો વીત્યા, પરંતુ મુશ્કેલીઓ જેમની તેમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.