આંદોલન અંગે જમ્મુ-કાશ્મીર તંત્રની કડકાઈ:ડ્યૂટી પર ગેરહાજર કાશ્મીરી પંડિતોને પગાર નહીં ચૂકવાય

જમ્મુ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ વિરુદ્ધ તંત્રએ કડકાઈ દાખવી છે. તંત્રએ આદેશ જારી કર્યો છે કે સપ્ટેમ્બરમાં ગેરહાજર કર્મચારીઓને પગાર નહીં મળે. ઉપશ્રમ કમિશનર કાશ્મીર, અહેમદ હુસૈન તરફથી જારી આદેશમાં જણાવાયું છે કે તમામ સહાયક શ્રમ કમિશનરોને ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ માટે વડાપ્રધાન પેકેજ હેઠળના કર્મચારીઓના ફુલ લીવ એકાઉન્ટને કાર્યાલયમાં રજૂ કરવામાં આવે.

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ બાદ 4 હજારથી વધુ પ્રવાસી કાશ્મીર પંડિત કર્મચારી 130 દિવસથી શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા છે. તેમની માગ છે કે સરકાર સુરક્ષાની ગેરન્ટી આપે અને ખીણથી બહાર પોસ્ટિંગ આપે. આંદોલન દરમિયાન આ કર્મચારીઓની સરકાર સાથે અત્યાર સુધી થયેલી વાતચીતમાં સર્વસંમતિ સધાઈ નથી.

પગાર અટકાવવાના આદેશ પર યુનિયને કહ્યું કે કર્મચારીઓ ટ્રાન્સફરની માગ અંગે ધરણાં કરી રહ્યા છે પણ તેમની ભાળ લેવાઈ રહી નથી. સમસ્યા ઉકેલવાની જગ્યાએ પગાર રોકવા જેવી કાર્યવાહી કરાઈ રહી છે. અમુક વિભાગે કર્મચારીઓને નોટિસ પણ જારી કરી દીધી છે.

જમ્મુમાં રાહત કમિશનર(પ્રવાસી) કાર્યાલયે ધરણાં પર બેઠેલા યોગેશ પંડિતે કહ્યું કે અમે એવા સમુદાયથી સંબંધ ધરાવીએ છીએ જે 32 વર્ષોથી પોતાના જ દેશમાં નિર્વાસનમાં રહી રહ્યા છીએ.

1500 કર્મચારી સંમતિ આપી ચૂક્યા છે
સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રએ એલજીના સચિવાલયમાં વિશેષ સેલની રચના કરી. એડિશનલ સચિવ અક્ષય લાબરુને નોડલ અધિકારી બનાવ્યા. વિરોધ કરી રહેલા કાશ્મીરી પ્રવાસી કર્મચારીઓએ રાહત કમિશનર, જમ્મુના કાર્યાલયમાં ટ્રાન્સફર/અટેચમેન્ટ માટે સંમતિ ફોર્મ ભરવા એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. અત્યાર સુધી 1500થી વધુ કર્મીઓએ કર્મચારી કાર્યવાહી સમિતિને તેમના સંમતિ ફોર્મ જમા કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...