• Gujarati News
  • National
  • Kashmiri Pandit Teacher Rajni Bala Murder; Protest Over Teacher's Murder In Kulgam Demanded A Promise Of Security

કાશ્મીરી પંડિતોની પલાયનની તૈયારી:મહિલા શિક્ષકના મોત પછી ચોક્કસ સુરક્ષાનો વાયદો માંગ્યો, સરકાર એક્ટિવ ના થઈ તો કાલથી પલાયન

એક મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરના કુલુગામમાં એક હિન્દુ શિક્ષક રજની બાળાની હત્યા મુદ્દે આજે પણ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. રજનીની અંતિમ યાત્રા દરમિયાન ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન કાશ્મીરી પંડિતોએ ધમકી આપી છે કે, જો પ્રશાસન તેમને 24 કલાકમાં ચોક્કસ સુરક્ષા પૂરી નહીં પાડે કે તેમને ચોક્કસ સુરક્ષીત સ્થાને નહીં પહોંચાડે તો તેઓ ઘાટી છોડી દેશે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે કાશ્મીરી પંડિત સમુદાય પલાયનની તૈયારી કરી રહ્યું છે. કાશ્મીરી પંડિતોની ચેતવણી પછી જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેમના ટ્રાન્ઝિટ કેમ્પ પણ સીમિત કરી દીધા છે.

મંગળવારે કુલુગામના ગોપાલપોરા વિસ્તારમાં મંગળવારે સવારે હાઈ સ્કૂલ ટીચર રજની બાળાની આતંકીઓએ હત્યા કરી દીધી હતી. 36 વર્ષની રજનીને માથામાં ગોળી વાગી હતી. કુલુગામમાં રહેતી શિક્ષકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ નિધન થયું હતું. 20 દિવસમાં બીજી હત્યાના કારણે કાશ્મીરી પંડિતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બીજેપી નેતાએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરી
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ નેતા રવિંદર રૈના રજની બાળાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં થતી નારેબાજી દરમિયાન તેમણે પ્રદર્શનકારીઓ સાથે પણ વાત કરી હતી. ભાજપના નેતાએ આશ્વાસન આપ્યું હતું કે રજનીની હત્યાનો બદલો ચોક્કસથી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે તે બધા આતંકીઓને પકડી લઈશું, જે આ હત્યામાં સામેલ છે. તેમને છોડવામાં નહીં આવે.

કેજરીવાલે કહ્યપં- કાશ્મીરી પંડિતોની હત્યા થઈ રહી છે, પરંતુ કોઈ કશુ નથી કરતું
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે એ જ થઈ રહ્યું છે જે 1990ના દાયકામાં તેમની સાથે થતું હતું. તેમને તેમના ઘર, ઓફિસો અને રસ્તાઓ પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમને મારવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે. આ માનવતા અને દેશની વિરુદ્ધ છે અને તેમને રોકવા માટે કોઈ કશુ નથી કરવું.

ઘાટીમાં 18 દિવસથી ચાલી રહ્યું છે કાશ્મીરી પંડિતોનું આંદોલન
ઘાટામાં 18 દિવસથી કાશ્મીરી પંડિતોનું આંદોલન ચાલી રહ્યું છે. વડાપ્રધાન રોજગાર પેકેજ અંતર્ગત નોકરી મેળવનાર પંડિતો કામનો બહિષ્કાર કરીને પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘાટીમાં સૌથી લાંબુ ચાલનાર આંદોલન બન્યું છે. રેવન્યુ વિભાગના કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા પછી આ પ્રદર્શન શરૂ થયું છે. કામ કરનાર કાશ્મીરી પંડિતોની માંગણી છે કે, અમને કાશ્મીર બહાર પોસ્ટિંગ આપો.

કલમ 370 હટાવ્યા બાદ 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુની હત્યા
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ઓક્ટોબરમાં શરૂ થયું. અહીં પાંચ દિવસમાં સાત નાગરિકો માર્યા ગયા. આ પૈકી એક કાશ્મીરી પંડિત, એક શીખ અને પ્રવાસી હિન્દુનો સમાવેશ થાય છે,જે નોકરીની શોધમાં આવ્યા હતા. 14 એપ્રિુલના રોજ આતંકવાદીઓએ સતીશ કુમારની ગોળી મારી હત્યા કરી હતી. આ અગાઉ શનિવારે આતંકવાદીએ અલી જાન રોડ સ્થિત એવા બ્રિજ પર પોલીસ કર્મચારીની ગોળી મારી હત્યા કરી હતી.
હવે રાહુલની હત્યા બાદ કાશ્મીરી પંડિતોની સુરક્ષા અંગે ફરી પ્રશ્નાર્થ સર્જાયા છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુ આતંકવાદી હુમાલામાં માર્યા ગયા છે. ગૃહ મંત્રાલયે સંસદમાં આ અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...