અનંતનાગની પંડિત કોલોની ખાલી:હત્યાઓ પછી 90% કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડ્યું, કહ્યું- હવે ધીરજ ખૂટી ગઈ

25 દિવસ પહેલા

ઘાટીમાં સતત થતી હત્યાઓ પછી કાશ્મીરી પંડિતો તેમનાં ઘર છોડીને જઈ રહ્યા છે. PM પેકેજમાંથી મળેલા અનંતનાગના મટ્ટનમાં આવેલી પંડિત કોલોનીમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાસ્કર સાથે વાત કરતાં કાશ્મીરી પંડિત રંજન જ્યોતિષીએ જણાવ્યું હતું કે અનંતનાગમાં આવેલા મટ્ટનની કાશ્મીરી પંડિત કોલોની 90 ટકા ખાલી થઈ ગઈ છે. લોકોની ધીરજ ખૂટી ગઈ છે, તેથી તેઓ અડધી રાતથી જ પલાયન કરવા લાગ્યા છે.

કોલોનીમાં હવે 10 ટકા પંડિતો જ રહ્યા છે.
કોલોનીમાં હવે 10 ટકા પંડિતો જ રહ્યા છે.

આ કોલોની PM પેકેજ અતર્ગત બનાવવામાં આવી છે અને અહીં કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓ રહે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી થતી હત્યા બાદ હવે લોકો તેમનાં ઘર છોડી રહ્યા છે. સ્થિતિ સુધર્યા પછી જ લોકો હવે અહીં પરત આવે તેવી શક્યતા છે.

બીજી બાજુ, અનંતનાગ અને કુલગામના ઘણા વિસ્તારોમાં કાશ્મીર પંડિતોએ સુરક્ષાની માગણી કરી છે, જેતી તેઓ ઘાટી છોડીને અન્ય સુરક્ષિત જગ્યાએ જઈ શકે. કાશ્મીરમાં રાહુલ ભટની હત્યા પછી પંડિતો પ્રદર્શન કરી રહ્યા છે. અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિત અવિનાશે જણાવ્યું હતું કે જ્યાં સુધી પૂરતી સુરક્ષાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.

સ્થાનિકોનું કહેવું છે કે અહીં સેનાના જવાનો જ સુરક્ષિત નથી તો અમે ક્યાં રહીશું?
સ્થાનિકોનું કહેવું છે કે અહીં સેનાના જવાનો જ સુરક્ષિત નથી તો અમે ક્યાં રહીશું?

સરકારે કર્યો સુરક્ષિત જગ્યાએ પોસ્ટિંગનો વાયદો
જમ્મુ-કાશ્મીર પ્રશાસને જોખમની શક્યતાઓ વચ્ચે કાશ્મીરી પ્રવાસીઓ અને જમ્મુના અન્ય કર્મચારીઓને 6 જબન સુધી સુરક્ષિત જગ્યાએ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું હતું કે દરેકને જિલ્લા મુખ્યાલયમાં શિફ્ટ કરવામાં આવશે. જોકે જમ્મુમાં મોટી સંખ્યામાં આવેલા કર્મચારીઓનો આરોપ છે કે ટાર્ગેટ કરીને કર્મચારીઓની હત્યા કરવામાં આવી રહી છે.

ઘાટીમાં 22 દિવસમાં 9નાં મોત
કાશ્મીરમાં આ વર્ષે આતંકી હુમલામાં 20 નાગરિકની હત્યા થઈ છે. તેમાંથી 9 હત્યા તો છેલ્લા 22 દિવસમાં થઈ છે. આ 9 લોકોમાં 5 હિન્દુ અને 3 સેનાના જવાન હતા. આ જવાન રજા પરથી ઘરે આવ્યા હતા. આતંકીઓએ એક ટીવી એક્ટરની પણ હત્યા કરી છે. ગુરુવારે રાતે લોકલ ટેરરિસ્ટ ગ્રુર કાશ્મીર ફ્રીડમ ફાઈટર (KFF)એ લેટર જાહેર કરીને ધમકી આપી છે કે બધાની હાલત આવી જ થશે.

1990માં સૌથી વધુ કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું હતું
1990માં ઘાટીમાંથી સૌથી વધુ પંડિતોએ કાશ્મીર છોડ્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 1990માં 219 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી પંડિતોએ કાશ્મીર છોડવાની શરૂઆત કરી હતી. એક અંદાજ પ્રમાણે, 1 લાખ 20 હજાર કાશ્મીરી પંડિતોએ એ સમયે કાશ્મીર છોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...